ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે. સોમવારે (7 નવેમ્બર) BTP-JDU ગઠબંધન કરવાની જાહેરાત થઇ હતી. ઠીક એક દિવસ બાદ પિતા-પુત્ર વચ્ચે મતભેદ સામે આવ્યો છે. પિતા છોટુ વસાવાની જાહેરાતને પુત્ર મહેશ વસાવાએ વ્યક્તિગત ગણાવી છે. પિતાએ ગઠબંધનની જાહેરાત કરી હતી, જ્યારે પુત્રે તેને નકારી છે.
આ અંગે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા અને સંયોજક છોટુભાઈ વસાવા સાથે ન્યૂઝ18 ગુજરાતીએ ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન જ આ વિવાદ સામે આવ્યો હતો.
ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટા સમાચાર
— News18Gujarati (@News18Guj) November 8, 2022
BTP-JDUના ગઠબંધન અંગે મોટો દાવો
BTP રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાનુ નિવેદન
છોટુ વસાવાની જાહેરાતને વ્યક્તિગત ગણાવી
ગંઠબંધનની જાહેરાતને વ્યક્તિગત ગણાવી
ગઠબંધનને લઈને પિતા-પુત્રમાં તડાં !#Gujarat #BTP #NCP #Gujaratelection2022 pic.twitter.com/TIiufY9wHo
પહેલા છોટુ વસાવાએ કરી JDU સાથે ગઠબંધનની જાહેરાત
વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડી નાંખ્યા બાદ હવે બીટીપીએ (BTP) નીતીશ કુમારની પાર્ટી જેડીયુ (JDU) સાથે હાથ મિલાવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. બીટીપી સંસ્થાપક છોટુ વસાવા અને જેડીયુના પ્રદેશ અધ્યક્ષ વચ્ચે મુલાકાત થઇ હતી અને ત્યારપછી છોટુ વસાવાએ જાહેરાત કરી હતી કે બંને પાર્ટીઓ ગઠબંધન કરી ગુજરાત ચૂંટણી સાથે લડવાની છે.
JDU અમારો જૂનો સાથી,સાથે મળીને ચૂંટણી લડીશુંઃ છોટુ વસાવા@Chhotu_Vasava @jduonline #GujaratElection2022 #Gujaratfirst pic.twitter.com/nQIGeVoRFZ
— Gujarat First (@GujaratFirst) November 7, 2022
બીટીપીના (BTP) છોટુ વસાવાએ જનતા દળ યુનાઇટેડને (JDU) તેમના જૂના સાથી ગણાવ્યા હતા અને કહ્યું કે, તેઓ આગામી વિધાનસભા ચૂંટણી જેડીયુ સાથે મળીને લડવા જઈ રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, આ ગઠબંધન થકી તેમને વિધાનસભા ચૂંટણીમાં જ નહીં પરંતુ લોકસભા ચૂંટણીમાં પણ ફાયદો થશે.
આ ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો હતો કે JDUના અધ્યક્ષ નીતીશ કુમાર તેમના માટે પ્રચાર કરવા માટે ગુજરાત પણ આવશે.
BTP રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ગઠબંધનને નકારી કાઢ્યું
જયારે છોટુ વસાવાએ કરેલી જાહેરાત અંગે મહેશ વસાવાને પ્રશ્ન પૂછવામાં આવ્યો તેમણે મીડિયાને કહ્યું કે, “તમે શેની જાહેરાતની વાત કરી રહ્યો છો? આ અંગે શું નિવેદન છે તે મને ખબર નથી. મને કંઇ ખબર નથી. હું બે દિવસથી બહાર છુ, આમાં શું તથ્ય છે તે ખબર નથી. બીટીપીમાં લોકશાહી છે.”
ચાલુ મીડિયા કાર્યક્રમમાં જ મહેશ વસાવાના આ નિવેદન પર જયારે રિપોર્ટરે છોટુ વસાવાની ટિપ્પણી લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહેશ વસાવાએ કોલ કટ કરી દીધો હતો. છોટુ વસાવાએ જણાવ્યું હતું કે BTP-JDU ગઠબંધન થઈને જ રહેશે. તેમણે આગળ ભાજપ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ કોંગ્રેસના કારણે જ તેમની અને મહેશ વસાવા વચ્ચે તડાં પડી રહ્યા છે.