Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણ'મોદી હમેં કિસ મોડ પે લે આયા, બહરૂપિયા બનાકર છોડ ડાલા...': પોતાનું...

    ‘મોદી હમેં કિસ મોડ પે લે આયા, બહરૂપિયા બનાકર છોડ ડાલા…’: પોતાનું અસ્તિત્વ ટકાવવા ક્યારેક કુલી તો ક્યારેક સુથાર બનવા મજબૂર રાહુલ ગાંધી

    કોંગ્રેસ પાસે પોતાના ગઢ પણ બચ્યા નથી. જે વિસ્તારો કોંગ્રેસના ગઢ તરીકે ઓળખાતા હતા, ત્યાં 'સ્ટાર પ્રચારક' રાહુલ ગાંધીના પ્રતાપે એવા લોકો શોધવા મુશ્કેલ બની ગયા છે કે જેઓ પાર્ટીનો ઝંડો લઈને ફરવા તૈયાર હોય.

    - Advertisement -

    ફિલ્મ ‘સત્તે પે સત્તા’ના એક ગીતની કેટલીક પંક્તિઓ નીચે મુજબ છે;

    प्यार हमें किस मोड़ पे ले आया
    कि दिल करे हाय
    हाय
    कोई ये बताए क्या होगा

    સ્વતંત્ર ભારતમાં નેહરુ-ગાંધી પરિવારનો સત્તા પ્રત્યેનો પ્રેમ એવો હતો કે શું થશે તે માત્ર તેઓ જ કહી શકતા હતા. પરંતુ નરેન્દ્ર મોદીના ઉદય સાથે ભારતીય રાજકારણમાં એવો વળાંક આવ્યો કે હવે એ જ પરિવારનો ‘યુવાન’ બહુરૂપિયો બનીને ફરે છે અને પૂછે છે કે ‘કોઈ તો કહો કે શું થશે’.

    - Advertisement -

    રાજકારણના આ વળાંકે રાહુલ ગાંધીને એક બહુરૂપિયો બનાવીને છોડી દીધા છે, જેમના જન્મની સાથે જ કોંગ્રેસીઓએ જાહેરાત કરી હતી કે ‘આપણા આગલા રાજકુમાર આવી ગયા છે. આપણા વડાપ્રધાન બનવા આવ્યા છે.’ પરંતુ હવે સત્તાની લાલસામાં રાહુલ ગાંધી દરરોજ વેશ બદલી રહ્યા છે. થોડા સમય પહેલા તે ‘કુલી’ તરીકે માથે ટ્રોલી લઈને ફરતાં હતા. 28 સપ્ટેમ્બર 2023 ના રોજ, તેઓ વેશ બદલીને સુથાર બન્યા હતા. તાજેતરના મહિનાઓમાં, તે સતત પોતાનો વેશ બદલી રહ્યા છે. ક્યારેક ટ્રક ડ્રાઈવર, ક્યારેક બાઇક મિકેનિક તો ક્યારેક રસોઈયા…

    2019માં રાહુલ અમેઠીથી ભાગીને વાયનાડ પહોચ્યા હતા. હવે બહુરૂપિયો બનીને 2024માં ભાગી ભાગીને તેઓ ક્યાં પહોંચશે તેની આગાહી કરવી કોંગ્રેસીઓ માટે પણ અશક્ય લાગે છે.

    ભલે રાહુલ દરેક વખતે પોતાનો વેશપલટો કરે છે, તેમને લાગે છે કે તેઓ ‘લોક કલ્યાણ માર્ગ’ પર પહોંચવાના છે, ભલે ‘કોંગ્રેસ મુક્ત ભારત’ ભાજપનું સૂત્ર છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસને 44 બેઠકો પર લાવવામાં ભાજપ કરતાં રાહુલ ગાંધીએ મોટી ભૂમિકા ભજવી છે. એક દાયકા પહેલા સુધી સ્થિતિ એવી હતી કે કોંગ્રેસ પાસે મોટા શહેરોથી લઈને નાના ગામડાઓ સુધી કાર્યકરોની ફોજ હતી. ચૂંટણી આવતા જ આ સેનાએ પોતાના કિલ્લાનું રક્ષણ કરવાનું શરૂ કરી દેતી હતી.

    પરંતુ હવે સ્થિતિ એવી છે કે સેનાને તો છોડો, કોંગ્રેસ પાસે પોતાના ગઢ પણ બચ્યા નથી. જે વિસ્તારો કોંગ્રેસના ગઢ તરીકે ઓળખાતા હતા, ત્યાં ‘સ્ટાર પ્રચારક’ રાહુલ ગાંધીના પ્રતાપે એવા લોકો શોધવા મુશ્કેલ બની ગયા છે કે જેઓ પાર્ટીનો ઝંડો લઈને ફરવા તૈયાર હોય. સાદી ભાષામાં કહીએ તો, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની કારમી હાર અને ત્યારબાદ નેતૃત્વની નબળાઈને કારણે કોંગ્રેસે આત્મવિશ્વાસ ગુમાવ્યો છે.

    દોષનો ટોપલો કોઈ બીજા પર ઢોળવાનો પ્રયાસ કરવામાં આવે તો પણ તેનો શ્રેય માત્ર 53 વર્ષના યુવા ચહેરાને જ જાય છે જેઓ વડાપ્રધાન બનવાનું સપનું જુએ છે. એ ચહેરો જેની પાસે પોતાની કોઇ દ્રષ્ટી જ નથી, ના કોઇ વ્યૂહરચના છે. જે ભાજપ કોઇ ભૂલ કરે તેની રાહ જોઈને બેઠા છે. જે જમીન પર સંઘર્ષ કરવાને બદલે કાલનેમી જેવો વેશપલટો કરવામાં વ્યસ્ત છે. જેમને લાગે છે કે ચૂંટણી વોટિંગથી નહીં પરંતુ ‘સોશિયલ મીડિયા’ પર નવા ગેટઅપમાં ફોટા પોસ્ટ કરીને જીતવામાં આવે છે.

    દેશવિરોધી નિવેદનો, અદાણી-અંબાણીનાં નારા, દેશની જમીન પર ચીનના કબજાની ખોટી વાર્તા અને લોકશાહી અને મીડિયા પરના હુમલાઓ રટણ કરી કરીને કંટાળી ગયેલા રાહુલ ગાંધીને જોઈને લાગે છે કે તેઓ મુદ્દાવિહીન થઈ ગયા છે. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીઓમાં પણ રાહુલે કોંગ્રેસની હારની વાત કરવા કરતાં ભાજપની હાર પર વધુ ચર્ચા કરવાનું યોગ્ય માન્યું હતું. વાસ્તવમાં તેઓ ભાજપની હારમાં પોતાની જીત શોધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

    સત્તાનો લોભ કોઈને પણ કોઈપણ સ્તરે લઈ જઈ શકે છે. આજે રાહુલ ગાંધી સમચારમાં રહેવા માટે અલગ-અલગ રૂપ અપનાવી રહ્યા છે. અથવા એમ કહીએ તો ખોટું નહીં ગણાય કે રાજકીય બહુરૂપિયો બનીને ફરી રહ્યા છે. દિલ્હીના આનંદ વિહાર સ્ટેશન પર કુલી બન્યા બાદ હવે તે દિલ્હીના જ ફર્નિચર માર્કેટમાં સુથાર તરીકે કામ કરતા જોવા મળ્યા છે. જો રાહુલ આમ જ આગળ વધતા રહેશે તો તે દિવસ દૂર નથી જ્યારે તે અબ્દુલની પંચરની દુકાન પર પણ જોવા મળશે.

    ગમે તે હોય, પરંતુ… મોહનદાસ કરમચંદ ગાંધીએ દેશની આઝાદી પછી કોંગ્રેસને નાબૂદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એમકે ગાંધીએ કહ્યું કે કોંગ્રેસનો હેતુ પૂરો થઈ ગયો છે, તેથી હવે તેની જરૂર નથી. પણ પછી નેહરુએ ગાંધીજીની વાત ન સાંભળી. હવે રાહુલ ગાંધી જે ‘કાલનેમી સ્પીડ’માં છે તેના પરથી લાગે છે કે એમ કે એમકે ગાંધીની અધૂરી ઈચ્છા પૂરી કર્યા પછી જ તેઓ દમ લેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં