Thursday, November 21, 2024
More

    સુરત પોલીસે MD ડ્રગ્સ મામલે મુંબઈથી એક નાઇજિરિયન નાગરિકને દબોચ્યો: અગાઉ ઈરફાન પઠાણ, મોહમ્મદ તૌસીફ અને અશફાક કુરેશીની થઈ હતી ધરપકડ

    ડ્રગ્સ વિરુદ્ધના અભિયાન અંતર્ગત સુરત પોલીસે (Surat Police) ₹55.48 લાખના MD ડ્રગ્સ (Drugs Case) કેસ મામલે એક નાઇજિરિયન નાગરિકની ધરપકડ (Arrest of Nigerian national) કરી છે. સુરત પોલીસે નાઇજિરિયન ડ્રગ ડીલરની મુંબઈના નાલાસોપારાથી ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.

    આ કેસને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચે અગાઉ સચિન ચેક-પોસ્ટ પરથી MD ડ્રગ્સની એક ખેપને પકડી પાડી હતી. આ સાથે જ પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ પણ કરી હતી. જેમની ઓળખ, ઈરફાન પઠાણ, મોહમ્મદ તૌસીફ ઉર્ફે કોકો મોહમ્મદ રફીક શાહ અને અશફાક ઈર્શાદ કુરેશીની ધરપડક કરી હતી. આરોપીઓ પાસેથી 554.82 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું.

    આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, તેમણે સૈયદપુરાના રહેવાસી પેડલર મોહમ્મદ શાહનવાઝ ઉર્ફે અબ્દુલ કાળિયા મોહમ્મદ આદમ શેખ પાસેથી ડ્રગ્સ લીધું હતું. આ ઉપરાંત વધુ પૂછપરછમાં મુંબઈના અજય ઠાકુરનું નામ સામે આવ્યું હતું.

    જે બાદ ક્રાઇમ બ્રાન્ચે અજય ઠાકુરને દબોચ્યો હતો. અજય ઠાકુરે પોલીસને જણાવ્યું હતું કે, તેણે મુંબઈમાં રહેતા એક નાઇજિરિયન નાગરિક ડેવિડ પ્રિન્સ પાસેથી ડ્રગ્સ વેચાતું લીધું હતું. જે બાદ પોલીસે હવે ડેવિડની ધરપકડ કરી છે.