ચીનના હાંગઝાઉમાં ચાલી રહેલા 19મા એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. દેશના ખેલાડીઓએ અત્યાર સુધીમાં કુલ 81 પદક જીત્યા છે, જેમાંથી 17 સુવર્ણ પદક છે. આ પહેલાં વર્ષ 2018માં ઇન્ડોનેશિયામાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતને કુલ 70 પદકો મળ્યા હતા જેમાંથી 16 સુવર્ણ પદકો હતા.
બીજી તરફ, આ વખતે ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ તો કિશોર જેનાને સિલ્વર મેડલ જીત્યા છે. નીરજ ચોપડાએ 88.88 મીટર ભાલો ફેંક્યો હતો, જ્યારે કિશોર જેનાએ 87.54 મીટર દૂર ભાલો ફેંક્યો. આ ઉપલબ્ધિ મેળવતાંની સાથે જ કિશોર જેના અગામી પેરિસ ઓલેમ્પિક માટે ક્વોલિફાય થઇ ગયા છે. એશિયન ગેમ્સમાં હજુ 4 દિવસ બાકી છે, જેથી પદકોની સંખ્યા વધવાની પૂરેપૂરી સંભાવના છે.
હાંગઝાઉમાં રમત મહોત્સવનું સમાપન અગામી 8 ઓકટોબર 2023ના રોજ થશે. સમાપન પહેલાં પ્રબળ સંભાવનાઓ છે કે સુવર્ણ પદકો મામલે ભારત નવો વિક્રમ સ્થાપિત કરે. અત્યાર સુધીમાં ભારતે કુલ 18 સુવર્ણ, 31 રજત અને 32 કાંસ્ય પદકો જીત્યા છે. ભારત માટે રેકોર્ડ તોડનારું પદક આર્ચરી (તીરંદાજી)ની ટીમે જીત્યું હતું. ઓજસ પ્રવિણ ડોતાલે અને જ્યોતિ સુરેખા વેન્નમે 4 ઓકટોબરના રોજ સવારે તીરંદાજી સ્પર્ધામાં દક્ષિણ કોરિયાના તીરંદાજોને હરાવીને આ પદકો મેળવ્યા હતા.
નીરજ ચોપડાએ ગોલ્ડ અને કિશોર જેનાને સિલ્વર મેડલ મળ્યા બાદ તેમજ એશિયન ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ તેને આખા દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે દરેક મેડલ અથાગ મહેનત અને રમત પ્રત્યે ખેલાડીઓના સમર્પણને દર્શાવે છે.
India shines brighter than ever before at the Asian Games!
— Narendra Modi (@narendramodi) October 4, 2023
With 71 medals, we are celebrating our best-ever medal tally, a testament to the unparalleled dedication, grit and sporting spirit of our athletes.
Every medal highlights a life journey of hard work and passion.
A… pic.twitter.com/lkLaRvm8pn
તો બીજી તરફ યુવા ખેલ તેમજ પ્રસારણ બાબતોના મંત્રી અનુરાગ ઠાકુરે પણ આ ઉપલબ્ધિઓને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણા ટેલેન્ટેડ એથલીટે આ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવામાં સફળતા હાંસલ કરી છે. તેમણે તેમ પણ જણાવ્યું કે જ્યાં સુધી રમતોનું સમાપન નહીં થાય ત્યાં સુધી આની ગણતરી ચાલુ રહેશે.
𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐈𝐂 𝐅𝐄𝐀𝐓 𝐔𝐍𝐅𝐎𝐋𝐃𝐒! 😍
— Anurag Thakur (@ianuragthakur) October 4, 2023
𝗝𝗮𝗸𝗮𝗿𝘁𝗮 𝟮𝟬𝟭𝟴- 𝟳̴𝟬̴ ̴(̴𝗣̴𝗿̴𝗲̴𝘃̴𝗶̴𝗼̴𝘂̴𝘀̴ ̴𝗕̴𝗲̴𝘀̴𝘁̴)̴
𝗛𝗮𝗻𝗴𝗵𝗼𝘂 𝟮𝟬𝟮𝟮- 7⃣1⃣ & 𝗖𝗼𝘂𝗻𝘁𝗶𝗻𝗴 💪
🇮🇳 achieves its 𝐁𝐞𝐬𝐭-𝐄𝐯𝐞𝐫 𝐏𝐞𝐫𝐟𝐨𝐫𝐦𝐚𝐧𝐜𝐞 at any edition of the #AsianGames!!
Our… pic.twitter.com/HUNXqgme0q
હાંગઝાઉ ગેમ્સમાં ભારત પદકો મેળવવામાં ચોથા સ્થાને છે. ચીન 304 પદકો મેળવીને પ્રથમ સ્થાને, જાપાન 135 પદકો સાથે દ્વિતીય અને કોરિયા 144 પદકો સાથે ત્રીજા સ્થાને છે. બીજી તરફ ચીને 66 જયારે જાપાને અને કોરીયાએ ક્રમશઃ 35 અને 33 સુવર્ણ પદક મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ રમતોમાં સુવર્ણ પદકોના આધારે પોઈન્ટ્સ ટેબલમાં સ્થાન આપવામાં આવે છે. જેના ગોલ્ડ મેડલ સૌથી વધુ તેને ઊંચું સ્થાન- આ પ્રકારની સિસ્ટમ હોય છે.
વર્ષ 2018 અને 2023 હાંગઝાઉ એશિયન ગેમ્સમાં ભારતનું પોતાના જૂના તમામ રેકોર્ડનું તોડવું તે વાતની સાબિતી છે કે, દેશમાં પાછલાં કેટલાંક વર્ષોમાં ‘ખેલો ઇન્ડિયા’ જેવા પ્રોજેક્ટ તેમજ ખેલાડીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓ પોતાનો પ્રભાવ દેખાડી રહી છે.