Friday, November 22, 2024
More
    હોમપેજદેશUPA થયું આઉટડેટેડ, 26 વિપક્ષી પાર્ટીઓએ તેમના ગઠબંધનને 'INDIA' નામ આપ્યું: 2024...

    UPA થયું આઉટડેટેડ, 26 વિપક્ષી પાર્ટીઓએ તેમના ગઠબંધનને ‘INDIA’ નામ આપ્યું: 2024 માં કરવા માંગે છે NDA v/s INDIA; જાણો નવા નામનો અર્થ

    RJDએ ટ્વીટ કર્યું, "હવે બીજેપી INDIA કહેતી વખતે પીડા અનુભવશે." શિવસેના (UBT) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કર્યું, "તો 2024 ટીમ INDIA Vs ટીમ NDA, ચક દે ઈન્ડિયા હશે".

    - Advertisement -

    2024ની ચૂંટણી માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા બેંગલુરુમાં એકત્ર થયેલા 26 વિપક્ષી પક્ષોએ તેમના ગઠબંધનને ‘INDIA’ અથવા ‘ભારતીય રાષ્ટ્રીય લોકતાંત્રિક સમાવેશી ગઠબંધન’ (Indian National Democratic Inclusive Alliance) નામ આપ્યું છે. બેઠકમાં સામેલ આરજેડી અને કેટલાક અન્ય વિપક્ષી નેતાઓએ ગઠબંધનના નામ વિશે માહિતી આપવા માટે ટ્વિટ કર્યું. જો કે હજુ કોઈ ઔપચારિક જાહેરાત થવાની બાકી છે.

    RJDએ ટ્વીટ કર્યું, “હવે બીજેપી INDIA કહેતી વખતે પીડા અનુભવશે.” શિવસેના (UBT) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કર્યું, “તો 2024 ટીમ INDIA Vs ટીમ NDA, ચક દે ઈન્ડિયા હશે”. બે દિવસથી બેંગલુરુમાં વિપક્ષી દળોની બેઠક ચાલી રહી છે. બેઠકમાં સામેલ 26માંથી મોટાભાગના પક્ષો ગઠબંધનને INDIA નામ આપવાની તરફેણમાં હોવાનું કહેવાય રહ્યું છે.

    કોણ કોણ છે વિપક્ષી દળોની બેઠકમાં?

    કોંગ્રેસ, ડીએમકે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સમાજવાદી પાર્ટી, ટીએમસી અને અન્ય સહિત 26 વિરોધ પક્ષો હાલમાં બેંગલુરુમાં તેમની બીજી બેઠક યોજી રહ્યા છે. કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, એનસીપીના વડા શરદ પવાર, તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી, બિહારના સીએમ નીતિશ કુમાર, તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિન, આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવ, શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે, ઝારખંડ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને કેટલાક અન્ય નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.

    - Advertisement -

    ગઠબંધને હજુ સુધી જાહેર કર્યું નથી કે તેમનો પીએમ ચહેરો કોણ હશે અને સીટ શેરિંગ ફોર્મ્યુલા શું હશે. જો કે, ટૂંક સમયમાં વધુ નક્કર જાહેરાતો અપેક્ષિત છે. કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ ગઠબંધનનું નેતૃત્વ કરવા કે પીએમ પદ મેળવવા માટે બહુ ઉત્સુક નથી.

    ભાજપ, જે આજે દિલ્હીમાં NDA પક્ષોની બેઠક યોજી રહી છે, તેણે વિપક્ષના એકસાથે આવવાના પ્રયાસને ‘ભાનુમતી કા કુનબા’ અથવા મેળ ન ખાતા તત્વોનું સંગઠન ગણાવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં