Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયા'યુક્રેન મુદ્દે મતભેદને લઈને ટળી ભારત-રશિયાની મોટી બેઠક': PM મોદીની યાત્રા બાદ...

    ‘યુક્રેન મુદ્દે મતભેદને લઈને ટળી ભારત-રશિયાની મોટી બેઠક’: PM મોદીની યાત્રા બાદ થઈ રહ્યા હતા ભ્રામક દાવા, વિદેશ સચિવે જણાવી વાસ્તવિકતા

    વિદેશ સચિવે યુક્રેન મુદ્દે મતભેદના કારણે ભારત-રશિયાની બેઠક રદ થઈ હોવાના દાવાનું ખંડન કરતાં કહ્યું છે કે, "વડાપ્રધાનની મોસ્કો યાત્રા દરમિયાન કોઈપણ વિશેષ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો નથી." તેમણે વધુમાં કહ્યું કે, "આ દાવો મને ખરેખર આશ્ચર્યજનક લાગે છે. પરંતુ આ તથ્યાત્મક રીતે ખોટા અને ભ્રામક સમાચાર છે."

    - Advertisement -

    PM મોદીની રશિયા યાત્રા દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે અનેકવિધ ચર્ચાઓ થઈ હતી. PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે શિખર મંત્રણા પણ થઈ હતી. કહેવાય રહ્યું છે કે, તે સિવાય બંને નેતાઓ વચ્ચે એક પ્રતિનિધિમંડળ સ્તરની મોટી બેઠક થવાની હતી. પરંતુ કોઈ કારણસર ભારત-રશિયાની તે બેઠક થઈ શકી નહોતી. તેને લઈને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, કદાચ યુક્રેન મુદ્દે કથિત મતભેદને લઈને બંને નેતાઓની આ બેઠક રદ કરવામાં આવી છે. પરંતુ હવે આ દાવાનું ભારતે ખંડન કર્યું છે. વિદેશ સચિવે આ અંગેની વાસ્તવિકતા પણ જણાવી છે.

    ભારતે યુક્રેન મુદ્દે રશિયા સાથે મતભેદ હોવાના દાવાને ‘તથયાત્મક રીતે ખોટા’ ગણાવીને તેનું ખંડન કર્યું છે. દાવો કરવામાં આવી રહ્યો હતો કે, મતભેદોના કારણે રશિયા પ્રવાસ દરમિયાન PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થનારી પ્રતિનિધિમંડળ સ્તરની એક બેઠક રદ કરવામાં આવી હતી. હવે આ મામલે વિદેશ સચિવે વાસ્તવિકતા જણાવી છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાનની રશિયા યાત્રાને લઈને અનેક પ્રશ્નોના સુચારું જવાબ આપ્યા હતા.

    વિદેશ સચિવે યુક્રેન મુદ્દે મતભેદના કારણે ભારત-રશિયાની બેઠક રદ થઈ હોવાના દાવાનું ખંડન કરતાં કહ્યું છે કે, “જ્યાં સુધીની મને માહિતી છે, ત્યાં સુધી વડાપ્રધાનની મોસ્કો યાત્રા દરમિયાન કોઈપણ વિશેષ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો નથી.” તેમણે વધુમાં કહ્યું કે, “(મતભેદને લઈને મિટિંગ રદ થઈ હોવાનો દાવો) મને ખરેખર આશ્ચર્યજનક લાગે છે. પરંતુ આ તથ્યાત્મક રીતે ખોટા અને ભ્રામક સમાચાર છે. તેમાં કોઈ સત્યતા નથી.” તેમણે વડાપ્રધાનની યાત્રા વિશે કહ્યું કે, “ખરેખર તો વડાપ્રધાન મોદીની રશિયા યાત્રા ખૂબ સફળ રહી છે.” તેમણે કારણ જણાવતા કહ્યું કે, “વાસ્તવિકતા એ છે કે, PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થયેલી ચર્ચા બંને પક્ષો દ્વારા ફાળવામાં આવેલા સમય કરતાં પણ વધુ ચાલી હતી.”

    - Advertisement -

    મતભેદના દાવાનું રશિયાએ પણ કર્યું ખંડન

    વિદેશ સચિવના ખુલાસા પહેલાં રશિયાએ પણ આ દાવાનું ખંડન કર્યું હતું. રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવને ટાંકીને રશિયન ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિને મોસ્કોમાં યોજાયેલી શિખર મંત્રણા બેઠકમાં તમામ વિષયો પર ચર્ચા કરી લીધી હતી. તેમાં કોઈ મોટા બ્રેકઆઉટ સેશનની જરૂર નહોતી પડી અને તમામ મુદ્દાઓ કવર થઈ ગયા હતા. જ્યારે મીડિયા દ્વારા રશિયન અધિકારીઓને પૂછવામાં આવ્યું કે, વડાપ્રધાન મોદી અને પુતિન વચ્ચે કોઈ મોટી બેઠક કેમ ના થઈ. તેના જવાબમાં અધિકારીએ કહ્યું કે, “તેવું નથી કે, આ ઘટના પાછળ કોઈ સમસ્યા કે મતભેદ છે.”

    તેમણે વધુમાં કહ્યું, “બંને નેતાઓ વચ્ચે ત્રણ કલાકથી પણ વધુ સમય સુધી વાતચીત ચાલી હતી. જેમાં બંને પક્ષના પ્રભારી અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ ચૂકી હતી, બધા જ વિષયોને કવર કરી લેવામાં આવ્યા હતા. તેથી અન્ય કોઈ બેઠકની જરૂર જ નહોતી પડી.” આ ઉપરાંત રશિયન અધિકારીઓએ મીડિયાને વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની યાત્રાને લઈને પણ માહિતી આપી હતી. તેમણે બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીતના મુદ્દાઓ પણ જણાવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં