કોંગ્રેસે વિપક્ષી દળોનું જે જુથ બનાવ્યું છે તેનું નામ I.N.D.I.A રાખ્યું છે. પરંતુ તેના પોતાના નેતાઓ હોય કે વિપક્ષી દળોના, તેમનો ભારત અને હિંદુ ધર્મ પ્રત્યેનો દ્વેષ બહાર આવી જ જાય છે. એક તરફ તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ નેતા આરાધના મિશ્રા જયપુર બેઠકમાં ‘ભારત માતા કી જય’ ના નારાથી ભડકી ઉઠયા છે.
રાજસ્થાનના જયપુર ખાતે 4 સપ્ટેમ્બર 2023ના રોજ આયોજિત આદર્શ નગર બ્લૉક કોંગ્રેસની બેઠકમાં ‘ભારત માતા કી જય’ ના નારા લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ નારાથી આરાધના મિશ્રા ગુસ્સે થઈ ગયા હતા. તેમણે તેને અનુશાસનહીન કૃત્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે નારા લગાવવા છે તો કોંગ્રેસ ઝિંદાબાદના લગાવો. જે બાદ આ બેઠકમાં કોંગ્રેસીઓ વચ્ચે અંદરો અંદર જ લાતો અને મુક્કાબાજી પણ થઈ હતી.
देश का अपमान करना कांग्रेस की आदत बन चुकी है।
— Diya Kumari (@KumariDiya) September 5, 2023
जयपुर में भारत माता के जयकारे लगाने को कांग्रेस पर्यवेक्षक आराधना मिश्रा जी अनुशासनहीनता बता रही है। मैं, मेरा और अहंकार समाहित घमंडिया कांग्रेस का असली चेहरा सामने आ चुका है।#नहीं_सहेगा_राजस्थान
#Rajasthan @JPNadda… pic.twitter.com/U3iwyW7NMb
રાજસ્થાનના રાજસમંદથી ભાજપ સાંસદ દિયા કુમારીએ આ હંગામાનો વિડીયો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “દેશનું અપમાન કરવું કોંગ્રેસની આદત બની ગઈ છે. જયપુરમાં ભારત માતાના જયકારા લગાવવાને કોંગ્રેસ નિરીક્ષક આરાધના મિશ્રા અનુશાસનહીનતા ગણાવી રહ્યા છે. હું, મારુ અને અહંકારનો સમાહિત ઘમંડિયા કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવી ચૂક્યો છે.”
શું હતો આખો મામલો
રાજસ્થાનમાં આ વર્ષે જ ચૂંટણી થવાની છે. આરાધના મિશ્રા નિરીક્ષક તરીકે બેઠકમાં હાજર હતા. તેમને મોના તિવારીના નામથી પણ ઓળખવામાં આવે છે. તે ઉત્તરપ્રદેશના રામપુર ખાસથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમના પિતા વરિષ્ટ કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારી છે. તિવારી રાજ્યસભા માટે રાજસ્થાનથી જ ચૂંટાયા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોમવારે જયપુર ખાતે આદર્શ નગર બ્લૉકના કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં કોંગ્રેસના નિરીક્ષક આરાધના મિશ્રા અને જિલ્લા અધ્યક્ષ આર.આર. તિવારી પણ હાજર હતા. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને લઈને ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા અફઝલે ગુલામ મુસ્તફાની બ્લૉક પ્રમુખ તરીકેની નિમણૂકનો વિરોધ કર્યો હતો. તેમણે ગુલામ મુસ્તફાને પૂર્વ ભાજપાઈ ગણાવ્યા હતા. આ પછી બંને જુથો વચ્ચે તણાવ સર્જાયો હતો.
બંને પક્ષોમાં લાતો અને મુક્કા ચાલ્યા હોવાના સમાચાર છે. મારામારીમાં ઘાયલ થયેલા કાર્યકર્તાઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કોંગ્રેસ નેતા ગુલામ મુસ્તફા સહિત 4 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. ઘાયલ લોકો તરફથી બ્લૉક અધ્યક્ષ ગુલામ મુસ્તફા અને તેના 3 સાથીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર વિવાદ પાછળનું કારણ આદર્શ નગરના કોંગ્રેસના ધારાસભ્ય રફીક ખાનના સમર્થકો અને વિરોધીઓ વચ્ચેનો અણબનાવ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ હંગામા વચ્ચે કેટલાક કાર્યકરોએ ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા હતા. તેનાથી આરાધના મિશ્રા ભડકી ઉઠયા હતા. કાર્યકરોને માત્ર કોંગ્રેસ ઝિંદાબાદના નારા લગાવવાનું કહેવામાં આવ્યું હતું.