Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણક્યાંક ટોળાં ભેગાં કરવાની તો ક્યાંક માથે કફન બાંધવાની વાત....ચૂંટણી પરિણામો પહેલાં...

    ક્યાંક ટોળાં ભેગાં કરવાની તો ક્યાંક માથે કફન બાંધવાની વાત….ચૂંટણી પરિણામો પહેલાં INDI ગઠબંધનના નેતાઓના કાર્યકર્તાઓને ભડકાવવાના પ્રયાસ, ઉશ્કેરણીજનક વાતો કહી

    ચૂંટણી પંચે પણ સોમવારે પત્રકાર પરિષદ યોજીને જે મુજબ પારદર્શિતાની વાત કરી હતી તે મુજબ જ મતગણતરી કેન્દ્રો પર અધિકારીઓ અને પાર્ટી ઉમેદવારોના એજન્ટોની સામે મતગણતરી યોજવામાં આવી રહી છે. પણ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા જે માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તે ખરેખર ભયાવહ છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી માટે દેશભરમાં મતગણતરી શરૂ થઇ ચૂકી છે. થોડા જ કલાકોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કેન્દ્રીય ચૂંટણી પંચે પણ સોમવારે (3 જૂન, 2023) પત્રકાર પરિષદ યોજીને જે મુજબ પારદર્શિતાની વાત કરી હતી તે મુજબ જ મતગણતરી કેન્દ્રો પર અધિકારીઓ અને પાર્ટી ઉમેદવારોના એજન્ટોની સામે મતગણતરી યોજવામાં આવી રહી છે. પણ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા જે માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તે ખરેખર ભયાવહ છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી કે પછી INDI ગઠબંધનનો કોઈ પણ પક્ષ કેમ ન હોય, ક્યાંક ટોળાં ભેગા કરવાની તો ક્યાંક માથે કફન બાંધવાની વાતો કરવામાં આવી રહી છે.

    ફોન આવતાંની સાથે ‘જ્યાં જરૂર પડે ત્યાં’ કાર્યકર્તાઓ પહોંચે’: કોંગ્રેસ

    સૌથી પહેલાં કોંગ્રેસની વાત કરીએ. કોંગ્રેસ પાર્ટીએ સોમવારે (3 જૂન) એક પત્ર જાહેર કર્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું કે, કાર્યકર્તાઓએ ઘરે બેસીને ચૂંટણીનાં પરિણામો નથી જોવાનાં. તમામ લોકોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયો પણ હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ પ્રભારીઓને તમામ પ્રકારની તૈયારીઓ કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. પત્રમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં કોંગ્રેસનું મોનિટરિંગ સેલ 24 કલાક ખુલ્લું રહેશે. સાથે જ પત્રમાં 2 નંબર આપવામાં આવ્યા છે અને જનતાને કહેવામાં આવ્યું છે કે જ્યાં પણ શંકા લાગે ત્યાંની માહિતી તે નંબર દ્વારા આપવામાં આવે. મહત્વનું છે કે આ પત્રમાં તેવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે કાર્યકર્તાઓને ‘જ્યાં જરૂર પડે ત્યાં’ લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે.

    કરો યા મરો, બલિદાન માટે તૈયાર, માથા પર કફન: અખિલેશ યાદવ

    કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધનમાં રહેલી સમાજવાદી પાર્ટીના વર્તમાન કર્તાહર્તા અખિલેશ યાદવે પણ મતગણતરી પહેલા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. દેશની જનતા, ચૂંટણી પંચ, અને એજન્ટોની સામે મતગણતરી કરી રહેલા પંચના કર્મચારીઓ પર ભરોસો ન હોય તેમ તેમણે એક નિવેદનમાં કહ્યું કે, “જનતા આ વખતે ગાંધીજીને યાદ કરીને કરો યા મરો માટે આંદોલિત થઇ ગઈ છે, જનતા દેશ માટે બલિદાન આપવા તૈયાર છે. દેશનો યુવા માથા પર કફન બાંધીને કહી રહ્યો છે ‘મેરા રંગ દે બસંતી ચોલા.'”

    - Advertisement -

    કાર્યકર્તા માથે કફન બાંધીને આવે, મરવા માટે તૈયાર રહે: પપ્પુ યાદવ

    ક્યાંયથી ટિકિટ ન મળતાં બિહારના પૂર્ણિયાથી અપક્ષ લોકસભા ચૂંટણી લડી રહેલા પપ્પુ યાદવના સૂર પણ કંઈક આવા જ હતા. તેમણે પણ કાર્યકર્તાઓને ભડકાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “લોકતંત્રને બચાવવા બિહારના અમારા એક-એક કાર્યકર્તા મરવાની તૈયારી કરીને આવે. માથા પર કફન બાંધીને આવે. દરેક માથા પર કફન હશે. અમે પૂર્ણ સહયોગ આપવા માંગીએ છીએ, કાઉન્ટિંગ પારદર્શી રાખે. અન્યથા મરતો શું ન કરતો? બળજબરી લોકતંત્રની હત્યા થશે તો મહાભારતનો સંગ્રામ થશે.

    ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ અનેક વખત સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે ચૂંટણી એકદમ પારદર્શક પદ્ધતિથી યોજવામાં આવી છે અને ક્યાંય કોઇ પણ ખામી નથી. તેમ છતાં ચૂંટણીની શરૂઆતથી જ હાર ભાળી ગયેલા વિપક્ષો અનેક વખત ચૂંટણી પંચથી માંડીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવવાના અને લોકોને મૂંઝવણમાં નાખવાના પ્રયાસ કરતા રહ્યા છે. દરમ્યાન ચાલુ ચૂંટણીએ સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવ્યા, પરંતુ ત્યાંથી જ નિરાશા સાંપડી છે. બીજી તરફ, પહેલી જૂને એક્ઝિટ પોલ જાહેર થતાંની સાથે જ વિપક્ષોમાં હતાશા ફરી વળી હતી અને હવે દેશમાં માહોલ બગડવાના પ્રયાસો થઈ રહ્યા હોય તેમ જણાય રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં