મહારાષ્ટ્રમાં રાજકીય અશાંતિ વચ્ચે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા મુંબઈમાં હોવાના અહેવાલો સામે આવ્યા પછી, પાર્ટીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ માત્ર તેમની પુત્રી સાથે માલદીવ જવા માટે મુંબઈ શહેરમાં અમુક સમય રોકાયા હતા
કોંગ્રેસની સ્પષ્ટતા એવા અહેવાલો વચ્ચે આવી હતી કે પક્ષના મહાસચિવ મુંબઈ પહોંચ્યા હતા જ્યાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકાર સાથે જોરદાર રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે, જેમાં કોંગ્રેસ એક ભાગ છે, શિવસેનાના એક જૂથ, એકનાથ શિંદેના નેતૃત્વના ધારાસભ્યો, દ્વારા બળવાને પગલે ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે.
There have been reports all day that Priyanka Gandhi Vadra reached Mumbai. She only transited through Mumbai to be with her daughter who turns 20 and is completing a instructor level diving course in the Maldives. She is back on June 30.
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 23, 2022
પૂરી વાત એમ છે કે ગઈ કાલે અહેવાલો આવી રહ્યા હતા કે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મુંબઈમાં આવ્યા છે. જેથી સૌએ આશા બાંધી લીધી હતી કે હાલ મહારાષ્ટ્રની કોંગ્રેસ ભાગીદારીવાળી સરકાર પર જે સંકટ આવ્યું છે તેની ચિંતા અને ચિંતન કરવા માટે પ્રિયંકા મુંબઈ આવ્યાં હશે. પરંતુ ગાંધી પરિવાર પાસે આવી આશા એ હંમેશની જેમ નિઠારી ઠરી કેમ કે પ્રિયંકા પાર્ટી પર આવી પડેલ સંકટ માટે નહીં પરંતુ પોતાના માલદીવ પ્રવાસ માટે વિમાન પકડવા મુંબઈ આવ્યા હતા.
ગાંધી પરિવારને પક્ષને તકલીફમાં છોડીને ભગવાની આદત
કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે આ કોઈ નવાઈની વાત તો છે નહિ, કેમ કે આની પહેલા પણ કેટલાય એવા દાખલા આવી ચૂક્યા છે કે જેમાં કોંગ્રેસ સંગઠન કે કોઈ કોંગ્રેસ સરકાર પર કઈક સંકટ આવ્યું હોય ત્યારે રાહુલ ગાંધી હોય કે પ્રિયંકા ગાંધી, તેઓ આ જ રીતે પોતાની જવાબદારીઓથી ભાગીને વિદેશ પ્રવાસ પર જતાં રહ્યા હોય.
હમણાં છેલ્લે જ્યારે કોંગ્રેસની પ્રશાંત કિશોર સાથે કરેલી ડીલ તૂટી ગઈ હતી અને કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ થઈ જવા પામી હતી ત્યારે પણ કોંગ્રેસને એવી જ સ્થિતિમાં મૂકીને રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે ચાલ્યા ગયા હતા અને સૌના સંપર્ક બહાર રહ્યા હતા.
એ બાદ જ્યારે ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલને લઈને ઘમાસાણ ચાલી રહ્યું હતું ત્યારે પણ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસની સ્થિતિને સુધારવાના પ્રયત્નો કરવાની જગ્યાએ નેપાળ પ્રવાસે ચાલ્યા ગયા હતા. જ્યાં તેઓ ત્યાં નાઈટક્લબમાં પાર્ટી કરતાં જોવા મળ્યા હતા.
જોવા જેવી વાત છે કે નાના નાના અનેક પ્રવાસો ઉપરાંત 2015માં ફેબ્રુઆરીથી એપ્રિલના ગાળામાં રાહુલ ગાંધી 60 દિવસ માટે સતત ગાયબ રહ્યા હતા. સુરક્ષા એજન્સીઓને કોઈ પણ જાતની જાણકારી આપ્યા વગર 60 દિવસ માટે ગાયબ થયેલ રાહુલ ગાંધીના આ પ્રવાસની ગુપ્ત વિગતો ડિસેમ્બર 2015માં ઈન્ડિયા ટુડેના એક અહેવાલમાં બહાર આવી હતી. જે મુજબ રાહુલ ગાંધી આ 60 દિવસ દરમિયાન મોટો સમય થાઈલેંડમાં જ રહ્યા હતા. આ પ્રવાસ તેમણે ત્યારે કર્યા જ્યારે હજુ 2014માં જ કોંગ્રેસે દેશમાં પોતાની સત્તા ગુમાવી હતી.
રાહુલ ગાંધીનો એ યાદગાર જન્મદિવસ
હવે જ્યારે પ્રિયંકા ગાંધી પોતાની પુત્રીના જન્મદિવસને ઉજવવા માલદીવ જઈ રહ્યા છે ત્યારે નોંધવા જેવી બાબત એ છે કે આ પહેલી વાર નથી કે ગાંધી પરિવારના કોઈ બાળકનો જન્મદિવસ આમ વીઆઇપી રીતે ઉજવાઇ રહ્યો હોય. 1977 માં, તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી સાથે એક વિમાનમાં રાહુલનો જન્મદિવસ ઉજવ્યો હતો.
1977 : Pictures of two India.
— Jatan Acharya (@jatanacharya) February 3, 2022
When more than half of the population was below poverty line, #RahulGandhi‘s birthday was celebrated on a plane. pic.twitter.com/7Qx2XD8NjC
આમ હવે એ સાફ સાફ જણાઈ આવે છે કે ગાંધી પરિવાર હજુ પોતાની ભૂલોમાંથી કાઇ શીખી નથી રહ્યો. આજે પણ આ પરિવાર જ્યારે તેમની કોંગ્રેસ પાર્ટીને તેમની સૌથી વધારે જરૂર હોય ત્યારે પોતાની જવાબદારીમાંથી છટકીને ભાગતો જોવા મળે છે, ભલે એ રાહુલ ગાંધી હોય કે પ્રિયંકા ગાંધી.