Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ન કેજરીવાલે માગ્યું ઇન્સ્યુલિન, ન ડૉક્ટરોએ આપી સલાહ’: AAPના આરોપો પર તિહાડ...

    ‘ન કેજરીવાલે માગ્યું ઇન્સ્યુલિન, ન ડૉક્ટરોએ આપી સલાહ’: AAPના આરોપો પર તિહાડ જેલ પ્રશાસનનો જવાબ, LGને પણ રિપોર્ટ મોકલાયો

    તિહાડ પ્રશાસને જવાબમાં કહ્યું કે, AIIMSના ડાયાબિટીસ નિષ્ણાંત ડૉકટર સાથે વાતચીત દરમિયાન કેજરીવાલે ન તો ઇન્સ્યુલિન વિશેની માંગણી કરી હતી અને ન તો ડૉક્ટરે તેમને એવી કોઈ સલાહ આપી હતી.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ છેલ્લા ઘણા સમયથી જેલની હવા ખાઈ રહ્યા છે. તેવામાં અચાનક આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલ ડાયાબિટીસના પેશન્ટ હોવા છતાં તેમને ઇન્સ્યુલિન આપવામાં આવતું નથી. આ સાથે જ સુનિતા કેજરીવાલે દાવો પણ કર્યો હતો કે, તેમના પતિ છેલ્લાં 12 વર્ષથી ઇન્સ્યુલિન લઈ રહ્યા છે. ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો હતો કે, કેજરીવાલની જેલમાં હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હવે આ મામલે તિહાડ જેલ પ્રશાસને જવાબ આપ્યો છે.

    મીડિયામાં તિહાડ જેલના સૂત્રોનો હવાલો આપીને કહેવાયું છે કે, કેજરીવાલને ઇન્સ્યુલિન ન આપવાના મામલે તિહાડ પ્રશાસને જવાબ આપ્યો છે. રિપોર્ટ અનુસાર, શનિવારે (20 એપ્રિલ) કેજરીવાલ માટે AIIMSના એક સિનિયર ડાયબિટોલૉજીસ્ટ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કન્સલ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી. જેલના સૂત્રોના હવાલે કહેવાયું છે કે, 40 મિનિટની સલાહ બાદ ડૉક્ટરે અરવિંદ કેજરીવાલને ખાતરી આપી છે કે, કોઈ ગંભીર ચિંતા નથી અને તેમને સૂચવવામાં આવેલી દવાઓ જ ચાલુ રાખવાની છે. જેલ પ્રશાસન નિયમિત રીતે તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યું છે.

    VC દરમિયાન AIIMSના વરિષ્ઠ ડાયાબિટીસ નિષ્ણાંત ઉપરાંત RMO તિહાડ અને MO તિહાડ પણ હાજર હતા. ડૉક્ટરે CGM (ગ્લુકોઝ મોનીટરીંગ સેન્સર)નો સંપૂર્ણ રેકોર્ડ અને કેજરીવાલ દ્વારા લેવામાં આવતા આહાર અને દવાઓની પણ સંપૂર્ણ વિગતો લીધી હતી. તિહાડ પ્રશાસને જવાબમાં કહ્યું કે, આ સમયગાળા દરમિયાન કેજરીવાલે ન તો ઇન્સ્યુલિન બાબતે કોઇ ઉલ્લેખ કર્યો હતો કે ન તો ડૉક્ટરે તેમને એવી કોઈ સલાહ આપી હતી.

    - Advertisement -

    તિહાડ પ્રશાસને LGને સોંપ્યો હતો રિપોર્ટ

    આ પહેલાં આમ આદમી પાર્ટીના (AAPના) નેતાઓએ આરોપ લગાવ્યા હતા કે, કેજરીવાલને જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી. સુનિતા કેજરીવાલ અને સંજય સિંઘે કહ્યું હતું કે, કેજરીવાલની જેલમાં જ હત્યા કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. ત્યારે દિલ્હી LGએ આ અંગેનો રિપોર્ટ તિહાડ જેલ પ્રશાસન પાસે માંગ્યો હતો. જે બાદ પ્રશાસને LGને રિપોર્ટ પણ સોંપ્યો હતો.

    અધિકારીઓએ તિહાડ જેલ પ્રશાસનના રિપોર્ટને ટાંકીને કહ્યું હતું કે, કેજરીવાલે કેટલાક મહિનાઓ પહેલાં જ ઇન્સ્યુલિનના ઇન્જેકશન લેવાનું બંધ કરી દીધું હતું. સાથે કહ્યું કે, તેમની ધરપકડ દરમિયાન તેઓ માત્ર ‘મેટફૉર્મિન’ નામની એક સાધારણ ડાયાબિટીસની ગોળીઓ લઈ રહ્યા હતા. કેજરીવાલ તેલંગાણાની એક ખાનગી હોસ્પિટલમાં ડાયાબિટીસની સારવાર લઈ રહ્યા હતા. રિપોર્ટમાં કહેવાયું છે કે, તિહાડ જેલમાં મેડિકલ તપાસ દરમિયાન કેજરીવાલે ડૉક્ટરોને જણાવ્યું હતું કે, “હું છેલ્લાં કેટલાક વર્ષોથી ઇન્સ્યુલિન લઈ રહ્યો હતો અને થોડા મહિનાઓ પહેલાં જ લેવાનું બંધ કર્યું હતું.”

    તિહાડ જેલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, “કેજરીવાલના શુગર લેવલ વિશે આમ આદમી પાર્ટી દ્વારા બનાવવામાં આવી રહેલી આખી વાર્તા તેલંગાણાના એક ખાનગી ક્લિનિક દ્વારા કેજરીવાલની કથિત સારવાર પર આધારિત છે. રસપ્રદ વાત એ છે કે, કેજરીવાલ તેલંગાણાના ડૉક્ટરની સલાહ પર ઇન્સ્યુલિન સારવાર કરાવી રહ્યા હતા અને ડૉક્ટરે કેજરીવાલની ધરપકડના ઘણા સમય પહેલાં જ ઇન્સ્યુલિનની સારવાર બંધ કરી દીધી હતી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં