રવિવાર (6 નવેમ્બર)ના રોજ દેશમાં યોજાયેલ કુલ 7 વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીઓનું પરિણામ સામે આવ્યું હતું. આ 7માંથી 6 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા જેમાંથી 4 વિજેતા બન્યા છે. પરંતુ આમ એક બેઠકનું પરિણામ હાલ ખુબ ચર્ચામાં છે, જે છે હરિયાણાની આદમપુર પેટાચૂંટણી.
સપ્ટેમ્બર 2022માં આદમપુર વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય કુલદીપ બિશ્નોઇ પોતાનું રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા અને આ બેઠક ખાલી પડી હતી. જે બાદ ભાજપે આદમપુર પેટાચૂંટણી માટે કુલદીપ બિશ્નોઈના પુત્ર ભવ્ય બિશ્નોઇને ટિકિટ આપી હતી.
આદમપુર પેટાચૂંટણી માટે મેદાનમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને ઇન્ડિયન નેશનલ લોકદલ પણ સામેલ હતા. હવે જોવા જેવી વાત એ છે કે મતદાન સુધી આમ આદમી પાર્ટી આ સીટ જીતવાનો દાવો કરી રહી હતી.
આમ આદમી પાર્ટી અને કેજરીવાલ માત્ર આદમપુર પેટાચૂંટણી જીતવાનો જ નહિ પણ ભાજપ અને કોંગ્રેસને ખરાબ રીતે પાછળ છોડવાનો દાવો રહી રહ્યા હતા. અને પોતાની વાત મુકવા તેઓ એક ટ્વીટર એકાઉન્ટ કે જે ઓનલાઇન સર્વે અને પોલ કરતું હોવાનો દાવો કરે છે તેના એક પોલનો પણ સહારો લીધો હતો.
आदमपुर उपचुनाव कौन जीत रहा है ?#AdampurByElection
— Opinion Poll (@eOpinionPolls) November 3, 2022
@eOpinionPolls નમન ટ્વીટર એકાઉન્ટ એક ટ્વીટર પોલ મુક્યો હતો જેમાં પૂછવામાં આવ્યું હતું કે આદમપુર પેટાચૂંટણી કોણ જીતશે. આ પોલમાં કથિત રીતે 6,932 લોકોએ પોતાનો મત આપ્યો હતો જેમાંથી 68% મત આમ આદમી પાર્ટીને મળ્યા હતા. ભાજપ અને કોંગ્રેસને અનુક્રમે 15% અને 16% મત મળ્યા હતા.
આ પોલ રિઝલ્ટને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પોતે રીટ્વીટ કર્યું હતું અને જણાવ્યું હતું કે તેમની પાર્ટી આ પેટાચૂંટણી જીતવાની છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી દિલ્હીના ધારાસભ્ય શિવ ચરણ ગોયલે પણ હરિયાણામાં કરેલ નાની નાની બેઠકોના ફોટા મૂકીને દાવો કર્યો હતો કે હરિયાણાના લોકો આ વખતે ‘હરિયાણાના દીકરા કેજરીવાલ’ને લાવવા માંગે છે.
हरियाणा आदमपुर उपचुनाव
— Shiv Charan Goel (@shivcharangoel) November 1, 2022
आदमपुर में इस बार कुछ अलग हो रहा है जिससे भी मिलो वही CM अरविंद केजरीवाल का दीवाना सबकी एक ही बात।
इस बार हरियाणा के बेटे केजरीवाल को लाना है@ArvindKejriwal @AamAadmiParty pic.twitter.com/29tVayZwty
हरियाणा आदमपुर उपचुनाव
— Shiv Charan Goel (@shivcharangoel) October 31, 2022
इस बार हरियाणा बदलाव की और अनाज मंडी आदमपुर में अड़ती भाइयों से मुलाकात की सभी ने धीरे से कहा
इबके केजरीवाल ने लयाणा है@ArvindKejriwal @AamAadmiParty pic.twitter.com/j6VTXyS03Z
શું આવ્યું આ બેઠકનું પરિણામ
6 નવેમ્બરે જ્યારે આ આદમપુર પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું ત્યારે આ જુઠા પોલ અને આપ નેતાઓના ખોટા દાવાઓનો પરપોટો ફૂટી ગયો હતા. ભાજપના ઉમેદવાર ભવ્ય બિશ્નોઇ આ બેઠક પર 67,000થી વધુ મત સાથે વિજેતા જાહેર થયા હતા.
પરંતુ જોવા જેવી વાત એ છે કે જે આમ આદમી પાર્ટી 68% મત મેળવવાનો દાવો કરી રહી હતી તેના ઉમેદવાર સતેન્દ્ર સિંહને માત્ર 3,420 માટે મળ્યા હતા કે કુલ મતદાનના માત્ર 2.6% હતા. અને આ સાથે જ આમ આદમી પાર્ટી અહીંયા પોતાની ડિપોઝીટ પણ ગુમાવી ચુકી હતી.
આમ જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટીએ જે દાવાઓ કર્યા હતા તેનાથી તદ્દન વિપરીત પરિણામ અહીંયા જોવા મળ્યું હતું. હવે જોવાનું એ છે કે આપ અને કેજરીવાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પણ રોજ અવનવા દાવાઓ કરી રહ્યા છે. તો પરિણામના દિવસે તેમાંથી કેટલા દાવા સાચા પડે છે અને કેટલાના પરપોટા ફૂટે છે.