Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘આર્ટિકલ 370ને અહીંના લોકો સાથે શું લાગે-વળગે?’: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના નિવેદન પર...

    ‘આર્ટિકલ 370ને અહીંના લોકો સાથે શું લાગે-વળગે?’: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના નિવેદન પર ગૃહમંત્રી શાહનો વળતો પ્રહાર, કહ્યું- આ માનસિકતા માટે ‘ઇટાલિયન કલ્ચર’ જવાબદાર

    ગૃહમંત્રીએ કહ્યું કે, “કોંગ્રેસને હું યાદ કરાવવા માંગું છું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને દરેક રાજ્ય અને દરેક નાગરિકને જમ્મુ-કાશ્મીર પર એટલો જ અધિકાર છે, જેટલો કાશ્મીરના લોકોનો ભારતના બાકીના ભાગ પર છે.”

    - Advertisement -

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજસ્થાનના જયપુરમાં પાર્ટીની એક સભા સંબોધતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવા જતાં એમ કહી દીધું હતું કે, આર્ટિકલ 370ને દેશના બાકીના ભાગના લોકો સાથે શું લાગે-વળગે છે? જેની ઉપર હવે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ બાબતને શરમજનક ગણાવી છે. 

    એક સભામાં બોલતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને કહ્યું કે, તેમણે રાજસ્થાનના ચુરુમાં એક ભાષણ આપ્યું. અહીં ખેડૂતોના મુદ્દાઓ ઘણા છે, ખેડૂતો પરેશાન છે, હજારો લોકો આત્મહત્યા કરીને મરી રહ્યા છે, તેમની વાત છોડીને અહીં આવીને કહી રહ્યા છે કે મેં 371 (ખડગેથી બોલવામાં ભૂલ થઈ છે, તેઓ આર્ટિકલ 370 વિશે વાત કરી રહ્યા હતા.) હટાવી દીધું.” 

    આગળ તેમણે કહ્યું, “તેનાથી અહીંના લોકોને શું લાગે-વળગે છે? ઠીક છે, તમે જઈને કાશ્મીરમાં બોલો. જમ્મુમાં બોલો, પરંતુ અહીં ખેડૂતો માટે તમે શું કર્યું તે જણાવો.”

    - Advertisement -

    અમિત શાહે કર્યો વળતો પ્રહાર

    મલ્લિકાર્જુન ખડગેએ આર્ટિકલ 370ને લઈને કરેલા આ નિવેદન બાદ ગૃહ મંત્રી અમિત શાહે X પર એક પોસ્ટ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટીનું ‘કાશ્મીર સે ક્યા વાસ્તા હૈ’ પૂછવું શરમજનક છે.” આગળ તેમણે કહ્યું કે, “કોંગ્રેસને હું યાદ કરાવવા માંગું છું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને દરેક રાજ્ય અને દરેક નાગરિકને જમ્મુ-કાશ્મીર પર એટલો જ અધિકાર છે, જેટલો કાશ્મીરના લોકોનો ભારતના બાકીના ભાગ પર છે.”

    આગળ ગૃહમંત્રીએ લખ્યું કે, “કોંગ્રેસ એ પણ નથી જાણતી કે રાજસ્થાનના સપૂતોએ કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષા જળવાય રહે તે માટે બલિદાનો આપ્યાં છે. પરંતુ આ કોંગ્રેસના નેતાઓની ખામી નથી, આ પાર્ટીનું ઇટાલિયન કલ્ચર છે, જે ભારતને સમજી શકતું નથી.” તેમણે કહ્યું કે, “આ પ્રકારનાં નિવેદનો ભારતની એકતા અને અખંડિતતા માટે સમર્પિત દરેક દેશભક્ત નાગરિકને પીડા પહોંચાડશે. લોકો કોંગ્રેસને જરૂરથી જવાબ આપશે. 

    આગળ તેમણે કહ્યું કે, કોંગ્રેસની જાણકારી માટે, આર્ટિકલ 371 નહીં પરંતુ આર્ટિકલ 370, જે મોદી સરકારે હટાવી દીધો છે. તેમણે કટાક્ષ કરતાં આગળ કહ્યું કે, “કોંગ્રેસ પાસેથી આવી જ ભયાનક ભૂલોની આશા રાખી શકાય. તેમણે કરેલી અમુક ભૂલોનાં પરિણામો દેશ આજે પણ ભોગવી રહ્યો છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં