Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતરામ મંદિર પ્રત્યેનું વલણ લઈ ડૂબશે કોંગ્રેસની નૈયા?: અંબરીશ ડેર બાદ હવે...

    રામ મંદિર પ્રત્યેનું વલણ લઈ ડૂબશે કોંગ્રેસની નૈયા?: અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, કોંગ્રેસને પણ કર્યુ રામ-રામ

    છેલ્લા કેટલાક સમયથી અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાને લઈને ચર્ચાઓએ જોર પકડયું હતું કે, કોંગ્રેસના આ બંને નેતાઓ રાજીનામું આપીને ભાજપમાં સામેલ થશે. ત્યારે આ તમામ અટકળો સાચી પુરવાર થઈ રહી છે.

    - Advertisement -

    અંબરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને ઝટકો આપ્યો છે. તાજા સમાચારો અર્જુન મોઢવાડિયાએ MLA પદેથી વિધાનસભા અધ્યક્ષને મળીને રાજીનામું આપી દીધું છે. સાથે તેમણે પાર્ટીના તમામ પદો પરથી પણ રાજીનામું આપી દીધું છે. હજુ થોડા સમય પહેલાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અંબરીશ ડેરે પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. જે બાદ હવે અન્ય એક કોંગ્રેસના મોટા નેતા અર્જુન મોઢવાડિયાએ પાર્ટીને રામ-રામ કહી દેવાનો નિર્ણય કર્યો છે.

    અર્જુન મોઢવાડિયાએ સોમવારે (4 માર્ચ, 2024) વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને MLA પદેથી રાજીનામું આપી દીધું છે. જે બાદ તેમણે કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપશે આપી દીધું છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી થરાદમાં પોતાનો એક કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર આવી પહોંચ્યા હતા. જે બાદ અર્જુન મોઢવાડિયાએ તેમને મળીને રાજીનામું સોંપી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાને લઈને ચર્ચાઓએ જોર પકડયું હતું કે, કોંગ્રેસના આ બંને નેતાઓ રાજીનામું આપીને ભાજપમાં સામેલ થશે. ત્યારે આ તમામ અટકળો સાચી પુરવાર થઈ રહી છે.

    અર્જુન મોઢવાડિયાનું રાજીનામું

    નોંધનીય છે કે, તાજેતરના દિવસોમાં જ એવી રાજકીય અટકળ શરૂ થઈ હતી કે, અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા અને અંબરીશ ડેર સહિતના નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થશે. આ ત્રણ નેતાઓમાંથી બે નેતાઓએ તો રાજીનામાં આપીને કેસરીયો ધારણ કર્યો હતો. જે બાદ હવે આ હરોળમાં અર્જુન મોઢવાડિયાનું નામ પણ સામેલ થયું છે. થોડા સમય પહેલાં જ અંબરીશ ડેરે રાજીનામું આપ્યું છે. જે બાદ હવે અર્જુન મોઢવાડિયા પણ તે દિશામાં આગળ વધી રહ્યા છે. તેમણે MLA પદ સહિત કોંગ્રેસના તમામ પદો પર રાજીનામું આપી દીધું છે.

    - Advertisement -

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ ન લેવાનો નિર્ણય કોંગ્રેસને લઈ ડૂબશે?

    થોડા દિવસો પહેલાં જ અર્જુન મોઢવાડિયા રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો બહિષ્કાર કરવાના કોંગ્રેસના નિર્ણયનો જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે X પર એક પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ‘ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.’

    અહીં એ પણ નોંધવું જોઈએ કે વિજાપુરના કોંગ્રેસી ધારાસભ્ય સી.જે. ચાવડાએ રાજીનામું ધર્યું હતું તે પાછળનું કારણ જણાવતાં કહ્યું કે, “જ્યારે આખા દેશના લોકો આજે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને ઉત્સાહિત છે ત્યારે તમામ પાર્ટીઓએ તેમાં ભાગીદાર બનવું જોઈએ. પરંતુ કોંગ્રેસે જે વલણ અપનાવ્યું તેનાથી હું નારાજ છું.”

    બીજી તરફ અંબરીશ ડેરે પણ રાજીનામું આપવા પાછળનું કારણ કોંગ્રેસ હાઈકમાન્ડના રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ ન લેવાના નિર્ણય ગણાવ્યું છે. તેમણે કહ્યું રાજીનામું આપ્યા બાદ જ મીડિયાને કહ્યું હતું કે, “આવતી કાલે (5 માર્ચ) હું 12:30 કલાકે ભાજપમાં જોડાઈશ. રાજનીતિમાં આવ્યા બાદ હું પદ પાછળ દોડ્યો નથી. જ્યાં લાગણી હોય ત્યાં સોદા ના હોય. ભાજપ જે કોઈપણ જવાબદારી આપશે તે નિભાવીશ. મને સૌથી વધુ દુઃખ કોંગ્રેસના રામ મંદિર પ્રત્યેના વલણનું છે. મે કોઈ ડીલ કરી નથી.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં