ભારતના યુવા ક્રિકેટર ઈશાન કિશને આજે (10 ડિસેમ્બર 2022) બાંગ્લાદેશ સામેની ODI રમતી વખતે ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રેકોર્ડ પર રેકોર્ડ બનાવ્યો. તેણે માત્ર 126 બોલમાં બેવડી સદી ફટકારી અને આ સાથે તે વિશ્વનો સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ક્રિકેટર બની ગયો. ઈશાન કિશને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડીને પોતાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
Ishan Kishan departs after scoring a stupendous 210 👏💯💯
— BCCI (@BCCI) December 10, 2022
Live – https://t.co/ZJFNuacDrS #BANvIND pic.twitter.com/oPHujSMCtY
આ પહેલા ક્રિકેટ જગતમાં માત્ર 7 ખેલાડીઓ જ બેવડી સદી માટે જાણીતા હતા. તેમાંથી ત્રણ ભારતીય છે – સચિન તેંડુલકર, રોહિત શર્મા અને વીરેન્દ્ર સેહવાગ. હવે આ યાદીમાં ઈશાન કિશનનું નામ જોડાઈ ગયું છે. આ 24 વર્ષીય ઈશાન કિશને ક્રિશ ગ્રેઈલને પાછળ છોડીને આ સિદ્ધિ પોતાના નામે કરી છે. ગેલે ઝિમ્બાબ્વે સામે 138 બોલમાં અને કિશને બાંગ્લાદેશ સામે 126 બોલમાં આ કર્યું હતું.
રસપ્રદ વાત એ છે કે, ઈશાન સૌથી ઝડપી બેવડી સદી ફટકારવા સિવાય અન્ય ઘણા રેકોર્ડ ધરાવે છે. આમાંનો એક રેકોર્ડ બાંગ્લાદેશની પિચ પર સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના શેન વોટસને ત્યાં 185 રન બનાવ્યા હતા. હવે કિશન વોટસનથી ઉપર આવી ગયો છે. આ યાદીમાં ત્રીજું નામ વિરાટ કોહલીનું છે જેણે બાંગ્લાદેશની પીચ પર 183 રન બનાવ્યા હતા. આ સિવાય કિશનની આજની ઈનિંગ બાદ તે બાંગ્લાદેશમાં સદી ફટકારનાર 5મો ભારતીય ઓપનર બની ગયો છે. તેના પહેલા માત્ર સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, સેહવાગ અને ગૌતમ ગંભીર જ આવી સિદ્ધિ કરી શક્યા છે.
3RD ODI. 46.4: Mustafizur Rahman to Washington Sundar 4 runs, India 382/5 https://t.co/HGnEqtZJsM #BANvIND
— BCCI (@BCCI) December 10, 2022
નોંધનીય છે કે ઈશાનની આજની ઈનિંગ એટલી શાનદાર હતી કે તેને જોયા બાદ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ મેદાનમાં ભાંગડા કરતો જોવા મળ્યો હતો. બંનેની ભાગીદારીના કારણે ભારતે 300થી વધુ રન બનાવ્યા અને હવે 5 વિકેટ ગુમાવીને 382 રન બનાવી લીધા છે. જેમાંથી 210 રન એકલા ઈશાનના છે.
Virat Kohli did ‘bhangra’ after Ishan Kishan scored his double hundred. pic.twitter.com/qihqxFWP5l
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 10, 2022
ઈશાનના નામ સાથે જોડાયેલી આ સિદ્ધિ એટલા માટે પણ યાદગાર છે કારણ કે તેને અચાનક ભારતીય ક્રિકેટ ટીમમાં તક મળી હતી. રોહિત શર્માને અંગૂઠામાં ઈજા થઈ તે પછી, ઈશાનને ટીમ ઇન્ડિયામાં તક મળી અને તેણે આ તકનો ઉપયોગ કરીને પોતાને હાલમાં ટોક ઓફ ધ ટાઉન બનાવ્યો. શિખર ધવનના આઉટ થયા બાદ તેણે જે રીતે ઈનિંગ્સને સંભાળી તે જોઈને લોકો તેને 2023ના વર્લ્ડ કપમાં સામેલ કરવાની અપીલ કરી રહ્યા છે.