દ્વારકા એક્સપ્રેસવે (Dwarka Expressway) અને તેની પાછળ થયેલા ખર્ચને લઈને આમ આદમી પાર્ટીએ કેન્દ્રની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. ભાજપને ઘેરવા દ્વારકા એક્સપ્રેસવે પર AAP નું રાજકારણ શરુ થઈ ચુક્યું છે. પાર્ટીના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડે કહ્યું કે આ એટલો મોટો ઘોટાળો છે, જેને કેન્દ્રીય એજન્સી નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG: Comptroller and Auditor General) પણ ન દબાવી શક્યા. આ વિશે વાત કરતા તેમણે ₹ 18 કરોડ પ્રતિ કિલોમીટર અને ₹ 251 કરોડ પ્રતિ કિલોમીટર જેવા આકડાઓની ગણતરી કરાવી હતી.
AAPની પ્રિયંકા કક્કડે 16 ઓગસ્ટ 2023ના રોજ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે દ્વારકા એક્સપ્રેસવેની પાછળ ખર્ચવામાં આવેલ કિંમતને કોઈ જાતના અપ્રૂવલ વગર જ વધારી દેવામાં આવી. આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલનું ઉદાહરણ આપતા કક્કડે ત્યાં સુધી કહી દીધું કે દિલ્હીમાં અનેક રસ્તાઓ, અનેક ફ્લાય ઓવરને તેની નિશ્ચિત કિંમત કરતા ઓછી કિંમતે બનાવવામાં આવ્યા છે.
VIDEO | "This is such as a big scam that the road, for which an approval of Rs 18 crore per km was given, was built at a cost of Rs 251 crore without any approval," says AAP spokesperson @PKakkar_ at a party protest on the under-construction Dwarka Expressway after CAG audit… pic.twitter.com/xXczuk1u65
— Press Trust of India (@PTI_News) August 16, 2023
દ્વારકા એક્સપ્રેસવેને લઈને ₹ 251 કરોડ પ્રતિ કિલોમીટરના ખર્ચ પર આમ આદમી પાર્ટી જે રાજકારણ રમી રહી છે, દિલ્હીમાં તેમના પોતાના આંકડા કેટલા ઓછા છે તે એક મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ દિલ્હીમાં AAP સરકાર દ્વારા બનાવવામાં આવેલા રસ્તાઓ/બ્રીજ/ફ્લાયઓવરમાં સંતાયેલા છે.
દિલ્હી સિગ્નેચર બ્રિજ અને કનેક્ટિંગ રોડનો ખર્ચ 2018 માં ₹ 266 કરોડ પ્રતિ કિમી હતો
પ્રિયંકા કક્કડે કદાચ દિલ્હીના સિગ્નેચર બ્રીજ (signature bridge)નું નામ નહીં સાંભળ્યું હોય. 2004માં આ પ્રોજેક્ટ વિશે ઘોષણા કરવામાં આવી, તે સમયે તેનું બજેટ હતું ₹ 887 કરોડ. 2007માં દિલ્હીની શીલા દીક્ષિત સરકારની કેબિનેટે તેનું બજેટ ₹ 1131 કરોડ કર્યું. 2015માં અરવિંદ કેજરીવાલની સરકાર હતી. પ્રિયંકા કક્કડે આ જ સિગ્નેચર બ્રીજના 2015ના બજેટને યાદ કરવું જોઈએ, જે ₹ 1594 કરોડનું હતું.
આ સિગ્નેચર બ્રીજ 675 મિટર લાંબો છે. બ્રીજને કનેક્ટ થતા રસ્તાઓ સહિત આખા પ્રોજેક્ટની લંબાઈ લગભગ 6 કિલોમીટર છે. જો ₹ 1594 કરોડનો 6 કિલોમીટર સાથે ભાગાકાર કરવામાં આવે તો તેનો પ્રતિ કિલોમીટર પર ₹ 266 કરોડનો ખર્ચ બેસે. દ્વારકા એક્સપ્રેસવે પર AAP નું રાજકારણ ત્યાં જ ખુલ્લું પડી જાય છે કે, જે આમ આદમી પાર્ટીની સરકારે ₹ 266 કરોડ પ્રતિ કિલોમીટરના ખર્ચ સાથે 2018માં 6 કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો, તે પાર્ટીની પ્રવક્તા વર્ષ 2023માં ₹ 251 કરોડ પ્રતિ કિલોમીટરના ખર્ચ સાથે બનેલા દ્વારકા એક્સપ્રેસવે ઉપર સવાલ ઉભા કરી રહી છે, જે ખરેખર હાસ્યાસ્પદ છે.
દ્વારકા એક્સપ્રેસવેનો મૂળ ખર્ચ, રાજકારણ અને માર્ગ પરિવહન મંત્રાલયનો જવાબ
14 ઓગસ્ટ, 2023 ના રોજ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દ્વારકા એક્સપ્રેસવેના ખર્ચ અંગે નિયંત્રક એવં મહાલેખા પરીક્ષકના રીપોર્ટ રજૂ કર્યા બાદ આંકડાઓ સાથે વિસ્તૃત જવાબ આપ્યો હતો. મંત્રાલયે કહ્યું હતું કે ભારતમાલા પરિયોજના હેઠળ ₹ 18.2 કરોડ પ્રતિ કિલોમીટરના ખર્ચનો આંકડો માત્ર દ્વારકા એક્સપ્રેસવેનો નહીં પરંતુ આખી પરિયોજના માટે હતો.
મંત્રાલયે તો ત્યાં સુધી જણાવ્યું હતું કે, ₹ 18.2થી વધારીને ₹ 251 કરોડ પ્રતિ કિલોમીટરનો જે આંકડો નિયંત્રક એવં મ્હાલેખા પરીક્ષકે આપ્યો, તે તથ્યાત્મક રીતે સાચો નથી.
જોકે મંત્રાલયે તે પણ સ્વીકાર્યું હતું કે CAGના સૂચન મુજબ જો ગ્રેડ આધારિત નિર્માણ કરવામાં આવ્યું હોત તો દ્વારકા એક્સપ્રેસવે બનાવવાનો અંદાજીત ખર્ચ ₹ 1200 કરોડ જેટલો ઓછો આવ્યો હોત, પરંતુ તેની પાછળ પણ એક અડચણ હતી. જો તેમ કરવામાં આવ્યું હોત તો નિર્માણ કાર્યમાં ખુબ વિલંબ થાત. જેના માટે મંત્રાલયે રાષ્ટ્રીય રાજમાર્ગ-48 નું ઉદાહરણ પણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દ્વારકા એક્સપ્રેસવે દિલ્હીના દ્વારકા અને હરિયાણાના ગુરુગ્રામ વચ્ચે બનેલો પ્રથમ 8-લેન એલિવેટેડ શહેરી એક્સપ્રેસવે હશે. 29 કિલોમીટર લાંબા દ્વારકા એક્સપ્રેસવેનો 18.9 કિલોમીટરનો ભાગ ગુરુગ્રામમાં અને 10.1 કિલોમીટર જેટલો ભાગ દિલ્હીમાં આવેલો છે. આ એક્સપ્રેસવેની કુલ લંબાઈમાંથી 23 કિલોમીટર એલિવેટેડ (જમીનથી ઉપર) છે, જયારે 4 કિલોમીટર લાંબી એક ટનલ છે.
શું છે ભારતમાલા પરિયોજના
આ પરિયોજનાની આછી-પાતળી સમજ આપીએ તો અખા દેશમાં રાષ્ટીય રાજમાર્ગોનું બૃહદ સત્ર પર નિર્માણ આપ સમજી જશો. 74,942 કિલોમીટર રાષ્ટ્રીય રાજમાર્ગોના વિકાસ માટે 2017માં આર્થિક વિષયોની કેબીનેટ સમિતિએ ભારતમાલા પરિયોજનાને મંજુરી આપી હતી. તે સમયે 34,800 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય રાજમાર્ગના નિર્માણ પાછળ ₹ 5,35,000 કરોડનું બજેટ મુકવામાં આવ્યું હતું.
ભારતમાલા પરિયોજના અને તેના માટે શરૂઆતમાં જે બજેટને કેબિનેટે ફાળવ્યું હતું, તેને દ્વારકા એક્સપ્રેસવે સાથે જોડીને જોવાથી તેમાં સમસ્યા લાગવાની જ છે. હાલમાં થઇ રહેલા રાજકારણ પાછળ પણ આ કારણ જ છે. જમીન પર રસ્તો બનાવવાના અંદાજીત બજેટને સંપૂર્ણ રીતે એલિવેટેડ અને ટનલો વાળાપ્રોજેક્ટ (દ્વારકા એક્સપ્રેસવે) સાથે સરખાવવું તે કેરીની સંતરા સાથે સરખામણી કરવા બરોબર છે. જો સરખામણી કરવી જ હોય તો દિલ્હીના સિગ્નેચર બ્રીજ અને તેમાં લાગેલા બજેટ સાથે સરખામણી કરો (2018 અને 2023 વચ્ચે 5 વર્ષમાં ખર્ચના વધેલા આંકડાઓને જો એક બાજુ રાખીને સરખામણી કરવામાં આવે તો પણ) તો જવાબ મળી જશે.