Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'શિવસેનાનો પપ્પુ': ઉદ્ધવ ઠાકરેના રાજીનામા દરમિયાન આદિત્ય ઠાકરેના કોરાં સ્મિતે નેટીઝન્સને રાહુલ...

    ‘શિવસેનાનો પપ્પુ’: ઉદ્ધવ ઠાકરેના રાજીનામા દરમિયાન આદિત્ય ઠાકરેના કોરાં સ્મિતે નેટીઝન્સને રાહુલ ગાંધી યાદ કરાવી દીધા

    અંજના ઓમ કશ્યપની લાઈવ ટીવી પરની એ ભવિષ્યવાણી કે 'આદિત્ય ઠાકરે એ શિવસેનાનો પપ્પુ સાબિત થશે' એ ખરેખર સાચી જ પુરવાર થઈ. આદિત્યના પપ્પુવેડાને નેટિઝન્સે ટ્વિટર પર કર્યા ટ્રોલ.

    - Advertisement -

    29 જૂનના રોજ, શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ 30 જૂને યોજાનાર ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ યોજવાની મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટના આદેશની થોડી મિનિટોમાં તેમનું રાજીનામું આવ્યું હતું. તે સમયે તેમના પુત્ર અને મહારાષ્ટ્ર સરકારને મંત્રી આદિત્ય ઠાકરે પણ હાજર હતા.

    ઠાકરેએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજીનામું સબમિટ કરવામાં આવી રહ્યું હતું તેનો એક ફોટોગ્રાફ સમાચાર એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેમાં આદિત્ય ઠાકરે તેમના પિતાની પાછળ તેમના ચહેરા પર દેખીતી રીતે મોટાં સ્મિત સાથે ઉભા હતા.

    આ ફોટોગ્રાફે નેટીઝન્સને રમુજ કરવા પ્રેર્યા હતા અને તેઓએ તેની સરખામણી 2014ની લોકસભા ચૂંટણીની હાર પછીની પોતાની માતા સોનિયા ગાંધીની બાજુમાં રહેલા રાહુલ ગાંધીના ફોટા સાથે કરી હતી. તે ફોટોગ્રાફમાં રાહુલ પણ મસમોટું સ્મિત આપતા દેખાતા હતા.

    - Advertisement -

    ટ્વિટર યુઝર મહેતા સંજય છિબ્બરે કહ્યું, “19 મે, 2014 અને 29 જૂન 2022. ટેલ ઑફ ટુ પપ્પુઝ (બે પપ્પુઓની વાર્તા). હાર અને રાજીનામા વખતે બંને હસતા હતા?”

    ટ્વિટર પર અન્ય એક યુઝર @rajubusa એ પણ આદિત્ય ઠાકરે અને રાહુલ ગાંધીના આ જ ફોટાઓને શેર કરીને ‘શિવસેના કા પપ્પુ’ ટર્મના અંજના ઓમ કશ્યપને ટાંકીને લખ્યું હતું કે, “2014માં સોનિયા ગાંધીએ હાર સ્વીકારી ત્યારે રાહુલ ગાંધી હસતા જોવા મળ્યા હતા. ગઈકાલે જ્યારે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના સીએમ તરીકે રાજીનામું આપી રહ્યા હતા ત્યારે આદિત્ય ઠાકરે પણ હસતા જોવા મળ્યા હતા.”

    અન્ય એક ટ્વિટર યુઝર @MVAGovt (પેરોડી) એ અંજના ઓમ કશ્યપની જૂની અને જાણીતી ટિપ્પણીને યાદ કરીને લખ્યું હતું કે, “આદિત્ય ઠાકરે બાબતે અંજના ઓમ કશ્યપ સાચી જ હતી.” યુઝરે આગળ બે પ્રસંગોને ટાંકીને લખ્યું કે, “તેમના પિતાને ગયા અઠવાડિયે સરકારી બંગલો વર્ષા છોડવો પડ્યો હતો અને તેઓ માતોશ્રીની બહાર ઉજવણી કરતા જોવા મળ્યા હતા. અને આજે તેઓ દિલથી હસતા હતા, કારણ કે તેમના પિતાએ સત્તાવાર રીતે રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું હતું. ગજબ છે.”

    ટ્વિટર યુઝર @EmotionalBhakt એ લખ્યું કે, “બેબી પપ્પુ પેંગ્વિન 🐧 કેમ હસી રહયો છે?”

    ટ્વિટર યુઝર ક્રુણાલ ગોડાએ બંને ફોટાઓ સાથે લખ્યું કે, “સમાનતા શોધો.”

    અન્ય એક ટ્વિટર યુઝર @indoreWaleBhaiya એ કહ્યું, “દરેક રાજવંશના પોતાના રાહુલ ગાંધી છે.”

    ટ્વિટર યુઝર વિશાલે કહ્યું, “અંજના ઓમ કશ્યપની ટિપ્પણીઓ ખૂબ જ સાચી હતી. મહારાષ્ટ્રનો પપ્પુ. આનાથી મને 2014 નો રાહુલ ગાંધી યાદ આવી ગયો.”

    ટ્વીટર યુઝર નાયિકાદેવીએ રાહુલ ગાંધીનો બીજો ફોટો શેર કર્યો જેમાં તેઓ તાજેતરની ચૂંટણીમાં હાર્યા બાદ આઈસ્ક્રીમ માણી રહ્યા હતા. તેણે લખ્યું, “તે બંને કંઈકના ભારે નશામાં દેખાય છે.”

    તેના ટ્વીટ પર, મિસ્ટર મિસ્ટ્રીયસે જવાબ આપ્યો, “પપ્પુ પણ આવી જ પરિસ્થિતિ પર હસતો હતો,” અને 2014 નો એક ફોટોગ્રાફ શેર કર્યો.

    ટ્વિટર યુઝર @BesuraTaansane એ કહ્યું, “કોઈ કૃપા કરીને આદિત્યને કહો કે ઉદ્ધવજી અહીં રાજીનામું આપી રહ્યા છે – શપથ નથી લઈ રહ્યા.”

    શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ તેમની સાથે 40 બળવાખોર પક્ષના નેતાઓને સમર્થન આપવાની જાહેરાત કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું આવ્યું હતું. બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીથી પહોંચ્યા છે અને આજે વિધાનસભામાં આવવાની અપેક્ષા છે. છેલ્લા દસ દિવસમાં, ક્રોસ વોટિંગના પરિણામે MLC ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની અણધારી જીતને પગલે મહારાષ્ટ્રનું રાજકીય દૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં