Friday, April 26, 2024
More
    હોમપેજમંતવ્યBBC ડોક્યુમેન્ટ્રી દ્વારા આ વર્ષે દેશને ગૌરવ અપાવનારી ઘટના સમયે શાહીનબાગ 2.0...

    BBC ડોક્યુમેન્ટ્રી દ્વારા આ વર્ષે દેશને ગૌરવ અપાવનારી ઘટના સમયે શાહીનબાગ 2.0 રચવાનો કારસો? – OpIndiaનાં એડિટરનો આંખ ઉઘાડતો આર્ટીકલ

    હવે અત્યારે આ સમયે આ પ્રકારની ડોક્યુમેન્ટ્રી જેમાં ફરીથી ગોધરાકાંડ કરતાં અનુગોધરા રમખાણોને મહત્તમ ફૂટેજ આપવામાં આવ્યું છે તેનું ટાર્ગેટ આવતાં વર્ષે થનારી લોકસભાની ચૂંટણી કદાચ હોઈ શકે પરંતુ તેનું મુખ્ય કારણ નીરવા મહેતાનાં તર્ક પ્રમાણે બીજું જ છે.

    - Advertisement -

    ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તે અન્ય ઘટનાની જેમ બીજી એક ઘટના ઘટી ગઈ છે તેનો આભાસ કરાવતી હોય છે. મોટેભાગે આ પ્રકારની ઘટનાઓમાં અમુક એવી ઘટનાઓ હોય છે જેનું પ્લાનિંગ આગોતરું હોય છે, પરંતુ તેને એટલી સરસ રીતે ઘટિત કરવામાં આવતી હોય છે કે આપણને તે નિર્દોષ અથવાતો આપમેળે બની ગઈ હોવાનો ભાસ થતો હોય છે. જો કોઈ તમને કહે કે BBCની તાજી ડોક્યુમેન્ટ્રી દેશમાં અરાજકતા ફેલાવવા માટે શાહીનબાગ 2.0 રચવાનો કારસો હોય શકે તો શું તમે એ માનશો?

    કદાચ ના. કારણકે શાહીનબાગ હવે ઈતિહાસ થઇ ગયો છે અને હાલની સરકારે કદાચ તેમાંથી ઘણું શીખ્યું હશે જેથી દેશમાં અરાજકતા ફેલાવવાની કોઈ પણ યોજના તે નિષ્ફળ બનાવી દેવા માટે સક્ષમ બની ગઈ હશે એવું આપણે માનીએ છીએ, બરોબર? ફરીથી ના! OpIndiaનાં અંગ્રેજી સંસ્કરણના એડિટર નીરવા મહેતાએ હાલમાં જ એક આર્ટીકલ લખ્યો છે જે આર્ટીકલ એ મુદ્દાને સ્પષ્ટ કરે છે કે BBCની હાલની બે ભાગની ડોક્યુમેન્ટ્રી એ મોદી વિરોધી હોવાનો નિર્દોષ અંચળો માત્ર પહેરીને આવી છે. આ ડોક્યુમેન્ટ્રીનો મૂળ હેતુ તો સાવ અલગ છે.

    આ મૂળ હેતુ શું છે તેની ચર્ચા કરીએ એ પહેલાં આપણે વાત કરીએ એ આર્ટીકલની. આ આર્ટીકલનાં ફક્ત એટલા માટે વખાણ નથી કરવા કારણકે નીરવા મારા સહકર્મચારી છે અથવાતો ઑપઇન્ડિયા માટે એ આર્ટીકલ લખવામાં આવ્યો છે. પરંતુ જે પ્રકારનું રિસર્ચ અને વિશ્લેષણ સાથે આ આર્ટીકલ લખવામાં આવ્યો છે તે ખરેખર દાદ માંગી લે તેવો છે.

    - Advertisement -

    ચાલો વખાણને બાજુમાં મૂકી દઈએ અને આર્ટીકલ વિષે વાત કરીએ. તો આ આર્ટીકલની શરૂઆત વર્ષ 2001નાં જાન્યુઆરીમાં ગુજરાતમાં આવેલા ભયંકર ધરતીકંપથી થઇ છે અને ત્યારથી માંડીને હાલના દિવસોમાં BBCની ડોક્યુમેન્ટ્રી અને તેના રીલીઝ બાદ ઉભા થયેલાં વિવાદ સુધીની મુખ્ય ઘટનાઓની મુદ્દાસર ચર્ચા કરવામાં આવી છે.

    જ્યારે સમયગાળો આટલો લાંબો હોય ત્યારે એ સ્વાભાવિક છે કે તેમાં ગોધરાકાંડ અને અનુગોધરા રમખાણોની ચર્ચા પણ આવી જાય. આ આર્ટીકલમાં આ તમામ બાબતોએ વિગતે તેમજ પુરાવા સાથે ખુલાસાઓ કરવામાં આવ્યા છે. અહીં કેવી રીતે ગોધરામાં બળેલો ડબ્બો સિગ્નલ ફળિયાના બાશીંદાઓ દ્વારા નહીં પરંતુ કારસેવકોનાં અંદરોઅંદરના ઝઘડાને લીધે સળગ્યો હોવાની મોં-માથાં વગરની પ્રતિક સિન્હા ટાઈપના લોકોની કોન્સ્પીરસી થીયરીને પણ ઉજાગર કરવામાં આવી છે.

    ત્યાંથી માંડીને રામમંદિર ચુકાદા બાદ કેવી રીતે કેટલાક તત્વો દ્વારા મનુસ્મૃતિ કરતાં ભારત દેશનાં બંધારણની પ્રતને બાળીને તેનો વિરોધ કરાય કે ન કરાય તેનાં પુરાવાઓ પણ આપણને આ આંખ ઉઘાડતી સ્ટોરીમાં વાંચવા મળશે. આ ઉપરાંત શાહીનબાગ દ્વારા દેશમાં અરાજકતા ફેલાવવાનો માહોલ કેવી રીતે સફળતાપુર્વક ઉભો કરવામાં આવ્યો તેની તમામ વિગતો નીરવાએ નિરાંતે સ્પષ્ટ કરી છે.

    હવે વાત કરીએ કે BBCની પહેલી નજરે મોદી વિરોધી લાગતી ડોક્યુમેન્ટ્રી કેવી રીતે દેશમાં અરાજકતા ફેલાવવા માટે પાયાનો પથ્થર બની રહેશે તેની. તો આ સ્ટોરીમાં નીરવા મહેતાએ જુનું SIMI અને હાલનું મુસ્લિમ વિદ્યાર્થી સંગઠન SIOનાં સંબંધોની કુંડળી ખોલીને મૂકી દીધી છે. અહીં એ યાદ રાખવાનું છે કે આ જ SIO દ્વારા થોડાં દિવસો અગાઉ હૈદરાબાદની  યુનિવર્સીટીમાં આ BBC ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

    અહીંથી પ્રેરણા લઈને JNU, અને બાદમાં બંગાળની જાદવપુર યુનિવર્સીટી કેરળમાં કોંગ્રેસ અને લેફ્ટ દ્વારા પણ આ ડોક્યુમેન્ટ્રી જાહેરમાં દેખાડવામાં આવી હતી. હવે આમ કરવાથી ફાયદો શું? તો ફાયદો એ કે દેશભરમાં 2002 બાદ જેટલાં પણ આતંકવાદી હુમલાઓ થયાં કે કોમી રમખાણો થયાં તેમાં અનુગોધરા રમખાણોનાં વિડીયો દેખાડીને કરવામાં આવેલાં અસંખ્ય બ્રેઈનવોશ મુખ્ય હતાં. એટલુંજ નહીં કૌસરબાનુ કેસમાં તેના ગર્ભને લગતી સાવ ખોટી થીયરીને મારીમચડીને ફેલાવવામાં આવી હતી એ કારણ પણ મહત્વનું હતું.

    હવે અત્યારે આ સમયે આ પ્રકારની ડોક્યુમેન્ટ્રી જેમાં ફરીથી ગોધરાકાંડ કરતાં અનુગોધરા રમખાણોને મહત્તમ ફૂટેજ આપવામાં આવ્યું છે તેનું ટાર્ગેટ આવતાં વર્ષે થનારી લોકસભાની ચૂંટણી કદાચ હોઈ શકે પરંતુ તેનું મુખ્ય કારણ નીરવા મહેતાનાં તર્ક પ્રમાણે બીજું જ છે. આપણને યાદ છે કે જ્યારે શાહીનબાગ પછી દેશની રાજધાની દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં ત્યારે અહીં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર હતાં. આથી આ રમખાણોનું મુખ્ય ટાર્ગેટ સુપરપાવરના સુપર વડા સામે ભારતની છબી ખરાબ કરવાનું હતું.

    તો આ વર્ષે ભારતમાં એક અતિશય મહત્વની અને દેશવાસીઓ માટે ગર્વ થાય તેવી એક ઇવેન્ટ થવાની છે જેના રંગમાં ભંગ પાડવાના હેતુથી તો આ ડોક્યુમેન્ટ્રી BBCએ રીલીઝ નહીં કરી હોય? આ પ્રકારની શંકા નીરવા મહેતાએ પોતાની સ્ટોરીમાં વ્યક્ત કરી છે.

    હવે આ મહત્વની ઇવેન્ટ જે આ વર્ષે દેશમાં થવાની છે એ કઈ છે અને તે અગાઉ BBC ડોક્યુમેન્ટ્રી કેવી રીતે દેશમાં અરાજકતા ફેલાવી શકે છે તેની સંપૂર્ણ માહિતી વાંચવા માટે તો તમારે OpIndia Englishનાં એડિટર નીરવા મહેતા દ્વારા લખવામાં આવેલી વિગતવાર સ્ટોરી અહીં ક્લિક કરીને વાંચવી જ પડે. આશા છે આ સ્ટોરી વાંચીને આપને ખ્યાલ આવશે કે કેવી રીતે ભારતવિરોધી તત્વો એક થઈને દેશનું નામ, દેશની છબી અને દેશની શાંતિને ભંગ કરવા માટે સદાય તૈયાર હોય છે.

    આથી આવનારા સમયમાં જ્યારે પણ કોઈ દેશવિરોધી ઘટના બને ત્યારે તેને બીજી એક ઘટના ન માનતાં તેની પાછળ રહેલાં કારણોની આપણે વિગતવાર છણાવટ કરવી જોઈએ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં