Wednesday, May 1, 2024
More
    હોમપેજક્રાઈમઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ: 8 કલાકની સઘન પૂછપરછ બાદ કરવામાં...

    ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ: 8 કલાકની સઘન પૂછપરછ બાદ કરવામાં આવી કાર્યવાહી: હવે ED કોર્ટ સમક્ષ કરશે રજૂ

    હેમત સોરેનની ધરપકડ થઈ તે દરમિયાન મુખ્યમંત્રી આવાસ, રાજભવન અને ED ઓફિસના 100 મીટરના દાયરામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. જ્યારે ધરપકડ બાદ તેમને ED ઓફિસ લઈ જવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ઝારખંડ મુક્તિ મોરચાના (JMS) નેતા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની બુધવારે (31 જાન્યુઆરી) મોડી રાત્રે ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ EDએ મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરી છે. તેમની ધરપકડ કથિત જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગ મામલે થઈ છે. ધરપકડ પહેલાં EDએ 8 કલાક સુધી તેમની સઘન પૂછપરછ કરી હતી. જે વચ્ચે જ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ રાત્રે 10 વાગ્યાની આસપાસ EDએ તેમની ધરપકડ કરી છે. તે દરમિયાન પ્રશાસન તરફથી શાંતિ જાળવવાના ભાગરૂપે કલમ 144 લાગુ કરવામાં આવી હતી. હવે સોરેનને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

    બુધવારે (31 જાન્યુઆરી) મોડી રાત્રે સઘન પૂછપરછ બાદ ED દ્વારા હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે (1 ફેબ્રુઆરી) તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. હેમંત સોરેન રાજ્યના એવા ત્રીજા મુખ્યમંત્રી બન્યા છે, જેની ધરપકડ કરવામાં આવી હોય. આ પહેલાં તેમના પિતા શિબૂ સોરેન અને મધુ કોડાની પણ ધરપકડ કરવામાં આવી હતી. હેમંત સોરેને 29 ડિસેમ્બર, 2019ના રોજ મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. EDએ ધરપકડ પહેલાં લગભગ 8 કલાક તેમની પૂછપરછ કરી હતી. ધરપકડ કરાયા બાદ તેમને ED ઓફિસ પર લઈ જવામાં આવ્યા હતા.

    ધરપકડ દરમિયાન લાગુ કરાઈ કલમ 144

    હેમત સોરેનની ધરપકડ થઈ તે દરમિયાન મુખ્યમંત્રી આવાસ, રાજભવન અને ED ઓફિસના 100 મીટરના દાયરામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. જ્યારે ધરપકડ બાદ તેમને ED ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રાત્રે 11 વાગ્યાની આસપાસ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ પહોંચી હતી અને જે બાદ સોરેનનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે જ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન તેમના પુત્રની સાથે હેમંત સોરેનને મળવા માટે ED ઓફિસ પહોંચ્યા હતા.

    - Advertisement -

    સોરેનને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે

    ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમત સોરેન માટે ગુરુવારનો (1 ફેબ્રુઆરી) દિવસ ખૂબ ભારે માનવામાં આવી રહ્યો છે. જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ગુરુવારે (1 ફેબ્રુઆરી) તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જ્યારે બીજી તરફ ચંપઈ સોરેનને મુખ્યમંત્રી બનાવવા માટેની કવાયત પણ તેજ કરી દેવામાં આવી છે. રાજ્યપાલ રાધાકૃષ્ણન ગુરુવારે (1 ફેબ્રુઆરી) શપથ ગ્રહણ કરાવી શકે છે તેવી અટકળો વહેતી થઈ છે.

    નોંધનીય છે કે, ED દ્વારા ધરપકડ કરાયા બાદ હેમંત સોરેને હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિરુદ્ધ અરજી દાખલ કરી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને જસ્ટિસ અનુભા રાવત ચૌધરીની પીઠ ગુરુવારે (1 ફેબ્રુઆરી) તેમની અરજી પણ સુનાવણી કરવાના છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં