Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસીઓ નીકળ્યા હતા 'ન્યાય યાત્રા' લઈને, પણ જાતે જ નિયમો તોડ્યા: આસામમાં...

    કોંગ્રેસીઓ નીકળ્યા હતા ‘ન્યાય યાત્રા’ લઈને, પણ જાતે જ નિયમો તોડ્યા: આસામમાં FIR દાખલ, તંત્રના આદેશોના ઉલ્લંઘનનો આરોપ

    આ ઘટનામાં પોલીસ પ્રશાસન પોતે ફરિયાદી બન્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર જોરહાટ પોલીસે પોતે જ સંજ્ઞાન લઈને યાત્રા અને તેના આયોજક વિરુદ્ધ FIR દાખલ કરી છે.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જ્યારે પણ કશું નવું કરવાનો પ્રયત્ન કરવા જાય ત્યારે-ત્યારે તેમની સાથે કોઈ નવાજૂની થઇ જ જાય છે. છેલ્લા કેટલાક સમયમાં અનેકવાર કાયદાકીય આંટીઘૂટીનો સામનો કરી ચૂકેલા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ વિરુદ્ધ હવે આસામમાં FIR દાખલ કરવામાં આવી છે. આ FIRમાં ફરિયાદી પક્ષે આસામ પોલીસ પોતે છે. કહેવામાં આવી રહ્યું છે કે અંતિમ સમયે યાત્રાનો રૂટ બદલીને અફરાતફરીનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. આ ફેરફારથી મચેલી ભાગદોડમાં કેટલાક લોકો જમીન પર પટકાયા પણ હતા.

    પોલીસે જણાવ્યું કે, યાત્રાનો જે રૂટ નક્કી કરવામાં આવ્યો હતો, તેને સ્થાને યાત્રા બીજા જ માર્ગે ફંટાઈ ગઈ અને જોરહાટ નગરમાં પ્રવેશી હતી. જેની પરવાનગી તંત્રે આપી ન હતી. જેના કારણે જોરહાટ શહેરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, “યાત્રાને કેબી રોડ પર થઈને પસાર થવાની પરવાનગી આપવામાં આવી હતી. આ પરવાનગીને નેવે મૂકીને આયોજકો યાત્રાને અલગ રૂટ પર લઈ ગયા અને આ કારણે આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. યાત્રાનો રૂટ અચાનક બદલાવાના કારણે એકદમ ઉમટી પડેલી ભીડથી ભાગદોડ જેવી સ્થિતિનું નિર્માણ ઉભું થયું હતું.” આ ઘટનામાં કેટલાક લોકો જમીન પર પણ પટકાયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

    અહેવાલમાં જણાવ્યા અનુસાર આ ઘટનામાં પોલીસ પ્રશાસન પોતે ફરિયાદી બન્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર જોરહાટ પોલીસે પોતે જ સંજ્ઞાન લઈને યાત્રા અને તેના આયોજક વિરુદ્ધ FIR દાખલ કરાવવામાં આવી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે યાત્રાના આયોજકોએ જિલ્લા પ્રશાસન માનદંડોનું પાલન નહીં કરીને સુરક્ષા માનદંડોનું ઉલ્લંઘન કર્યું છે.

    - Advertisement -

    પોતાની ભૂલનું ઠીકરું આસામ સરકાર પર ફોડવાનો પ્રયાસ કરતું કોંગ્રેસ

    યાત્રાનો રૂટ ફંટાવીને પ્રશાસનના નિયમોનું પાલન ન કર્યા બાદ કોંગ્રેસ પાર્ટી આસામની ભાજપ સરકાર પર ઠીકરું ફોડી રહી છે. કોંગ્રેસી નેતા દેબબ્રત સૈકિયાએ આ મામલે કહ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા વિરુદ્ધ આસામમાં FIR દાખલ કરવાનું કારણ બિનજરૂરી અવરોધ ઉભા કરવાનું છે. નિર્ધારિત રૂટ બદલવા પર તેમણે દલીલ આપી હતી કે, “માર્ગ પરિવર્તન માટે પોલીસ હાજર નહોતી અને જે માર્ગ નિર્ધારિત હતો તે સાંકડો હતો. અમારી સાથે વધુ લોકો હોવાના કારણે અમે તેમને અન્ય રૂટ પર લઈ ગયા. અમારી યાત્રાની સફળતા જોઇને સરકાર ડરી ગઈ છે અને તેઓ આ યાત્રાની સફળતાને પાટેથી ઉતારી દેવા માંગે છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં