
પશ્ચિમ બંગાળમાં ભાજપે નવા મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીના નામ પર મહોર મારી દીધી છે. આજે (8 મે) યોજાયેલી ભાજપ વિધાનમંડળ દળની બેઠકમાં તેમના નામની સત્તાવાર પસંદગી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બેઠક દરમિયાન કેન્દ્રીય નિરીક્ષ અમિત શાહ અને વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આ નિર્ણય લેવાયો હતો.
Kolkata | "I announce the name of Suvendu Adhikari elected as Leader of West Bengal BJP Legislative Party," says Union Home Minister Amit Shah, appointed as the Central Observer for the election of the legislative party leader in West Bengal pic.twitter.com/157ubIWG7g
— ANI (@ANI) May 8, 2026
ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જીને હરાવ્યા બાદ શુભેન્દુ અધિકારી ભાજપના બંગાળમાં સૌથી પ્રભાવશાળી ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. વિધાનસભામાં આક્રમક વિરોધી નેતા તરીકેની તેમની ભૂમિકા અને સંગઠન પરની મજબૂત પકડને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આખરે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ભાજપના ઐતિહાસિક વિજય બાદ હવે શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 9 મેના રોજ શપથગ્રહણ સમારોહ યોજવામાં આવશે, જેમાં વડા પ્રધાન મોદી સહિત NDAના અનેક દિગ્ગજ નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.

