Sunday, September 8, 2024
More
    હોમપેજદેશદેશની 542 બેઠકો પર મતગણતરી શરૂ, સ્ટ્રોંગ રૂમ ખુલ્યા: શરૂઆતમાં પોસ્ટલ બેલેટની...

    દેશની 542 બેઠકો પર મતગણતરી શરૂ, સ્ટ્રોંગ રૂમ ખુલ્યા: શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી, NDA આગળ

    લોકસભા ચૂંટણીને લઈને મતગણતરી શરૂ થઈ ચૂકી છે. આગામી 2 કલાકમાં નવી સરકારની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ જશે. દેશભરની લોકસભા બેઠકો સાથે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    દેશભરની 542 લોકસભા બેઠકો પર મતગણતરી શરૂ થઈ ચૂકી છે. લોકસભા ચૂંટણી 2024નું 4 જૂન 2024ના રોજ પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. દેશ-વિદેશના રાજકીય વિશ્લેષકોની નજર આજે પરિણામ પર છે. દરેક લોકસભા કેન્દ્રો પર સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા છે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં NDA આગળ છે. ત્યારબાદ EVM મશીન થકી મતગણતરી ચાલુ કરવામાં આવશે. લોકસભાની મતગણતરી પહેલાં ભાજપે એક બેઠકનો આંકડો હાંસલ કરી લીધો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થવાથી એક બેઠક ભાજપના ખાતમાં પહેલાંથી જ મૂકી દેવામાં આવી છે.

    મંગળવારે (4 જૂન, 2024) લોકસભા ચૂંટણીને લઈને મતગણતરી શરૂ થઈ ચૂકી છે. આગામી 2 કલાકમાં નવી સરકારની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ જશે. દેશભરની લોકસભા બેઠકો સાથે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવી રહ્યા છે. જેમાં ઓડિશા અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની સ્થિતિ સાથે આ બંને રાજ્યોની રાજ્ય સરકાર પણ આજે જ નિયુકત થઈ જશે. આ વિધાનસભાઓની પણ મતગણતરી શરૂ થઈ ચૂકી છે.

    ગુજરાતમાં પણ ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજવામાં આવી હતી. તેનું પરિણામ પણ 4 જૂનના રોજ જ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની 5 વિધાનસભા બેઠકો પર લોકસભાની મતગણતરી સાથે જ ગણતરી ચાલુ થઈ ગઈ છે. બીજી તરફ મંદિરોથી લઈને પાર્ટી ઓફિસ સુધી હવન-પૂજા કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના ભાજપ હેડક્વાર્ટરમાં પુરી-શાક અને લાડુ બનાવવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. નોંધવા જેવુ છે કે, 1 જૂનના રોજ જાહેર થયેલા મુખ્ય એક્ઝિટ પોલ અનુસાર ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવશે તેવું અનુમાન છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, 16 માર્ચે ચૂંટણી પંચે 7 તબક્કામાં 543 લોકસભા બેઠકો માટે લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનની તારીખોની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીની વારાણસી સહિત 57 બેઠકો પર 19 એપ્રિલથી મતદાન શરૂ થયું હતું, જે 1 જૂનના રોજ સમાપ્ત થયું હતું. ખાસ વાત એ છે કે, 543 લોકસભા બેઠકોમાંથી સુરત લોકસભા સીટ પહેલાં જ ભાજપ જીતી ચૂક્યું છે. આ બેઠક પર ભાજપ ઉમેદવારને બિનહરીફ જાહેર કરાયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં