Tuesday, May 21, 2024
More
    હોમપેજગુજરાતસી. જે ચાવડાનું રાજીનામું, હવે આવતા અઠવાડિયે અર્જુન મોઢવાડિયા નવાજૂની કરી શકે...

    સી. જે ચાવડાનું રાજીનામું, હવે આવતા અઠવાડિયે અર્જુન મોઢવાડિયા નવાજૂની કરી શકે તેવા અહેવાલ: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ ન લેવાનો નિર્ણય કોંગ્રેસને ગુજરાતમાં લઇ ડૂબશે?

    રિપોર્ટ અનુસાર, બુધવારે અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં ચાવડા, મોઢવાડિયા સહિતના નેતાઓનાં મન જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ તેમણે પાર્ટી છોડવાની વાતો નકારી દીધી હતી.

    - Advertisement -

    2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું હતું અને પાર્ટીને માત્ર 17 બેઠકો મળી શકી હતી. પરંતુ હવે તેમાંથી પણ 2 ધારાસભ્યો પાર્ટી છોડી ચૂક્યા છે. હવે જાણકારી મળી રહી છે કે પાર્ટીના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસ છોડી શકે છે. આવી ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી છે ત્યારે આવો વધુ એક રિપોર્ટ સામે આવ્યો છે. 

    અખબાર દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલાં અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી શકે છે અને MLA પદેથી પણ રાજીનામું આપી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે મોઢવાડિયાએ તેમની સાથે વાતચીત કરતાં કહ્યું કે પોતાનું સત્તાવાર નિવેદન તેઓ આગામી મંગળવારે ગાંધીનગર આવીને આપશે. 

    આ પહેલાં ગત સપ્તાહે દિવ્ય ભાસ્કરે જ એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે અર્જુન મોઢવાડિયા સહિતના કોંગ્રેસી નેતાઓ પાર્ટી છોડી શકે છે, પણ ત્યારે પાર્ટીએ તેને અફવા ગણાવીને વાતનો વીંટો વાળી દીધો હતો. પરંતુ તેના થોડા જ દિવસોમાં વિજાપુરના કોંગ્રેસી ધારાસભ્ય સી.જે ચાવડાએ રાજીનામું ધરી દીધું. તેમણે શુક્રવારે (19 જાન્યુઆરી, 2024) MLA પદેથી રાજીનામું આપ્યું હતું.

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, બુધવારે અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં ચાવડા, મોઢવાડિયા સહિતના નેતાઓનાં મન જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ તેમણે પાર્ટી છોડવાની વાતો નકારી દીધી હતી. જોકે, અર્જુન મોઢવાડિયાનું કહેવું છે કે બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ હતી. 

    અર્જુન મોઢવાડિયા જો પાર્ટી છોડે તો ગુજરાત કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણી પહેલાં આ એક મોટો ઝાટકો હશે, કારણ કે તેઓ જૂના જોગીઓ પૈકીના એક છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા રહી ચૂક્યા છે. જમીની સ્તરે પણ સારી એવી પકડ ધરાવે છે. 2022ની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ લહેર વચ્ચે પણ તેઓ પોતાની બેઠક બચાવી રાખવામાં સફળ થયા હતા. 

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ ન લેવાના નિર્ણય પર કહ્યું હતું- આવા રાજનીતિક નિર્ણયો ન લેવાય

    તાજેતરમાં જ અર્જુન મોઢવાડિયા રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનો બહિષ્કાર કરવાના કોંગ્રેસના નિર્ણયનો જાહેરમાં વિરોધ નોંધાવ્યો. તેમણે X પર એક પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ‘ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.’ 

    અહીં નોંધવું જોઈએ કે તાજેતરમાં વિજાપુરના કોંગ્રેસી ધારાસભ્ય સી.જે ચાવડાએ રાજીનામું ધર્યું તે પાછળનું કારણ જણાવતાં કહ્યું કે, “જ્યારે આખા દેશના લોકો આજે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને ઉત્સાહિત છે ત્યારે તમામ પાર્ટીઓએ તેમાં ભાગીદાર બનવું જોઈએ. પરંતુ કોંગ્રેસે જે વલણ અપનાવ્યું તેનાથી હું નારાજ છું.”

    અન્યત્ર તો ખબર નહીં, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસનો રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ ન લેવાનો નિર્ણય મોટું નુકસાન કરી શકે તેમ જણાય રહ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં