દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ વધતા જતા પ્રદુષણને ડામવામાં નિષ્ફળ રહેલી દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારનો ઉધડો લીધો હતો. ઉપરાજ્યપાલે AAPના નેતાઓ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને રાજકારણ રમવાની જગ્યાએ કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આઈ હતી. દિલ્હીના ઉપરાજ્યપાલે વાયુ પ્રદૂષણ પર નિષ્ક્રિયતા માટે AAP સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, “આપણે નિશ્ચિત સમય રેખામાં સ્થાયી લક્ષ્ય પ્રાપ્ત કરવા સક્ષમ છીએ તો ચાલો એ જ કરીએ, રાજનીતિ પછી પણ કરી શકાય.”
16 નવેમ્બર 2023ના રોજ કરવામાં આવેલી એક X પોસ્ટમાં ઉપરાજ્યપાલે દિલ્હીના મુખ્યમંત્રીની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે દિલ્હીમાં વધતા પ્રદુષણ માટે અન્ય રાજ્યોને દોષ દેવો તે સમાધાન નથી. તેમણે કહ્યું કે, “દિલ્હીમાં પ્રદુષણનું અસલ સમાધાન દિલ્હીમાં જ છે.” ગુરુવારની (16 નવેમ્બર) સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ધુમાડાની ચાદર છવાયા બાદ શહેરના અનેક ભાગોમાં હવાની ગુણવત્તાને ‘ગંભીર’ શ્રેણીમાં નોંધવામાં આવ્યા બાદ આ પ્રતિક્રિયા સામે આવી છે.
દિલ્હીના ઉપરાજ્યપાલે લખ્યું હતું કે, “આપણે અન્ય રાજ્યોમાંથી આવતા પરાળીના ધુમાડાને રોકવાના બરાડા પાડ્યા સિવાય આપણે કશું જ નથી કરી રહ્યા. ખાસ કરીને પંજાબમાં બેજવાબદારીભર્યુ કામ કરવા છતાં આપણે દયા યાચના કરી રહ્યા છીએ. AQI પણ અત્યારે 400ની આસપાસ છે જેના કારણે રાજધાની ગૂંગળાઈ રહી છે.”
Crackers certainly add to the menace. The most affected in this gas chamber are those who commute on roads to earn their daily bread. The poor & the hapless living in slums & unauthorized colonies whose lungs are frying because they can't afford to sit at home & buy air purifiers pic.twitter.com/ogNbtcZouu
— LG Delhi (@LtGovDelhi) November 16, 2023
ફટાકડા ચોક્કસપણે જોખમમાં વધારો કરી રહ્યા છે તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, “ફટાકડા ચોક્કસ જોખમ વધારી રહ્યા છે. આ ‘ગેસ ચેમ્બર’થી સહુથી વધુ તે લોકો જ પ્રભાવિત છે જેઓ પોતાની રોજી-રોતી કમાવા રસ્તા પર પ્રવાસ ખેડી રહ્યા છે. નાના ઝુપડાઓ અને અનાધિકૃત વસાહતોમાં રહેતા ગરીબ અને અસહાય લોકોના ફેફસા ખરાબ થઇ રહ્યા છે, કારણકે તેઓ ઘરમાં બેસીને એર-પ્યુરીફાયર ખરીદવા સક્ષમ નથી.
દિલ્હીના ઉપરાજ્યપાલે વાયુ પ્રદૂષણ પર નિષ્ક્રિયતા માટે AAP સરકારની ઝાટકણી કાઢતા આગળ જણાવ્યું કે, આપણે રીપેર થયા વગરના રસ્તાઓ અને કાચા ફૂટપાઠો તેમજ નિર્માણધીન સ્થળોથી ઉડતી ધૂળની ડમરીઓને ઓછી કરીને આ ગૂંગળાવી નાખે તેવા ધુમાડામાં ઘટાડો કરી શકીએ તેમ છીએ. તેમણે એમ પણ કહ્યું કે, “આપણે આપણા વાહનોથી થઇ રહેલા પ્રદુષણને અંકુશમાં લાવવા પણ અસરકારક પગલા લઈ શકીએ છીએ.” તેમણે એમ પણ કહ્યું હતું કે, બીજાને દોષ દેવાની નીતિનો ઉપયોગ કરી તેને વર્ષોની નિષ્ક્રિયતાના બહાના તરીકે ન વાપરવી જોઈએ.
દિલ્હીની AAP સરકારની ઝાટકણી કાઢતા તેમણે એમ પણ કહ્યું હતું કે, “2016ના જીવલેણ ધુમ્મસ પછી, આ વારંવાર ઉભો થતો મુદ્દો બની ગયો છે. વર્ષોની ઘોર નિષ્ક્રિયતાનું બહાનું બીજાના માથે દોષનો ટોપલો ઢોળવો ન હોઈ શકે અને આમ થવું પણ ન જોઈએ. સ્મોગ ટાવર્સની, ગાડી ઓફ અને ઓડ-ઇવન જેવા પ્રચારોનો કોઈ જ અર્થ નથી, તે દિલ્હીના લોકોના જીવનને રોકી નહીં શકે.”
દિલ્હીના ઉપરાજ્યપાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં સીએનજીના અમલીકરણ અને ફ્લાયઓવરના ચક્રવ્યૂહના નિર્માણ બાદ કશું નક્કર કામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જ નથી. તેમણે કહ્યું કે, “દિલ્હીમાં માત્ર નિવેદનબાજીની નહીં પણ નક્કર કાર્યવાહીની જરૂર છે. આપણે એક સમય સીમાની અંદર સ્થાયી સમાધાન શોધવા સક્ષમ છીએ. રાજનીતિ પછી પણ કરી શકાશે.” તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની વર્તમાન સમયમાં CRAPના નિમ્ન કક્ષા 4ના પ્રદુષણ નિયંત્રણના પગલા લઈ રહી છે.”
The real solution to pollution in Delhi lies in Delhi itself.
— LG Delhi (@LtGovDelhi) November 16, 2023
We can mitigate the choking smog by reducing the dust that our unrepaired roads, unpaved pavements & construction sites cause.
We can employ effective means to curb our vehicular emissions. pic.twitter.com/cXnuYXnL8g
6 નવેમ્બરના રીપોર્ટ અનુસાર AAP સરકારે દિલ્હીમાં ચિંતાજનક રીતે વધતા વાયુ પ્રદુષણ બદલ દોષનો ટોપલો હરિયાણા પર ઢોળ્યો હતો. એક પત્રકાર પરિષદ દરમિયાન આમ આદમી પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડે કહ્યું હતું કે દિલ્હીની હવામાં ઘણો સુધાર આવ્યો છે, પ્રદુષણમાં 31 તકનો ઘટાડો આવ્યો છે, જે 8 વર્ષમાં નોંધપાત્ર ઘટાડો છે.
તેમણે આ નિવેદનમાં કહ્યું હતું કે, “પંજાબમાં પરાળી સળગાવવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે અને પંજાબમાં સળગાવવામાં આવી રહેલી પરાળીની 500 કિલોમીટર દૂર દિલ્હી પર કોઈ અસર નથી થઈ રહી. જોકે વાસ્તવમાં દિલ્હીથી લગભગ 100 કિલોમીટર દુર હરિયાણામાં પરાળી સળગાવવામાં આવી રહી હતી.” તેમણે ખટ્ટર સરકાર પર પ્રદુષણ ઓછું કરવા માટે કોઈ પગલા ન ભરાતા હોવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, હરિયાણા સરકારે 100 EV બસ ખરીદવાની કોઈ જ યોજના નથી બનાવી. સાથે જ કક્કડે એમ પણ કહ્યું હતું કે હરિયાણાથી દિલ્હી આવતી વસો પ્રતિબંધિત ઇંધણ પર ચાલે છે.
આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ એવો પણ દાવો કર્યો હતો કે હરિયાણાની સરકાર ઉદ્યોગોને સમર્થન નથી આપી રહી, જેથી જ તેઓ દિલ્હી સરકારની માફક સ્વચ્છ ઇંધણ તરફ નથી વળી રહ્યા. ટૂંકમાં કહીએ તો આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં હવાના પ્રદુષણ માટે ભાજપ શાષિત રાજ્ય હરિયાણા પર દોષનો ટોપલો ઢોળ્યો હતો.