Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણયુવરાજસિંહ પાસે ઉમેદવારી પાછી ખેંચનાર અને ઇટાલિયાને CM ચહેરો ન બનાવનાર AAPના...

    યુવરાજસિંહ પાસે ઉમેદવારી પાછી ખેંચનાર અને ઇટાલિયાને CM ચહેરો ન બનાવનાર AAPના કેજરીવાલ કહે છે ‘રાજકારણમાં યુવાઓની ભાગીદારી જરૂરી’

    કેજરીવાલની યુવાઓ સાથે ભાગીદારીવાળી વાત ગુજરાતના યુવાઓને ગળે નથી ઉતરી રહી અને લોકો કહી રહ્યા છે કે કેજરીવાલની કથની અને કરણીમાં ફેર છે અને તેઓ યુવાઓને માત્ર રેવડી જ આપે છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખુબ ઊંચી આશાઓ સાથે ઉતરી રહી છે. પરંતુ રોજે રોજ કૈક એવું થતું હોય ચ એકે તેમની આશાઓ પર પાણી ફેરાતું દેખાય છે. બુધવારે (9 નવેમ્બર) AAP સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વીટર કરી હતી જેમાં તેમણે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ક્યાંથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી હતી. સાથે રાજકારણમાં યુવાઓની ભાગીદારી વિષે પણ લખ્યું હતું.

    પોતાની ટ્વીટમાં કેજરીવાલે લખ્યું, “રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય યુવા શ્રી ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ વિધાનસભાથી ચૂંટણી લડશે અને પ્રદેશ મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા કારંજ વિધાનસભાથી ચૂંટણી લડશે.”

    આમ કેજરીવાલે આધિકારિક રીતે ઈટાલિયા અને સોરઠીયાની ઉમેદવારીની જાહેરાત કરી દીધી છે. આપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને કતારગામ બેઠક પરથી અને પ્રદેશ મહામંત્રી સોરઠીયાને કરંજ બેઠક પરથી આમ આદમી પાર્ટીની ઉમેદવારી મળી છે.

    - Advertisement -

    કેજરીવાલે પોતાની ટ્વિટમાં રાજકારણમાં યુવાઓની ભાગીદારી પર પણ ભાર આપ્યો છે. તેઓ આ બંને ઉમેદવારોને આપના યુવા ચહેરાઓ તરીકે રજૂ કરી રહ્યા છે અને એક રીતે જોતા એમ કહી રહ્યા છે કે ‘મને યુવાઓને ટિકિટ આપીએ છીએ’.

    પરંતુ હકીકત જોવા જઈએ તો કેજરીવાલની યુવાઓ માટેની આ એક રેવડી જ દેખાય છે. થોડા સમય પહેલા જ જાહેર થયેલ આમ આદમી પાર્ટીની ઉમેદવારોની 11મી યાદીમાં દહેગામ વિધાનસભા બેઠક પરથી આપના યુવા આંદોલનકારી નેતા કહેવાતા યુવરાજસિંહ જાડેજાને ટિકિટ અપાઈ હતી. પરંતુ બાદમાં સ્થાનિક વિરોધને પારખી જઈને AAPએ જાડેજા પાસેથી ઉમેદવારી પાછી ખેંચી લઈને સુહાગ પંચાલને આપી હતી. આપે આ ‘યુવા નેતા’ને ‘સ્ટાર પ્રચારક’ બનાવીને રેવડી આપી દીધી હતી તેવું લોકોનું માનવું છે.

    આ ઉપરાંત જયારે આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના મુખ્યમંત્રી ચહેરાનું ચયન થવાનું હતું ત્યારે શરૂઆતથી પાર્ટી સાથે જોડાયેલા રહેલા અને પાર્ટી માટે ગુજરાતભરની ગાળો સાંભળતા ગોપાલ ઇટાલિયાને CM ચહેરો બનાવાશે તેવું પાર્ટીના યુવા કાર્યકરોને અપેક્ષા હતી. પરંતુ અહીં પણ કેજરીવાલે યુવાઓને રેવડી આપી અને ખુબ પાછળથી પાર્ટીમાં જોડાયેલા ઈસુદાન ગઢવીને ગુજરાતનો મુખ્યમંત્રી ચહેરો બનાવ્યા હતા.

    નેટિઝન્સે કહ્યું ગુજરાતના યુવાઓને રેવડી આપવાનું બંધ કરો

    આજે જયારે કેજરીવાલે ફરી રાજકારણમાં યુવાઓની ભાગીદારીની વાત કરી ત્યારે નેટિઝન્સે તરત જ તેમને આડેહાથે લેતા જુદી જુદી ટિપ્પણીઓ કરી હતી.

    એક ટ્વીટર યુઝર @iharshalPurohit એ કેજરીવાલને ટાંકીને લખ્યું કે, “અમે તો ગોપાલ ભાઈ ને CM બનાવવા માંગતા હતા પણ ઈસુદાન ભાઈએ ઇટાલિયાના વિડીયો ફેરવીને તેને ઘોટાલીયો બનાવી દીધો… અને તમે પણ ઈસુને રોક્યા નહિ…”

    અન્ય એક યુઝર @hemirdesai એ લખ્યું કે, “ગઢવીને પ્રમોટ કરીને ગોપાલ ઈટાલીયાના સમર્થકો અને ગઢવી કરતાં લાંબા સમયથી પક્ષમાં રહેલા અન્ય નેતાઓને નારાજ કર્યા છે. પરંતુ શહેરી નક્સલીઓના સીએમ ઉમેદવારના સમર્થક અને કથિત જાતીય અપરાધી ગઢવીને CM ચહેરો બનાવીને, #AAP એ તેની કહેવાતી સ્વચ્છ પક્ષની છબીને સંપૂર્ણપણે છતી કરી છે.”

    એક યુઝર @IAMHINDU8734645 એ કેજરીવાલ પર જાતિવાદ કરવાનો આરોપ લગાવીને લખ્યું કે, “અબે પાગલ કેજરીવાલ યુવરાજસિંહ જાડેજા યુવાન જ છે કેમ તેમને રેવાડી આપીને હટાવ્યા? અને ગુજરાતમાં ફેમસ હતો, છતાં તમે લોકોએ તેને કાઢી નાખ્યો. તમે પણ જ્ઞાતિવાદ કરો છો એટલે જ એક યુવાને હટાવી દીધો.”

    આમ કેજરીવાલની યુવાઓ સાથે ભાગીદારીવાળી વાત ગુજરાતના યુવાઓને ગળે નથી ઉતરી રહી અને લોકો કહી રહ્યા છે કે કેજરીવાલની કથની અને કરણીમાં ફેર છે અને તેઓ યુવાઓને માત્ર રેવડી જ આપે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં