Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતમાં કોંગ્રસ-AAPના હવે છેલ્લા દિવસો!: 10 હજાર જેટલા વિપક્ષી કાર્યકર્તાઓ જોડાશે ભાજપમાં,...

    ગુજરાતમાં કોંગ્રસ-AAPના હવે છેલ્લા દિવસો!: 10 હજાર જેટલા વિપક્ષી કાર્યકર્તાઓ જોડાશે ભાજપમાં, લોકસભા ચૂંટણી પહેલાં જ રાજ્યના વિપક્ષમાં ધડાધડ પડી રહ્યા છે રાજીનામાં

    મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલિયાના નામની જાહેરાત કરવામાં આવતા ઘણા નેતાઓ પાર્ટીથી નારાજ થયા છે. જયંતી પટેલ અને મુકેશ ગમી સિવાય મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતન એરવાડિયા, પ્રકાશ બાવરવા અને ઉપપ્રમુખ અશ્વિન વિડજા, તથા માલધારી સેલના ઉપપ્રમુખ મનુસખ રબારીએ રાજીનામું આપી દીધું છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવા સમયે તમામ પાર્ટીઓ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે પ્રયત્નો કરી રહી છે. ગુજરાત ભાજપનું સંગઠન દિવસેને દિવસે સતત વિશાળ અને મજબૂત બની રહ્યું છે. જ્યારે કોંગ્રેસ-AAPના જાણે હવે છેલ્લા દિવસો ચાલી રહ્યા હોય તેમ રાજીનામાં પડી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપી દીધા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ કાર્યકર્તાઓની સંખ્યા અંદાજે 10,000 જેટલી છે. કોંગ્રેસ-AAPના આ તમામ કાર્યકર્તાઓ હવે 27 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે.

    લોકસભા ચૂંટણીને લઈને દેશ અને રાજ્યમાં તૈયારીઓ તેજ થઈ ગઈ છે. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપનું સંગઠન દિનપ્રતિદિન શક્તિશાળી બની રહ્યું છે. જ્યારે બીજી તરફ ગુજરાતમાં વિપક્ષી દળોમાં વારંવાર ભંગાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ-AAPના હવે છેલ્લા દિવસો ગણાઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, મંગળવારે (27 ફેબ્રુઆરી) કોંગ્રેસ-AAPના 10,000 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આ તમામ કાર્યકર્તાઓએ તાજેતરમાં જ કોંગ્રેસ અને AAPમાંથી રાજીનામાં આપ્યા છે. જે બાદ હવે તેઓ કેસરિયા કરવા માટે તૈયાર થયા છે.

    કોંગ્રેસ યુવા મોરચાના કરણસિંહ તોમર કરશે કેસરિયા, AAPમાં પણ ભંગાણ

    આ કાર્યકર્તાઓમાં કોંગ્રેસ અને AAPના મોટા નેતાઓ પણ સામેલ છે. 2022માં અમરાઈવાડીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર ધમભાઈ પટેલ પણ ભાજપમાં જોડાશે. એ ઉપરાંત કોંગ્રેસ યુવા મોરચાના મોટા નેતા કરણસિંહ તોમર પણ કેસરિયા કરશે.

    - Advertisement -

    આ સાથે દક્ષિણ ગુજરાતમાં AAPમાં પણ મોટું ભંગાણ થવા જઈ રહ્યું છે. દાવો છે કે, તાપી જિલ્લા AAP પ્રમુખ મહેન્દ્ર ગામીત અને ડાંગ જિલ્લા AAP પ્રમુખ સાગર વસાવા પણ ભાજપમાં જોડાશે. આ ઉપરાંત ડાંગના AAP નેતા સુનિલ ગામીત પણ કેસરિયા કરવા જઈ રહ્યા છે.

    વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત બાદ અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલાં જ વિપક્ષોમાં ભંગાણ થવા જઈ રહ્યું છે. મોટા નેતાઓની સાથે અંદાજિત, 10,000 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે.

    મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ

    મોરબી જિલ્લા કોંગ્રેસમાં પણ ભંગાણ થઈ રહ્યું છે. તાજેતરમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલિયાના નામની જાહેરાત થયા બાદ પ્રમુખ તરીકે કાર્યરત જયંતી પટેલે રાજીનામું આપી દીધું છે. તો હવે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગમીએ પણ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે. જેમાં મુકેશ ગમીએ જણાવ્યું છે કે, તેઓ વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા અને હાલ તેઓ પક્ષના તમામ હોદ્દાઓ પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપી રહ્યા છે.

    મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલિયાના નામની જાહેરાત કરવામાં આવતા ઘણા નેતાઓ પાર્ટીથી નારાજ થયા છે. જયંતી પટેલ અને મુકેશ ગમી સિવાય મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતન એરવાડિયા, પ્રકાશ બાવરવા અને ઉપપ્રમુખ અશ્વિન વિડજા, તથા માલધારી સેલના ઉપપ્રમુખ મનુસખ રબારીએ રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત તાજેતરમાં શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ જાન મામદ ચાનિયાએ પણ રાજીનામું ધરી દીધું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં