આજ કાલ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની તકલીફો ઓછી થવાનું નામ નથી લઇ રહી. આપ નેતાનો હિંદુદ્વેષ અને તેમના અણગઢ નિવેદનો તેમને હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રાખતા હોય છે. આપ નેતાને આગામી 13 તારીખે રાષ્ટ્રીય મહિલા આયોગે હાજર થવાનું સમન્સ પાઠવ્યુ છે. એ બાદ આજે તેમનો એક બીજો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે, જે તેમનો હિન્દૂ ધર્મ પ્રત્યેનો દ્વેષ છતો કરે છે.
AAP Gujarat President @Gopal_Italia insulting Hindu Temples. pic.twitter.com/eZriVX87zz
— Ankur Singh (@iAnkurSingh) October 11, 2022
ટ્વીટર પર વાઇરલ થઇ રહેલા વિડીયોમાં ગોપાલ ઇટાલિયા હાથમાં એક પુસ્તક લઈને મહિલાઓને સંબોધતા જોવા મળી રહ્યા છે. પોતાના વિડીયોમાં તેઓ બોલતા સંભળાઈ રહ્યા છે કે “હે મારી માતાઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ.., કથાઓ કે મંદિરોમાં તમારું કાંઈ વળવાનું છે નહિ, એ શોષણના ઘર છે.”
ઇટાલિયા આટલે અટકતા નથી અને આગળ કહેતા સંભળાય છે, “જો તમને તમારો અધિકાર જોઈતો હોય, આ દેશ પર શાસન કરવું હોય, સમાન દરજ્જો જોઈતો હોય તો કથાઓ અને મંદિરોમાં જઈને નાચવાના બદલે આ વાંચો.”
આ વાઇરલ વિડીયો 2018નો જણાવવામાં આવી રહ્યો છે અને @iAnkurSingh એ મુક્યો છે. વિડીયોમાં આપ નેતાનો હિંદુદ્વેષ ઉડીને આંખે વળગી રહ્યો છે.
મંદિરોના દાનને ગણાવ્યો હરામનો પૈસો
વાઇરલ થઇ રહેલા આ જ વિડીયોના આગળના ભાગમાં પણ આપ નેતાનો હિંદુદ્વેષ દ્રશ્યમાન થઇ રહ્યો છે. અહીં તે હવે મંદિરો અને કથાઓમાં મળતા દાન વિષે ગમે તેમ વાત કરી રહ્યા છે.
AAP loves Waqf, Hates hindu temples. pic.twitter.com/SyZ2QhgpBE
— Ankur Singh (@iAnkurSingh) October 11, 2022
ઇટાલિયા કહેતા સંભળાય છે કે, “ગમે તેમ કરીને પૈસા લાવો, મંદિરમાં નાખો અથવા કથામાં આપો તો વેલકમ. હરામના પૈસા હોય, કોઈના લૂંટના પૈસા હોય કે દારૂ વેચવાના પૈસા હોય.., અહીંયા બધું ચાલશે.”
હિંદુદ્વેષી આપ નેતા હવે મત માટે ફરી રહ્યા છે મંદિર મંદિર
નોંધનીય છે કે આ પહેલા પણ આપ નેતા ગોપાલ ઇટાલિયાના આવા અનેક વિડીયો વાઇરલ થયા છે જેમાં તેમનો હિંદુદ્વેષ છતો થતો હોય છે. પરંતુ હવે જયારે ગુજરાતમાં ચૂંટણી આવી છે ત્યારે આ જ હિંદુદ્વેષી આપ નેતા મતની લાલશાએ મંદિર મંદિર ભટકતા જોવા મળી રહ્યા છે.
SOMNATH મંદિર બહાર AAP નેતા ગોપાલ ઇટાલિયા-ઇસુદાન ગઢવીનો વિરોધ થતા ભાગવું પડ્યું, ત્યાર બાદ બ્રહ્મસમાજ સહિત સમગ્ર હિન્દુ સમાજની માફી માંગવી પડી@collectorgirsom @SP_GirSomnath #Somnath @AAPGujarat #Gujarat #Brahmsamaj #Hindus #AAPhttps://t.co/YoJVV1oXte
— Zee 24 Kalak (@Zee24Kalak) June 28, 2021
આ વર્ષે જૂન મહિનામાં જયારે મંદિરોને શોષણનો અડ્ડો કહેવાવાળા ગોપાલ ઇટાલિયા પોતાની પાર્ટીના પ્રચાર અર્થે ગુજરાતના સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે હિન્દૂ સમાજે તેમનો ખુબ વિરોધ કર્યો હતો. બાદમાં તેમને પોતાના સાથીદાર ઈસુદાન ગઢવી સાથે ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું.