દિવસેને દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ થઇ રહી છે. રાજકીય પક્ષોમાં ટિકિટોની વહેંચણીની બબાલ હજુ માંડ શાંત થઇ છે ત્યાં જ શરુ થઇ છે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની ઘટનાઓ. આવા જ એક કિસ્સામાં આજે ગુજરાતની દેવગઢ બારીયા બેઠક પરથી NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું છે.
દાહોદના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દેવગઢ બારીયા બેઠક પર NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ-NCPના ગઠબંધનને આંચકો લાગ્યો છે. NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે મેદાન છોડી દેતા હવે ભાજપ અને AAP વચ્ચે ચૂંટણી જંગ જામશે. મહત્વનું છે કે ત્રણ બેઠક પર ગઠબંધનને લઈને વફાદારીથી ચુંટણી લડવા અંગેના એનસીપીના નિવેદન સામે સવાલો ઊભા થયા છે.
દેવગઢ બારીઆ બેઠકના કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનના ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું#Gujaratassemblyelection2022 #Congress #NCPhttps://t.co/l42EkL35KZ
— News18Gujarati (@News18Guj) November 21, 2022
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને ત્રણ બેઠક પર કોંગ્રસ અને એનસીપી વચ્ચે ગંઠબંધન થયું હતું. જેમાં નરોડા, ઉમરેઠ અને દેવગઢ બારીયા બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે હવે NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે ફોર્મ પરત ખેંચતા દેવગઢ બારિયામાં ચુંટણીની અંતિમ ઘડીએ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે ગઠબંધન અંગે કોંગ્રેસનાં જગદીશ ઠાકોર અને એનસીપીના જયંત બોસ્કીએ પત્રકાર પરીષદમાં માહિતી આપી હતી. વધુમાં વફાદારીથી લડવા અંગેના નિવેદનો પણ આપ્યા હતા. એટલુ જ નહિ મહારાષ્ટ્રની માફક સરકાર બનાવવાના પણ સપના જોયા બાદ આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે.
આ પહેલા નરોડા બેઠક પરથી પણ NCP ઉમરદવફારે ફોર્મ પાછું ખેંચ્યું હતું
કોંગ્રેસ અને NCPના ગઠબંધનવાળી આ પહેલી બેઠક નથી જ્યાંથી તેમના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું હોય. આ પહેલા અમદાવાદની નરોડા બેઠક પરથી પણ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. પરંતુ ત્યારે પૂરતો સમય હોવાને કારણે ગઠબંધને એ બેઠક પર તુરંત જ નવ ઉમેદવાર ઉભા રાખી દીધા હતા.
Gujarat Assembly Election 2022: નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ગરમાયો#gujaratijagran #gujarat #ahmedabad #ncp #nikulsinghtomar #narodaseat #congresshttps://t.co/0E9uSOnITE
— gujaratijagran (@gujaratijagran) November 17, 2022
હવે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસતો ક્યારનો વીતી ગયો છે અને ઉમેદવારી પાછી ખેંચાવવાનો આજે છેલ્લો દિવસ છે. એવામાં કોંગ્રેસ-NCP ગઠબંધનના દેવગઢ બારીયાના ઉમેદવારે આજે ફોર્મ પાછું ખેંચી લેતા કોંગ્રેસ કે NCP માટે કોઈ જ વિકલ્પ બાકી રહેતો નથી. હવે જોવાનું એ રહેશે કે અહીં આમ આદમી પાર્ટી ભાજપને કેટલી ટક્કર આપી શકે છે.