Friday, October 4, 2024
More
    હોમપેજરાજકારણગુજરાતના 6 કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે: 7 ધારાસભ્યોએ NDAના રાષ્ટ્રપતિ...

    ગુજરાતના 6 કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે: 7 ધારાસભ્યોએ NDAના રાષ્ટ્રપતિ ઉમેદવારને આપ્યો હતો મત

    આગામી 16 તારીખે (16 ઓગસ્ટ) રાજસ્થાનના સીએમ તથા કોંગ્રેસનેતા અશોક ગેહલોત ગુજરાત પ્રવાસે આવવાના છે. સંભાવના છે કે આ ધારાસભ્યો આ જ સમયગાળામાં ભાજપમાં જોડાઈ શકે છે.

    - Advertisement -

    18 જૂન 2022ના રોજ યોજાયેલ રાષ્ટ્ર્રપતિ ચૂંટણીમાં કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ભાજપ સમર્થિત NDAના રાષ્ટ્રપતિ ઉમેદવાર દૌપદી મુર્મૂને પોતાનો માટે આપ્યો હતો. જે બાદ હવે સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.

    અહેવાલો અનુસાર કોંગ્રેસના આ 6 ધારાસભ્યોએ ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે ગુપ્ત રીતે મુલાકાત કરી હતી. આગામી 16 તારીખે (16 ઓગસ્ટ) રાજસ્થાનના સીએમ તથા કોંગ્રેસનેતા અશોક ગેહલોત ગુજરાત પ્રવાસે આવવાના છે. સંભાવના છે કે આ ધારાસભ્યો આ જ સમયગાળામાં ભાજપમાં જોડાઈ શકે છે.

    અહેવાલોનું માનીએ તો કોંગ્રેસના આ 6 ધારાસભ્યો નીચે મુજબ છે;

    - Advertisement -
    1. લલિત વસોયા – ધોરાજી
    2. ચિરાગ કલરિયા – જામજોધપુર
    3. સંજય સોલંકી – જંબુસર
    4. મહેશ પટેલ – પાલનપુર
    5. હર્ષદ રીબડીયા – વિસાવદર અને
    6. ભાવેશ કટારા – ઝાલોદ

    રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કર્યું હતું ક્રોસ વોટિંગ

    તાજેતરમાં યોજાયેલ દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ સમર્થિત NDAએ આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂને પોતાના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા. સામે મહાગઠબંધને યશવંત સિન્હાને ઉમેદવાર બનાવ્યા હતા. 18 જૂનના રોજ યોજાયેલ ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના કુલ 64 ધારાસભ્યોમાંથી તેમના રાષ્ટ્રપતિ ઉમેદવારને માત્ર 57 માટે મળ્યા હતા.

    ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસી ધારાસભ્યો કે જેમને ભાજપમાં સમર્થનમાં વોટ કાર્ય હતા તેમની ઓળખ ગુપ્ત વોટિંગના પ્રાવધાનના કારણે તે સમયે તો નહોતી થઇ શકી પરંતુ હવે જયારે ભાજપમાં જોડાવાવાળા ધારાસભ્યોના નામ સામે આવ્યા છે તો શક્યતા છે કે તે 7માંથી 6 ધારાસભ્યો આ જ હશે.

    આ પહેલા આ મહિને જ કોંગ્રેસના બે પૂર્વ દિગ્ગજ નેતાઓ ભાજપનો ખેસ ધારણ કરે તે પહેલા બંને નેતાઓએ દિલ્લીમાં PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા નરેશ રાવલ અને રાજુભાઈ પરમાર 17 ઓગસ્ટના રોજ કેસરીયો કરવા જઈ રહ્યા છે.

    આ સિવાય ગુજરાત કોંગ્રેસના અનેક નાના મોટા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ચુક્યા છે. આ લિસ્ટમાં યુવા નેતાઓની સંખ્યા પણ ખુબ મોટી છે. હાલ જોવા જઈએ તો ગુજરાત કોંગ્રેસ તદ્દન યુવાવિહીન બની ચુકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં