Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણ70 વર્ષ અને 20 વિધાનસભા ચૂંટણી પછી રામપુરમાં પ્રથમ હિન્દુ ધારાસભ્યઃ આઝમ...

    70 વર્ષ અને 20 વિધાનસભા ચૂંટણી પછી રામપુરમાં પ્રથમ હિન્દુ ધારાસભ્યઃ આઝમ ખાનના ગઢમાં ખીલ્યું કમળ, SP ઉમેદવાર અસીમ રઝા ગુસ્સે થયા

    રામપુરમાં ભાજપના ઉમેદવાર આકાશ સક્સેના 21319ના માર્જીનથી જીત્યા છે. આ પરિણામો જોઈને સપાના ઉમેદવાર અસીમ રાજા ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા હતા. તેમણે પોતાની હાર માટે પોલીસને જવાબદાર ઠેરવી હતી

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના રામપુર સદર, જે અત્યાર સુધી સમાજવાદી પાર્ટીના આઝમ ખાનના ગઢ તરીકે ઓળખાતું હતું, ત્યાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. સમાચાર આવી રહ્યા છે કે 70 વર્ષમાં યોજાયેલી 20 વિધાનસભા ચૂંટણીઓ બાદ પહેલીવાર આ વિસ્તારને હિંદુ ધારાસભ્ય મળ્યો છે. રામપુરમાં ભાજપના ઉમેદવાર આકાશ સક્સેના 34112ના માર્જીનથી જીત્યા છે.

    અત્યાર સુધી રામપુર સદર વિધાનસભા સીટ આઝમ ખાનનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર હમણાં સુધી 18 ચૂંટણી અને બે પેટાચૂંટણી થઈ છે. આ ચૂંટણીઓમાં આઝમ ખાન 10 વખત જીત્યા છે અને એક પેટાચૂંટણીમાં તેમની પત્ની ડૉ.તાઝીન ફાતમા જીત્યા છે. આ બેઠક પર યોજાયેલી 20મી ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે.

    આ પરિણામો જોઈને સપાના ઉમેદવાર અસીમ રાજા ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે રામપુર ચૂંટણીમાં 70 ટકા વોટ લૂંટાયા હતા. આનંદી ટીવી યુપીના જણાવ્યા અનુસાર, તેમણે પોતાની હાર માટે રામપુર પોલીસને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે “પોલીસના માણસોએ દંડાના જોર પર લોકોને મતદાન કરતા રોક્યા હતા.”

    - Advertisement -

    રામપુર સદરમાં પેટાચૂંટણી, 2019 ના હેટ સ્પીચ કેસમાં દોષિત જાહેર થયા બાદ એસપી ધારાસભ્ય અને પાર્ટીના મજબૂત નેતા આઝમ ખાનને ગેરલાયક ઠેરવવાને કારણે જરૂરી બની હતી.

    રામપુરની જીત ભાજપ માટે મોટી જીત છે, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી છે. બીજેપી ક્યારેય આ સીટ જીતી શકી ન હતી, જ્યારે આઝમ ખાન અને તેમના પરિવારના સભ્યો 2002 થી સતત જીતી રહ્યા છે. આઝમ ખાને પોતે 1980 અને 1993 ની વચ્ચે વિવિધ પક્ષો દ્વારા ટિકિટ પર આ સીટ જીતી હતી.

    આમ લગભગ 70 વર્ષ અને 20 ચૂંટણીઓ બાદ ઉત્તરપ્રદેશના આ રામપુર સદર ક્ષેત્રને આકાશ સક્સેનાના રૂપમાં પહેલા હિન્દૂ અને પહેલા ભાજપ ધારાસભ્ય મળ્યા છે. નોંધનીય છે કે આકાશ સક્સેના યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નજીકના લોકોમાંથી એક છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં