Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવા થશે પોલીસ સમક્ષ હાજર- અહેવાલોનો દાવો: છેલ્લા એક...

    ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવા થશે પોલીસ સમક્ષ હાજર- અહેવાલોનો દાવો: છેલ્લા એક મહિનાથી છે ફરાર AAP નેતા, કોર્ટે ફગાવ્યા છે જામીન

    વનકર્મીઓને માર મારવા અને ફાયરીંગ કરવા બાબતે પોલીસ દ્વારા IPCની કલમ 386 સાથે રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો, એક્સટોર્શન (ખંડણી) અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ AAP નેતા ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો નોધવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેમના પત્ની અને પીએની પણ ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -

    ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીઓને ઘરે બોલાવી હાથાપાઈ કરવા અને હવામાં ફાયરીંગ કરવાના મામલે ઘણા સમયથી ફરાર છે. પોલીસ સતત તેમની શોધ કરી રહી છે ત્યારે હવે માહિતી મળી રહી છે કે ભાગેડુ AAP નેતા ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવા જઈ છે.

    અહેવાલો પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતા અને નર્મદા જિલ્લામાંથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે પોલીસ સમક્ષ સરેન્ડર કરે તેવી શક્યતા છે. AAP નેતા ચૈતર વસાવા દ્વારા સેસન્સ કોર્ટથી લઇ હાઈકોર્ટ સુધી આગોતરા જામીન માટે અરજીઓ કરવામાં હતી, પરંતુ કોર્ટે ગંભીર વલણ દાખવતા જામીનની તમામ અરજીઓ ફગાવી હતી. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસવાને બચવાનો બીજો કોઈ રસ્તો ન દેખાતા હવે તેઓ જાતે પોલીસ સમક્ષ હાજર થવાના છે. છેલ્લા એક મહિનાથી ભાગતા ફરતા અને ભૂગર્ભમાં ઉતરેલા આપનેતા ચૈતર વસાવા હવે ફરી ચર્ચામાં આવ્યા છે.

    વનકર્મીઓઓને ઘરે બોલાવી માર્યા, હવામાં કર્યું હતું ફાયરીંગ

    જે મામલે AAP નેતા ચૈતર વસાવા ફરાર હતા એ સમગ્ર ઘટના એમ હતી કે વન વિભાગે AAP નેતા ચૈતર વસાવા વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી. જેમાં MLA પર વન વિભાગના કર્મચારીને ઘરે બોલાવીને ધાકધમકી આપીને મારપીટ કરવાનો આરોપ હતો. જેને લઈને FIR દાખલ કર્યા બાદ પોલીસે તેમની પત્ની, PA અને એક અન્ય વ્યક્તિની ધરપકડ કરી હતી અને ત્યારબાદથી જ ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

    - Advertisement -

    કોર્ટે તમામ જામીન અરજીઓ ફગાવી

    વનકર્મીઓને માર મારવા અને ફાયરીંગ કરવા બાબતે પોલીસ દ્વારા IPCની કલમ 386 સાથે રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો, એક્સટોર્શન (ખંડણી) અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ AAP નેતા ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો નોધવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેમના પત્ની અને પીએની પણ ધરપકડ કરવામાં આવી હતી.

    ફરાર થાય બાદ પત્ની અને PA માટે નિયમિત જામીન તેમજ ધારાસભ્યએ આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જોકે તે સમયે સેસન્સ કોર્ટે ચૈતર વસાવાની તમામ જામીન અરજીઓ ફગાવી દીધી હતી. ત્યારબાદ ચૈતર વસાવાએ આગોતરા જામીન મેળવવા હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ હાઇકોર્ટે પણ આપ ધારાસભ્યના આગોતરા જામીન ફગાવી દીધા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં