Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતકોંગ્રેસનો ગઢ ગણાતું મહેસાણાનું આખું તરભ ગામ ભાજપમાં જોડાયું: પૂર્વ વિપક્ષી આગેવાનો...

    કોંગ્રેસનો ગઢ ગણાતું મહેસાણાનું આખું તરભ ગામ ભાજપમાં જોડાયું: પૂર્વ વિપક્ષી આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ કર્યા કેસરિયા, PM મોદીએ લીધી હતી મુલાકાત

    વડાપ્રધાન મોદીના જનલક્ષી વિકાસ કાર્યોથી પ્રેરાઈને ગ્રામીણો ભાજપમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. તરભ ગામના પૂર્વ સરપંચથી લઈને ગામના અનેક કોંગ્રેસી આગેવાનોએ પણ કેસરિયા કરી લીધા છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીને લઈને હવે કવાયત તેજ થઈ ગઈ છે. દેશની સાથે ગુજરાતમાં પણ રાજકીય હલચલ જોવા મળી રહી છે. તેવામાં ભાજપનો ભરતી મેળો પણ અલગ જ ઊંચાઈએ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દિનપ્રતિદિન વિપક્ષોની હાલત કફોડી બનતી જોઈ શકાય છે. હવે એ જાણવા મળી રહ્યું છે કે, કોંગ્રેસનું ગઢ ગણાતું મહેસાણાનું આખું તરભ ગામ ભાજપમાં જોડાયું છે. મહેસાણાના વિસનગર તાલુકામાં સ્થિત તરભ ગામમાં કેસરીયો છવાયો છે. ગુજરાતના રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મોટી સંખ્યામાં ગ્રામજનોએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે.

    મહેસાણાનું તરભ ગામ કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતું હતું. ગામના મોટા ભાગના લોકો કોંગ્રેસ સમર્થિત હતા અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા પણ હતા. પરંતુ હવે આખું તરભ ગામ જ ભાજપમાં જોડાઈ ગયું છે. વડાપ્રધાન મોદીના જનલક્ષી વિકાસ કાર્યોથી પ્રેરાઈને ગ્રામીણો ભાજપમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. તરભ ગામના પૂર્વ સરપંચથી લઈને ગામના અનેક કોંગ્રેસી આગેવાનોએ પણ કેસરિયા કરી લીધા છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સાથે વિસનગરના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

    આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, “વિસનગરનું તરભ ગામ આખું કોંગ્રેસ તરફ ઝૂકેલું હતું. જે હવે ભાજપ સાથે જોડાઈ ગયું છે. તરભ ગામમાં અત્યાર સુધી ભાજપને કોઈપણ પ્રકારનો સહકાર મળતો ન હતો. ચૂંટણીમાં પણ ઓછા મતો મળી રહ્યા હતા.” આ સાથે તેમણે તરભ વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “તાજેતરમાં જ તરભમાં યોજાયેલા ધાર્મિક ઉત્સવમાં વડાપ્રધાન મોદી સહભાગી બન્યા હતા. ગામવાસીઓ અને આગેવાનોને વડાપ્રધાન જે વિકાસનું રાજકારણ કરે છે, તેમાં રસ છે. તેથી આખે આખું ગામ ભાજપમાં જોડાયું છે.”

    - Advertisement -

    આ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ, વિસનગર ધારાસભ્ય સિવાય મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર, મહેસાણા લોકસભા બેઠકના સંયોજક સંજય દેસાઈ, બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાગર રાયકા, વિસનગર APMCના ચેરમેન પ્રિતેશ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ગ્રામીણો હાજર હતા.

    નોંધનીય છે કે, તાજેતરમાં જ તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિરનો ભવ્ય પ્રાણપરતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં દેશના અનેક સંતો અને મહંતો સહભાગી થયા હતા. આ સાથે આ ધાર્મિક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પણ સહભાગી થયા હતા. તે સમયે તરભ ગામના લોકોએ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં