જુમ્માની નમાજ બાદ શુક્રવારે (12 ડિસેમ્બર) બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઉસ્માન હાદી પર ગોળીબાર થયો હોવાનું સામે આવ્યું છે. બેટરી આધારિત રિક્ષામાં ઉસ્માન ‘બચાવો-બચાવો’ની બૂમો પાડતો પણ જોવા મળ્યો હતો. તેના કાન અને માથામાંથી લોહી વહી રહ્યું હતું. ઉસ્માન હાદી ઇન્કિલાબ મંચનો સંયોજક પણ છે અને તેને નજીકથી ગોળી મારવામાં આવી હતી.
નોંધવા જેવું છે કે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવવા માટે હાદી ઉસ્માને મોટી ભૂમિકા નિભાવી હતી. ભારતવિરોધી નિવેદનોને કારણે ચર્ચામાં રહેતો હાદી સામાન્ય ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવાર પણ હતો, પરતું ચૂંટણીની જાહેરાતના આગલા દિવસે જ અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર ગોળીબાર કરી દીધો.
‘ગ્રેટર બાંગ્લાદેશ’નો મેપ કર્યો હતો શેર
અહેવાલો અનુસાર, હુમલાની થોડી કલાકો પહેલાં જ ઉસ્માન હાદીએ ‘ગ્રેટર બાંગ્લાદેશ’ નામનો એક મેપ શેર કર્યો હતો, જેમાં ભારતના કેટલાક ભાગ (પૂર્વોત્તર) સામેલ કરવામાં આવ્યા હતા. આ મેપના કારણે સોશિયલ મીડિયા પર ભારે વિવાદ પણ ઊભો થયો હતો. ઉસ્માન ઇસ્લામી સંગઠન ‘ઇન્કિલાબ મંચ’નો પ્રવક્તા છે અને ચૂંટણીમાં ઢાકાથી અપક્ષ ઉમેદવાર પણ છે.

નોંધવા જેવું છે કે ગોળીબાર કરનારા માણસો બાઇક પર આવ્યા હતા અને રિક્ષાની બાજુમાં બાઇક લઈને ઉસ્માન પર હુમલો કરી દીધો હતો. તેને તત્કાલીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

