Thursday, December 5, 2024
More

    પંજાબ: અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં ગોળીબાર, ‘તનખૈયા’ની સજા કાપતા SAD નેતા સુખબીર સિંઘ બાદલનો આબાદ બચાવ

    પંજાબના અમૃતસર સ્થિત પ્રસિદ્ધ સુવર્ણ મંદિરના ગેટ પર ફાયરિંગની ઘટના બની છે. બુધવારે (4 ડિસેમ્બર) સવારે બની, જેમાં હુમલો શિરોમણી અકાલી દળના પૂર્વ પ્રમુખ સુખબીર સિંઘ બાદલ પર કરવામાં આવ્યો, પરંતુ આસપાસની વ્યક્તિઓની સતર્કતાના કારણે તેઓ બચી ગયા હતા. 

    ઉલ્લેખનીય છે કે સુખબીર સિંઘ બાદલ હાલ અમૃતસરના સુવર્ણ મંદિરની બહાર સેવાદાર બનીને સજા કાપી રહ્યા છે. તેમને શીખોની સર્વોચ્ચ સંસ્થા અકાલ તખ્ત સાહિબે ‘તનખૈયા’ ઘોષિત કર્યા છે. તેમને 2007થી 2017 સુધી પંજાબમાં તેમની પાર્ટીએ કરેલી ‘ભૂલો’ બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે તનખૈયાનો અર્થ શીખ ધર્મમાં ધાર્મિક દુરાચાર સાથે સંબંધિત છે. 

    બાદલ મંગળવારે વ્હીલ ચેર પર સુવર્ણ મંદિર પહોંચ્યા હતા અને સજાની ભરપાઈ કરી હતી. તેમણે સ્વર્ણ મંદિરની સામુદાયિક રસોઈમાં વાસણો પણ સાફ કર્યાં હતાં. ત્યારબાદ તેઓ ગેટ પર પહેરેદારી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. 

    એક વ્યક્તિએ અચાનક પહોંચી જઈને સુખબીર સિંઘ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પરંતુ તેમની આસપાસના લોકોએ વચ્ચે પડીને હુમલો કરનારને દબોચી લીધો. તેની પાસેથી પિસ્તોલ મળી આવી છે.