ભગવાન બજરંગ બલીને (હનુમાન) બુધવાર (12 જુલાઈ, 2023) ના રોજ શરૂ થયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના માસ્કોટ બનાવવામાં આવ્યા છે. આ ચેમ્પિયનશિપ થાઈલેન્ડમાં 12 જુલાઈથી 16 જુલાઈ 2023 દરમિયાન રમાઈ રહી છે અને તેમાં ઘણા દેશોના સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.
'Lord Hanuman' is chosen as the official mascot for the 25th Asian Athletics Championships in Thailand.
— SportsTiger (@The_SportsTiger) July 11, 2023
📷: Twitter#newsupdate #AsianAthleticsChampionship #lordhanuman #sportstiger #sportsnews #asianathleticsassociation #thailand pic.twitter.com/ikFUMTFWB1
એશિયન ચેમ્પિયનશિપની 50મી વર્ષગાંઠ પર યજમાન દેશ થાઈલેન્ડ દ્વારા ભગવાન હનુમાનના આ માસ્કોટની પસંદગી કરવામાં આવી છે. માસ્કોટની પસંદગી યજમાન દેશની આયોજક સમિતિ દ્વારા કરવામાં આવે છે. સાથે થાઈલેન્ડ દ્વારા હનુમાન દાદાને જ કેમ માસ્કોટ તરીકે પસંદ કરાયા તેની માહિતી પણ અપાઈ છે. યજમાન દેશે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ની વેબસાઈટ પર ભગવાન રામ અને ભગવાન હનુમાન વિશે પણ લખ્યું છે.
વેબસાઈટ પર લખ્યું છે, “હનુમાન (ભગવાન) રામની સેવામાં ઝડપ, શક્તિ, હિંમત અને બુદ્ધિ સહિતની અસાધારણ ક્ષમતાઓ દર્શાવે છે. હનુમાનની સૌથી મોટી ક્ષમતા તેમની અવિશ્વસનીય અડગ વફાદારી અને ભક્તિ છે. 25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સ 2023નો લોગો એથ્લેટ્સનું પ્રદર્શન, કૌશલ્ય, એથ્લેટ્સનું ટીમ વર્ક, એથ્લેટિકિઝમ, સમર્પણ અને રમતમાં ભાગ લેનારા એથ્લેટ્સની ખેલદિલી દર્શાવે છે.”
ભારતના ખેલાડીઓ પણ લઇ રહ્યા છે ભાગ
શોટપુટ ખેલાડી તજિન્દરપાલ સિંહ તૂર અને લાંબા જમ્પર મુરલી શ્રીશંકરની આગેવાની હેઠળ, ભારત ચેમ્પિયનશીપમાં પ્રભાવશાળી પ્રદર્શન કરવા પર ધ્યાન આપશે. ભારતીય ટીમ પાંચ દિવસીય એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે શનિવારે રાત્રે દિલ્હી અને બેંગલુરુથી બેંગકોક જવા રવાના થઈ હતી. આ ચેમ્પિયનશિપમાં એશિયાના તમામ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને ભારતીય ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરા થાઈલેન્ડમાં યોજાનારી ચેમ્પિયનશિપમાં ભાગ લેશે નહીં. નીરજ ચોપરાએ થાઈલેન્ડ જઈ રહેલી ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી છે.
બેંગકોકમાં એથ્લેટ્સ 45 વિવિધ ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સમાં ભાગ લેશે. થાઈલેન્ડ ઉપરાંત આઠ દેશોની ટીમ ઈવેન્ટની દરેક રમતમાં ભાગ લેશે. જેમાં હોંગકોંગ, ચીન, ભારત, ઈન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, ફિલિપાઈન્સ અને સિંગાપોરનો સમાવેશ થાય છે.