Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'હું ખોટા કામ કરનારને બચાવી શકું છું તો મરાવી પણ શકું છું':...

    ‘હું ખોટા કામ કરનારને બચાવી શકું છું તો મરાવી પણ શકું છું’: દાણીલીમડાના કોંગ્રેસ ધારાસભ્યમાં ઘૂસી મનોજ બાજપાઈની આત્મા, ફિલ્મીઢબે વિરોધીઓને આપી ધમકી

    તેમણે મોટો ખુલાસો કરતા કહ્યું કે, "કોઈ ખરાબ કામ કરે એ ડરતા હોય છે. અને જે જે ખરાબ કામ કરે છે એ મારી પાસે આવીને કહે છે કે શૈલેષ ભાઈ અમને બચાવો. જો હું તેમને બચાવી શકતો હોય તો મારી પણ શકું છું."

    - Advertisement -

    અમદાવાદ શહેરમાં આવેલ દાણીલીમડા વિધાનસભાના કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર છેલ્લા ઘણા દિવસોથી સતત ચર્ચામાં જોવા મળે છે. ગુરિવારે (10 નવેમ્બર) તેમને તેમના જ મત વિસ્તાર ગોમતીપુરમાં કોંગ્રેસના જ મુસ્લિમ કાર્યકર્તાઓ તથા સ્થાનિકોએ ઘેરી લેતા ત્યાંથી ચાલુ કાર્યક્રમે ભાગવું પડ્યું હતું. હવે આજે બીજો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં ધારાસભ્ય શૈલેષ પરમાર વિરોધીઓને જોઈ લેવાની ધમકી આપતા નજરે પડે છે.

    કોંગ્રેસ ધારાસભ્યએ કર્યો વાણીવિલાસ

    વાઇરલ થઇ રહેલ વિડીયોમાં દાણીલીમડાના કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર સ્ટેગ પર માઈક હાથમાં લઈને ભીડને સંબોધતા જોવા મળી રહ્યા છે. આ સ્નેહ મિલન પણ ગોમતીપૂરની જેમ જ ચંડોળા તળાવ બેરલ માર્કેટ પાસે નવી વસ્તી તરીકે ઓળખાતા મુસ્લિમ બહુલ વિસ્તારમાં થઇ હતી જ્યાં તેમની ઘણી મોટી વોટબેન્ક છે. સ્ટેજ પર ધારાસભ્યની સાથે અન્ય કોંગ્રેસી અને મુસ્લિમ આગેવાનો ઉપરાંત સ્થાનિક કોર્પોરેટર શહેઝાદ પઠાણ પણ હાજર દેખાય છે.

    પરમાર કહેતા સંભળાય છે કે “આજ કાલ મારો વિરોધ કરવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હું માઈકમાં બોલતો હોય ત્યારે લોકો સ્ટેજ પર ચડી જાય છે અને વિડીયો ઉતારવા માંડે છે અને પછી વાઇરલ કરે છે. મારો વિરોધ કરવાની ફેશન ચાલે છે. પણ હું એમને કહેવા મંગુ ચુ કે સિંહ બે પ્રકારના હોય છે એક સર્કસનો અને એક જંગલનો. અને હું જંગલનો સિંહ છું.”

    - Advertisement -

    તેઓ આગળ કહે છે કે, “હું સારા કપડાં પહેરું છું, સોનાની બે વીંટીઓ પહેરું છું અને ગોરો છું એટલે લોકોને એમ લાગે છે કે હું બહુ સીધો છું. પણ ભાઈ મારો જન્મ જ જમાલપુરમાં થયો છે અને મોટો હું પઠાણોની વચ્ચે થયો છું.”

    વિરોધીઓને બૉલીવુડ સ્ટાઈલમાં આપી ધમકી

    આગળ તેમણે ધમકીના સ્વરમાં કહ્યું કે, “હમણાં રોકાઈ જાવ. 8 તારીખે હું જીતવાનો છું. એકવાર જીતી જાઉં પછી આ જેટલા પણ વિરોધ કરવાવાળા છે એમને કહેવા માંગુ છું કે કરારા જવાબ મિલેગા.” પછી વિરોધીઓને કહે છે કે, “આટલામાં સમજી જજો. હુ 20 વર્ષથી રાજનીતિમાં છું અને 20 વર્ષથી ધારાસભ્ય છું, પણ આજ સુંધી મેં અલ્લા અને ઈશ્વરની સાક્ષીમાં કોઈ ખોટું કામ નથી કર્યું.”

    શું ધારાસભ્યએ કર્યો શેલ્ફ-ગોલ? ખોટા કામ કરવાવાળાઓને બચાવ્યા હોવાનું સ્વીકાર્યું

    આગળ તેમણે મોટો ખુલાસો કરતા કહ્યું કે, “કોઈ ખરાબ કામ કરે એ ડરતા હોય છે. અને જે જે ખરાબ કામ કરે છે એ મારી પાસે આવીને કહે છે કે શૈલેષ ભાઈ અમને બચાવો. જો હું તેમને બચાવી શકતો હોય તો મારી પણ શકું છું.”

    નોંધવા જેવી વાત એ પણ છે કે આ બધા જ નિવેદનો વખતે સામે ઉભેલી ભીડ, સ્ટેજ પર બેઠેલા આગેવાનો સમેત સ્થાનિક કોર્પોરેટર શહેઝાદ પઠાણ પણ તાળીઓ પાડીને તેમને વધાવી રહ્યા હતા.

    આ નિવેદન પર સંભળાયા સ્થાનિકોમાં પડઘા

    કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારનો આ વિડીયો વાઇરલ થયા બાદ સ્થાનિક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી.

    એક ટ્વીટર યુઝર અને દાણીલીમડાના સ્થાનિક @Jayesh319 એ આ વાઇરલ વિડીયો સાથે શૈલેષ પરમારને તીક્ષ્ણ પ્રશ્નો પૂછ્યા હતા.

    તેમણે લખ્યું હતું કે, “જો શૈલેષભાઇ એટલા મોટા ‘જંગલના શેર’ હોય અને પઠાણો વચ્ચે મોટા થવાનો ગર્વ હોય તો SC અનામત સીટ પર કેમ લડે છે? પઠાણો વચ્ચે જમાલપુર જઈને લડી લેવાયને ચૂંટણી.”

    તેમણે આગળ એ પણ ધ્યાન દોર્યું હતું કે, “કોઈને તેમના આખા ભાષણમાં ક્યારેય દલિત સમાજની વાત કે બાબાસાહેબનું નામ સંભળાય તો કહેજો. હિન્દૂ-SC હોવા પર કેમ ગર્વ નથી આ ભાઈને?”

    હવે જોવાનું એ રહે છે કે આ ધમકીઓના શું પ્રતિઘાત પડે છે અને આ જે ખોટા કામ કરવાવાળાઓને બચાવવાનું સ્વીકાર્યું છે તો એ ખોટા કામ કરવાવાળા કોણ હશે અને કેવા પ્રકારના ખોટા કામ કર્યા હશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં