ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, તેમના ભત્રીજા અને અન્ય અમુક વ્યક્તિઓ સામે અમેરિકાની એજન્સીઓએ લાંચનો આરોપ લગાવ્યો છે. તેમની ઉપર બિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપવાનો અને રોકાણકારો સમક્ષ તેનો ખુલાસો ન કરવાનો આરોપ છે.
ગૌતમ અદાણી સાથે તેમના ભત્રીજા સાગર અદાણી તેમજ અદાણી જૂથની કંપનીના અમુક કર્મચારીઓનાં પણ આ કેસમાં નામ દાખલ કરવામાં આવ્યાં છે.
અમેરિકન એજન્સીઓનું કહેવું છે કે, અદાણી અને અન્યએ 20 વર્ષમાં 2 મિલિયન ડોલરનો લાભ થાય એવા ભારતના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ તૈયાર કરવા માટેનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલરની લાંચ આપવાની તૈયારી દર્શાવી હતી.
કુલ 7માંથી પાંચ વ્યક્તિઓને ફોરેન કરપ્ટ પ્રેક્ટિસીસ એક્ટના ઉલ્લંઘન બદલ આરોપી બનાવવામાં આવી છે, જ્યારે ચાર સામે ન્યાયમાં અડચણ પેદા કરવાની કલમો હેઠળ આરોપ ઘડવામાં આવ્યા છે.
અદાણી જૂથ આ અંગે ગુરુવારે (21 નવેમ્બર) વિસ્તૃત નિવેદન બહાર પાડી શકે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.