Friday, October 18, 2024
More
    હોમપેજદેશધોરણ 12 પાસને ₹6 હજાર, ડિપ્લોમા કરેલા યુવાનોને 8 હજાર અને ગ્રેજ્યુએટને...

    ધોરણ 12 પાસને ₹6 હજાર, ડિપ્લોમા કરેલા યુવાનોને 8 હજાર અને ગ્રેજ્યુએટને મળશે મહિને ₹10,000: ‘લાડલી બહેના’ બાદ મહારાષ્ટ્ર સરકાર લાવી ‘લાડલા ભાઈ યોજના’

    મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું છે કે, યુવાનોને એક વર્ષ માટે કોઈ ફેક્ટરીમાં એપ્રેન્ટિસશિપ કરવાની તક આપવામાં આવશે. તેનાથી યુવાનોને કામનો અનુભવ મળશે અને તે અનુભવના આધારે ભવિષ્યમાં તેમને નોકરી પણ મળશે.

    - Advertisement -

    મધ્ય પ્રદેશમાં ‘લાડલી બહેના’ યોજના બાદ દેશના અનેક રાજ્યોમાં તેને એપ્લાય કરવામાં આવી હતી. થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્રમાં પણ ‘લાડલી બહેના યોજના’ લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે મહારાષ્ટ્ર સરકાર ‘લાડલા ભાઈ યોજના’ લાવી રહી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ યોજનાનું એલાન કર્યું છે. મુખ્યમંત્રી શિંદે અષાઢી એકાદશીના અવસર પર પંઢરપુર વિઠ્ઠલ મંદિરે દર્શન માટે ગયા હતા. અહીં મહાપૂજા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે આ યોજના વિશેની માહિતી આપી હતી.

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે બુધવારે (17 જુલાઈ) અષાઢી એકાદશી નિમિત્તે પંઢરપુર ગયા હતા. જ્યાં તેમણે ભગવાન વિઠ્ઠલની પૂજા-અર્ચના કરી હતી અને મહાઆરતી પણ કરી હતી. ત્યારબાદ તેમણે મીડિયા સાથે વાત પણ કરી હતી. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે ‘લાડલા ભાઈ યોજના’ વિશેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, 12 પાસ કરેલા યુવાનોને મહારાષ્ટ્ર સરકાર દર મહિને ₹6000 આપશે. જ્યારે ડિપ્લોમા કરનારા યુવાનોને ₹8000 મહિને આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રેજ્યુએટ યુવાનોને ₹10,000 મહિને આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર તરફથી ‘લાડલા ભાઈ યોજના’ શરૂ કરવામાં આવી રહી છે.

    આ સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું છે કે, યુવાનોને એક વર્ષ માટે કોઈ ફેક્ટરીમાં એપ્રેન્ટિસશિપ કરવાની તક આપવામાં આવશે. તેનાથી યુવાનોને કામનો અનુભવ મળશે અને તે અનુભવના આધારે ભવિષ્યમાં તેમને નોકરી પણ મળશે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું છે કે, “આ યોજનાથી અમે કુશળ જનશક્તિ તૈયાર કરી રહ્યા છીએ. અમે પ્રદેશની સાથે-સાથે દેશને પણ કુશળ યુવાનો આપવા જઈ રહ્યા છીએ. સરકાર યુવાનોને પોતાની નોકરીઓમાં કુશળ બનાવવા માટે વેતન આપવા જઈ રહી છે.” મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ યોજના યુવાનોને આર્થિક સહાય પુરી પાડવા અને બેરોજગારીને ઘટાડવા માટે લાગુ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે ‘મુખ્યમંત્રી લાડલી બહેના યોજના’ લાગુ કરી છે. આ યોજના દ્વારા રાજ્યની ગરીબ મહિલાઓને આર્થિક સહાય આપવામાં આપવામાં આવી રહી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર લાભાર્થી મહિલાઓના ખાતામાં દર મહિને ₹1500 જમા કરે છે. જોકે, લાભાર્થી મહિલાઓના પરિવારની વાર્ષિક આવક ₹2 લાખ, 50 હજારથી વધુ ન હોવી જોઈએ. આ યોજના મહારાષ્ટ્રમાં 1 જુલાઈના દિવસથી લાગુ થઈ ગઈ છે. ત્યારબાદ હવે ‘લાડલા ભાઈ યોજના’ લાગુ કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં