Wednesday, May 1, 2024
More
    હોમપેજદેશદિલ્હીમાં AAPના મોટા નેતાઓ પર EDની કાર્યવાહી: સાંસદ એનડી ગુપ્તા અને કેજરીવાલના...

    દિલ્હીમાં AAPના મોટા નેતાઓ પર EDની કાર્યવાહી: સાંસદ એનડી ગુપ્તા અને કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર સહિત 12 ઠેકાણાઓ પર થઇ છાપેમારી

    એક ન્યુઝ મીડિયાએ સુત્રોને ટાંકીને જણાવ્યું કે, દિલ્હીના મંત્રી આતિશી EDને "એક્સપોઝ" કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા તે પહેલા જ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

    - Advertisement -

    EDએ (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) મંગળવારે (06 જાન્યુઆરી 2024) મની લોન્ડરિંગ કેસની તપાસ મામલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. AAPના રાજ્યસભાના સાંસદ એનડી ગુપ્તા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમાર સહિત અન્ય લોકોના ઠેકાણાઓ પર છાપેમારી કરવામાં આવી રહી છે.

    અહેવાલો અનુસાર દિલ્હીમાં લગભગ 12 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં AAP સાંસદ એનડી ગુપ્તા અને બિભવ કુમાર ઉપરાંત દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય શલભ કુમારના ઠેકાણાઓ પર પણ ED તપાસ કાર્યવાહી કરી રહી છે. એક ન્યુઝ મીડિયાએ સુત્રોને ટાંકીને જણાવ્યું કે, દિલ્હીના મંત્રી આતિશી EDને “એક્સપોઝ” કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા તે પહેલા જ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ પહેલા ED અરવિંદ કેજરીવાલના બહુચર્ચિત દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસમાં સહકાર ન આપવા અને સમનનું સન્માન ન કરવા બદલ કોર્ટ પહોંચી હતી.

    ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય તપાસ એજન્સી દિલ્હી જલ બોર્ડની ટેન્ડર પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓની તપાસ કરી રહી છે. ED આ તપાસ કાર્યવાહી CBIની FIR અને દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખાના (ACB) આધારે કરી રહી છે. CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ની FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, દિલ્હી જલ બોર્ડના અધિકારીઓએ ઇલેક્ટ્રોમેગ્નેટિક મીટરના સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટે ટેન્ડર આપતી વખતે ખાનગી કંપનીને લાભ અપાવ્યો હતો. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કંપનીને ₹38 કરોડના ગેરકાયદેસર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા, જયારે કે તે કંપની ટેન્ડર માટે પાત્રતા ધરાવતી ન હતી, અને ખોટા દસ્તાવેજ ઉભા કરી ટેન્ડર મેળવ્યું હતું.

    - Advertisement -

    નોંધનીય છે કે, આ જ પ્રકારના કેસમાં EDએ ઝારખંડ મુક્તિ મોરચાના (JMS) નેતા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની બુધવારે (31 જાન્યુઆરી) મોડી રાત્રે ધરપકડ કરી હતી. સોરેનના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ EDએ મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરી છે. તેમની ધરપકડ જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગ મામલે થઈ છે. ધરપકડ પહેલાં EDએ 8 કલાક સુધી તેમની સઘન પૂછપરછ કરી હતી. જે વચ્ચે જ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં