Monday, October 7, 2024
More
    હોમપેજરાજકારણઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું રાજીનામું, જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરી શકે ED:...

    ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું રાજીનામું, જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરી શકે ED: ચંપઈ સોરેન બનશે રાજ્યના નવા CM

    EDની ટીમ બપોરે 1:30 વાગ્યે હેમંત સોરેનના નિવાસસ્થાને પહોંચી હતી. ત્યારથી સતત પૂછપરછ ચાલી રહી હતી. 7 અધિકારીઓની ટીમ કાર્યવાહી કરી રહી છે. તેમની સાથે મોટી સંખ્યામાં સુરક્ષાબળ પણ તહેનાત કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પદ પરથી રાજીનામું ધરી દીધું છે. તેમણે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે જમીન કૌભાંડ કેસમાં એજન્સી ED તેમની પૂછપરછ કરી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે તેમની ધરપકડ પણ થશે. બુધવારે (31 જાન્યુઆરી, 2024) બપોરે EDના અધિકારીઓ પૂછપરછ માટે CM આવાસ પર પહોંચ્યા હતા અને ત્યારથી સતત પૂછપરછ ચાલી રહી હતી. આખરે રાત્રે 8:30 આસપાસ સોરેન રાજભવન પહોંચ્યા અને રાજીનામું ધરી દીધું હતું. તેમના સ્થાને ઝારખંડ મુક્તિ મોરચાના નેતા ચંપઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે તેમ જણાવવામાં આવી રહ્યું છે.

    હેમંત સોરેનની પૂછપરછ વચ્ચે તેમની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્યો રાજભવન પહોંચ્યા હતા. તેમણે ચંપઈ સોરેનને ધારાસભ્યોના નેતા ચૂંટવામાં આવ્યા હોવાનું રાજ્યપાલને જણાવીને તેમનો શપથગ્રહણ સમારોહ યોજવા માટે રજૂઆત કરી હતી. હજુ સુધી પુષ્ટિ થઈ નથી કે ચંપઈ સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે થશે કે નહીં.

    EDની ટીમ બપોરે 1:30 વાગ્યે હેમંત સોરેનના નિવાસસ્થાને પહોંચી હતી. ત્યારથી સતત પૂછપરછ ચાલી રહી હતી. 7 અધિકારીઓની ટીમ કાર્યવાહી કરી રહી છે. તેમની સાથે મોટી સંખ્યામાં સુરક્ષાબળ પણ તહેનાત કરવામાં આવ્યું હતું. ધરપકડ પહેલાં રાજ્ય પોલીસ વડા અને મુખ્ય સચિવ પણ CM આવાસ પહોંચી ગયા હતા. 

    - Advertisement -

    જમીન કૌભાંડ કેસમાં થઈ રહી છે કાર્યવાહી

    આ કાર્યવાહી જમીન કૌભાંડ કેસમાં કરવામાં આવી રહી છે. પૂછપરછ પહેલાં ED તેમને 10 સમન પાઠવી ચૂકી, પરંતુ દર વખતે તેઓ નકારતા રહ્યા. આખરે 20 જાન્યુઆરીએ એજન્સીના અધિકારીઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પૂછપરછ કરી હતી. ત્યારબાદ 22 જાન્યુઆરીએ EDએ 9મી વખત સમન પાઠવીને 27થી 31 જાન્યુઆરી વચ્ચે પૂછપરછ માટે હાજર રહેવા માટે જણાવ્યું હતું. 

    દરમ્યાન, રવિવારે હેમંત સોરેન અચાનક દિલ્હી પહોંચ્યા હતા. 2 દિવસ બાદ મંગળ 40 કલાક બાદ દિલ્હીથી રાંચી પહોંચ્યા હતા. આ યાત્રા તેમણે સડકમાર્ગે કરી હતી. રાંચી પરત ફર્યા બાદ તેમણે ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમનાં પત્ની કલ્પના સોરેન પણ હાજર રહ્યાં. જોકે, તેઓ ધારાસભ્ય નથી. સોરેનની પાર્ટી JMMનું કહેવું છે કે આ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. 

    રિપોર્ટ્સ અનુસાર, બેઠકમાં ધારાસભ્યોએ હેમંત સરકાર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરીને સમર્થન પત્ર પર હસ્તાક્ષર પણ કર્યા હતા. અટકળો એવી પણ વહેતી થઈ કે હેમંત સોરેનની ધરપકડની સ્થિતિમાં તેમની પત્ની કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે. 

    હેમંત સોરેને ED અધિકારીઓ સામે જ નોંધાવી ફરિયાદ

    નોંધવું જોઈએ કે આ ઘટનાક્રમોની વચ્ચે બુધવારે (31 જાન્યુઆરી) હેમંત સોરેને ED અધિકારીઓ હેઠળ ST/SC એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે કહ્યું કે, એજન્સીના અધિકારીઓએ 30 જાન્યુઆરીએ તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા, જેનાથી તેમને અને તેમના સમુદાયને પરેશાન કરવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું. 

    તેમણે એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે, અધિકારીઓએ જાણકારી લિક કરી હતી કે તેમના નિવાસસ્થાનેથી એક BMW કાર જપ્ત કરવામાં આવી, જે તેમની માલિકીની છે, અને કૅશ પણ મળી આવી છે. પરંતુ તેઓ કારના માલિક નથી અને પોતાની પાસે કોઇ ગેરકાયદેસર રકમ પણ નથી. એવો પણ આરોપ લગાવ્યો કે, EDની કાર્યવાહી તેમને સાર્વજનિક રીતે અપમાનિત કરવા માટે કરવામાં આવી હતી અને આ અધિકારીઓના કારણે તેમને અને તેમાના પરિવારને અત્યાધિક માનસિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક ક્ષતિ થઈ છે, જેથી પોલીસ એજન્સીના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં