
નાશિક સેશન્સ કોર્ટે TCS નાશિક BPO કેસમાં મુખ્ય આરોપી નિદા ખાનની આગોતરા જામીનની અરજી નકારી કાઢી છે. ગર્ભવતી હોવાનો દાવો કરીને જામીન મેળવવાનો પ્રયાસ કરતી નિદા હજુ સુધી પોલીસની પકડમાંથી બચી છે અને તેના વકીલો હવે હાઇકોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ નિર્ણય સાથે પોલીસને તેની અટકાયત કરીને કસ્ટોડિયલ તપાસ કરવાની તક મળી છે.
નિદા ખાન TCSના નાશિક ઑફિસમાં પ્રોસેસ એસોસિયેટ તરીકે કામ કરતી હતી. તેની સામે નવ FIRમાંથી એકમાં આરોપ છે કે તેણે હિંદુ મહિલાઓને બુરખા પહેરાવી, મજહબી પુસ્તકો અને એપ્સ આપીને ઇસ્લામ અપનાવવા માટે દબાણ કર્યું હતું. વધુમાં તેણે શિવલિંગનું અપમાન કરીને તેને પુરુષ લિંગ તરીકે વર્ણવ્યું હતું અને પીડિતાઓને નમાજ પઢવા, બીફ ખાવા તેમજ ધર્માંતરણ માટે ગેસલાઇટિંગ કર્યું હતું. પોલીસની અંડરકવર તપાસમાં જ આ ભયાનક ષડ્યંત્ર સામે આવ્યું હતું.
Nashik Court denies anticipatory bail to Nida Khan in TCS case.
— Live Law (@LiveLawIndia) May 2, 2026
આ કેસમાં કુલ આઠ આરોપીઓમાંથી સાતની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ નિદા ખાન હજુ ફરાર છે. પોલીસે માર્ચ-એપ્રિલમાં નોંધાયેલી FIRમાં જાતીય સતામણી, ધાર્મિક લાગણીઓને ઠેસ અને SC/ST એક્ટની કલમો પણ ઉમેરી છે. નિદાની મલેશિયા અને મલેગાંવ સાથેની કડીઓની પણ તપાસ ચાલી રહી છે. આ કેસ હિંદુ મહિલાઓના કાર્યસ્થળમાં વધતા ઇસ્લામી રેડિકલાઇઝેશનના જોખમને ફરી એક વાર ઉજાગર કર્યું છે.

