Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'દિશાહીન' કોંગ્રેસને ચૂંટણી પહેલા મોટો ઝટકો: વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આપ્યું રાજીનામુ;...

    ‘દિશાહીન’ કોંગ્રેસને ચૂંટણી પહેલા મોટો ઝટકો: વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આપ્યું રાજીનામુ; સૌરાષ્ટ્રભરમાં થશે અસર

    આગામી 11 ઓક્ટોબરે PM મોદીની હાજરીમાં કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઑએ જોર પકડયું હતું, તેવામાં હર્ષદ રિબડિયાનું રાજીનામું પડતાં હજુ પણ વધારે ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે તેવી આશંકા મજબૂત થઇ રહી છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એક અગત્યના ઘટનાક્રમમાં મંગળવારે (5 ઓક્ટોબર) 87-વીસાવદર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું હતું. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો.

    નોંધનીય ચ એકે હર્ષદ રિબડિયા કોંગ્રેસના તથા સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. આ પહેલા પણ રિબડિયા સહીત ઘણા ધારાસભ્યો કોંગ્રેસ છોડી શકે છે તેવા અહેવાલો ઘણી વાર ફરતા થયા હતા. પરંતુ હવે જયારે હર્ષદ રિબડિયા રાજીનામુ આપી ચુક્યા છે ત્યારે એ આશંકા પણ છે કે નજીકના ભવિષ્યમાં કોંગ્રેસના વધુ નેતાઓ-ધારાસભ્યો પણ રાજીનામુ આપી શકે છે.

    રિબડિયાએ કહ્યું કે આ અંતરાત્માનો અવાજ છે

    હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું, “મે ગદ્દારી નથી કરી, કોંગ્રેસ પક્ષ દિશાહિન પક્ષ બની ગયો છે, રાજસ્થાનમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે, ધારાસભ્ય પદની સાથે કોંગ્રેસથી પણ રાજીનામુ આપુ છું. મત વિસ્તારના લોકોને પૂછીને આગળ નિર્ણય જાહેર કરીશ. કોંગ્રેસમાં એકલા હાથે લડવું પડે,ક્યાંય કોઇ મદદ ન મળે અમને.”

    - Advertisement -

    “વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં છે,પદયાત્રા દક્ષિણ ભારતમાં યોજે છે. પદયાત્રાની જરૂર ગુજરાતમાં છે. પ્રભારી રાજસ્થાનથી મુકાયા હતા ત્યાં સ્થિતી બગડી. પ્રભારીઓ ગુજરાતથી રાજસ્થાન ચાલ્યા ગયા છે. કોંગ્રેસ સાવ દિશાહીન થઇ ગઇ છે. હું હજુ કોઇ પક્ષ સાથે નથી જોડાયો, મેં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. મારા વિસ્તારના આગેવાન, મતદારને પુછવાનું છે. છેવાડાની વ્યક્તિનો અવાજ બને તે પક્ષ સાથે હું જોડાઇશ. પક્ષ છોડવું તે ગદ્દારી નથી. મારા વિસ્તારના લોકોને પૂછીને નિર્ણય કર્યો છે. આ મારા અંતરઆત્માનો અવાજ છે.” રિબડિયાએ જણાવ્યું હતું.

    ભાજપમાં જોડાવાની અટકળો

    અહેવાલો મુજબ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ હવે હર્ષદ રિબડિયાની ભાજપમાં જોડાવાની અટકળોને વેગ મળ્યો છે. આગામી 11 ઓક્ટોબરે PM મોદીની હાજરીમાં કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઑએ જોર પકડયું હતું, તેવામાં હર્ષદ રિબડિયાનું રાજીનામું પડતાં હજુ પણ વધારે ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે તેવી આશંકા મજબૂત થઇ રહી છે.

    પ્રધાનમંત્રી મોદીની જામકંડોરણામાં યોજાનારી જાહેરસભામાં હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાઇ જશે તેવા સોગઠાં ગોઠવાઈ ગયા હોવાના અહેવાલ છે. કારણ કે ભાજપમાં જોડાવા ઇચ્છુક ધારાસભ્યોએ પણ વડાપ્રધાનની હાજરીમાં કેસરિયો પહેરી પોતાનું પ્રભુત્વ દર્શાવવાની વાત મૂકી હોવાની ચર્ચા ચાલી રહી છે.

    અન્ય કેટલાક નામો જે ભવિષ્યમાં કોંગ્રેસમાં ના પણ હોય

    જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે તે મુજબ હજુ કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે. જેમાં જામજોધપુરના ધારાસભ્યો ચિરાગ કાલરીયા, જંબુસરના સંજયભાઈ સોલંકી, પાલનપુરના મહેશ પટેલ, જાલોદના ભાવેશ કટારા અને ધોરાજીના લલિત વસોયાની ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે થોડી કલાકો પહેલા લલિત વસોયાએ નિવેદન પણ આપ્યું હતું કે હું કોંગ્રેસમાં જ છું, ભાજપમાં જોડાવાનો નથી.

    નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક કેટલાય નેતાઓએ રાજીનામાં ધરી દીધા છે. જેમાં ઘણા ધારાસભ્યોના નામ પણ છે.

    છેલ્લી વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસને છોડી ચુકેલ ધારાસભ્યો

    ધારાસભ્યબેઠક
    કુંવરજી બાવળિયાજસદણ
    જે.વી કાકડિયાધારી
    જવાહર ચાવડામાણાવદર
    મંગળ ગાવિતડાંગ
    જીતુ ચૌધરીકપરડા
    પરસોત્તમ સાબરિયાધ્રાંગધ્રા
    અલ્પેશ ઠાકોરરાધનપુર
    પ્રવિણ મારુગઢડા
    બ્રિજેશ મેરજામોરબી
    સોમાભાઈ પટેલલીંબડી
    આશાબેન પટેલઊંઝા
    પદ્યુમનસિંહ જાડેજાઅબડાસા
    અક્ષય પટેલકરજણ
    અશ્વિન કોટવાલખેડબ્રહ્મા
    ધવલસિંહ ઝાલાબાયડ
    2017 ચૂંટણી બાદ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર ધારાસભ્યો

    હવે જોવાનું એ રહેશે કે સૌરાષ્ટ્રના આ મોટા નેતાનું કોંગ્રેસ છોડવું એ આગામી વિધાનસભા ચૂંટણીમાં કંઈક નવું કરવા જવાબદાર બનશે કે નહિ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં