Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'એલ્ડરમેનની નિયુક્તિ પર LGનો નિર્ણય જ સર્વોપરી': સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને લગાવી...

    ‘એલ્ડરમેનની નિયુક્તિ પર LGનો નિર્ણય જ સર્વોપરી’: સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને લગાવી ફટકાર, કહ્યું- ઉપરાજ્યપાલને તમારી સલાહની નથી કોઈ જરૂર

    14 મહિનાથી વધુ સમય સુધી આ કેસનો નિર્ણય લટકેલો હતો. આખરે સુપ્રીમ કોર્ટે આ અંગે પણ નિર્ણય સંભળાવી દીધો છે. જસ્ટિસ નરસિમ્હાએ પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું છે કે, LGને સંપૂર્ણ અધિકાર છે એલ્ડરમેનની નિયુકતી કરવાનો. ઉપરાજ્યપાલને આ સત્તા કાયદા દ્વારા આપવામાં આવી છે.

    - Advertisement -

    દિલ્હી નગર નિગમ (MCD)માં એલ્ડરમેનની નિયુક્તિ મામલે ઉપરાજ્યપાલ (LG)ને સુપ્રીમ કોર્ટ તરફથી ભારે રાહત મળી છે. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીની (AAP) સરકારને આ નિર્ણયથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે, એલ્ડરમેનની નિયુક્તિ પર દિલ્હી LGનો નિર્ણય યોગ્ય હતો. ઉપરાંત કોર્ટે તેવું પણ કહ્યું છે કે, નગર નિગમની (Municipal Corporation of Delhi) બાબત પર ઉપરાજ્યપાલને દિલ્હી સરકારની (Delhi Government) કોઈ સલાહની જરૂર નથી. તે પોતાની રીતે તમામ નિર્ણયો લેવા માટે સમર્થ છે અને કાયદા દ્વારા તેમને આ સત્તા આપવામાં આવી છે. જસ્ટિસ પામિદીઘંટમ શ્રી નરસિમ્હા અને જસ્ટિસ સંજય કુમારની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી.

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેજરીવાલ સરકારને આડેહાથ લેતા કહ્યું હતું કે, એલ્ડરમેનની નિયુકતી પર LGનો (LIEUTENANT GOVERNOR) નિર્ણય યોગ્ય છે. જેનો સ્પષ્ટ અર્થ એ થયો કે, LG હવે MSDમાં 10 એલ્ડરમેન નિયુકત કરવા માટે સ્વતંત્ર છે. સુપ્રીમ કોર્ટે તે પણ કહ્યું કે, ઉપરાજ્યપાલે આ મામલે નિર્વાચીત સરકારની સહાયતા અને સલાહ અનુસાર કામ કરવાની જરૂર નથી. તેથી દિલ્હી સરકારને આ નિર્ણયથી ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. નોંધનીય છે કે, LG તરફથી 10 પાર્ષદ નિયુક્ત કરવામાં આવ્યા હતા, ઉપરાજ્યપાલના આ નિર્ણય વિરુદ્ધ દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. જોકે, હવે સુપ્રીમ કોર્ટે જ દિલ્હી સરકારને ફટકાર લગાવી દીધી છે.

    ‘કાયદા દ્વારા LGને મળે છે સત્તા’ – સુપ્રીમ કોર્ટ

    14 મહિનાથી વધુ સમય સુધી આ કેસનો નિર્ણય લટકેલો હતો. આખરે સુપ્રીમ કોર્ટે આ અંગે પણ નિર્ણય સંભળાવી દીધો છે. જસ્ટિસ નરસિમ્હાએ પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું છે કે, LGને સંપૂર્ણ અધિકાર છે એલ્ડરમેનની નિયુકતી કરવાનો. ઉપરાજ્યપાલને આ સત્તા કાયદા દ્વારા આપવામાં આવી છે. તેમને આ સત્તા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ (Delhi Municipal Corporation Act) હેઠળ મળી છે. તેવામાં તેમને દિલ્હી સરકારની સલાહની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હી નગર નિગમમાં સદસ્યોને નિયુકત કરવાની LGની સત્તા એક કાયદાકીય સત્તા છે નહીં કે માત્ર કાર્યકારી. તેથી દિલ્હીના LG પોતાના વિવેક અનુસાર કાર્ય કરી શકે છે.

    - Advertisement -

    દિલ્હી સરકાર તરફથી કોર્ટમાં હાજર રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરતાં કહ્યું હતું કે, દિલ્હી સરકારની સલાહ-સૂચન લીધા વિના જ દિલ્હીના ઉપરાજ્યપાલે આ નિર્ણય લીધો છે અને નગર નિગમના 10 એલ્ડરમેનની નિયુક્તિ કરી લીધી છે. આ નિયુક્તિ રદ થવી જોઈએ, કારણ કે, તે યોગ્ય નથી. જોકે, પહેલી જ વારમાં સુપ્રીમ કોર્ટે AAP સરકારની દલીલોને ફગાવી દીધી હતી. બીજી તરફ LGએ કાયદાનો હવાલો આપીને તર્ક આપ્યો હતો કે, બંધારણની કલમ 239AA હેઠળ LGની સત્તાઓ અને રાષ્ટ્રીય રાજધાનીના પ્રશાસક તરીકે તેમની ભૂમિકા વચ્ચે તફાવત છે.

    ઉપરાજ્યપાલે દાવો કર્યો હતો કે, કાયદાના આધારે એલ્ડરમેન નામાંકનમાં LGની સક્રિય ભૂમિકા છે. દિલ્હી સરકારે ગયા વખતની સુનાવણીમાં પણ વિચિત્ર તર્ક આપ્યો હતો. AAP સરકારે કહ્યું હતું કે, 30 વર્ષથી LG દ્વારા પ્રદેશ સરકારની સહાયતા અને સલાહ પર એલ્ડરમેનની નિયુક્તિ કરવાની પ્રથા છે, જેનું પાલન થવું જોઈએ. તેના જવાબમાં દિલ્હી LGએ કહ્યું હતું કે, કોઈ વ્યવસ્થા 30 વર્ષથી ચાલી આવે છે, તો તેનો અર્થ એ નથી કે, તે વ્યવસ્થા યોગ્ય છે. જોકે, હવે આ મામલે તમામ વિવાદ સમાપ્ત થઈ ગયો છે અને નિર્ણયમાં દિલ્હીના LGની જીત થઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં