Friday, September 13, 2024
More
    હોમપેજદેશ128 વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સમાં રમાશે ક્રિકેટ: 2028માં અમેરિકાના લોસ એન્જલસમાં મળશે...

    128 વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સમાં રમાશે ક્રિકેટ: 2028માં અમેરિકાના લોસ એન્જલસમાં મળશે મોકો, ભારત હશે સ્વર્ણ પદકનો દાવેદાર

    ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવા અંગે સત્તાવાર જાહેરાત કરી છે. ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) લાંબા સમયથી આ માટે પ્રયાસ કરી રહ્યું હતું. આઈસીસીને આઈઓસીમાં સામેલ કરવાની પણ માંગ છે.

    - Advertisement -

    ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ સોમવારે જાહેરાત કરી હતી કે ક્રિકેટ 2028 માં લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સનો ભાગ બનશે. જે બાદ 128 વર્ષ પછી બહુ-સ્પોર્ટ ઇવેન્ટમાં પરત ફરશે. છેલ્લે 1900ના વર્ષની ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની સ્પર્ધાને જગ્યા મળી હતી. 2028 ઇવેન્ટમાં બેઝબોલ/સોફ્ટબોલ, લેક્રોસ, સ્ક્વોશ અને ફ્લેગ ફૂટબોલ જેવી રમતોનો પણ સમાવેશ થશે. ઓલિમ્પિક ગેમ્સ લોસ એન્જલસ 2028 ની ઓર્ગેનાઈઝિંગ કમિટીએ આ રમતોને કાર્યક્રમમાં સામેલ કરવાના પ્રસ્તાવને મુંબઈમાં ચાલી રહેલા 141મા IOC સત્રમાં સ્વીકારવામાં આવ્યો હતો.

    ખાસ કરીને ભારતીયો માટે આ એક ખૂબ મોટા સમાચાર છે. કારણ કે ક્રિકેટ એ ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી રમત છે. આ રમતે જ ભારતમાં સુનિલ ગાવાસ્કર, કપિલ દેવ, સચિન તેંડુલકર, સહેવાગ, રાહુલ દ્રવિડ, ગાંગુલી, ધોની અને વિરાટ જેવા અનેક ખેલાડીઓને કીર્તિ આપી છે.

    ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવા અંગે સત્તાવાર જાહેરાત કરી છે. ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) લાંબા સમયથી આ માટે પ્રયાસ કરી રહ્યું હતું. આઈસીસીને આઈઓસીમાં સામેલ કરવાની પણ માંગ છે. IOCનું 141મું સત્ર સોમવારે (16 ઓક્ટોબર, 2023) મુંબઈમાં યોજાયું હતું, જેમાં આ આદેશને મંજૂરી આપવામાં આવી હતી. આ નિયમ ઓલિમ્પિક ગેમ્સ 2028 થી લાગુ પડશે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર ઓલિમ્પિક ગેમ્સના દર્શકોની સંખ્યા 300 કરોડથી વધુ છે. તેથી, એકવાર ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવે તો તેની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં ફેલાઈ જશે. રમત માટે નવી તકો આવશે. તેનો ફાયદો એ થશે કે તે દેશોમાં પણ નવી પેઢી ક્રિકેટ શીખશે જ્યાં તે હાલ લોકપ્રિય નથી. ICC પ્રમુખ ગ્રેગ બર્કલેએ પણ આ અંગે આનંદ વ્યક્ત કર્યો છે. આ ભારત માટે પણ એક સારા સમાચાર છે, કારણ કે આ રમતમાં 3 વખત (2 વખત ODI, 1 વખત T20) વર્લ્ડ કપ જીતનાર ભારત આ રમતમાં ગોલ્ડ મેડલ માટે દાવો કરવામાં મોખરે હશે.

    ‘અમે ઓલિમ્પિક્સ 2036 માટે તૈયાર છીએ’: PM મોદી

    તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે ભારત 2036 ઓલિમ્પિકના આયોજન માટે તૈયાર છે. આ પછી ચર્ચા એ છે કે શું ભારત તે વર્ષે ઓલિમ્પિકનું આયોજન કરી રહ્યું છે? ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની (IOC) મુંબઈ ખાતે આયોજિત બેઠકમાં પીએમ મોદીએ કહ્યું, “હું ચોક્કસપણે 140 કરોડ ભારતીયોની લાગણીઓને બધાની સામે રજૂ કરવા માંગીશ. ભારત પોતાની ધરતી પર ઓલિમ્પિકનું આયોજન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. 2036માં ભારતમાં ઓલિમ્પિકનું સફળતાપૂર્વક આયોજન થાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસોમાં ભારત કોઈ કસર છોડશે નહીં. આ 140 કરોડ ભારતીયોનું વર્ષો જૂનું સપનું છે.”

    ઉલ્લેખનીય એ પણ છે કે ભારત 2029માં યુથ ઓલિમ્પિક માટે પણ દાવો રજૂ કરી રહ્યું છે. આમ ભારત માટે આગામી 2 દાયકા રમત-ગમતના ક્ષેત્રમાં મહત્વના સાબિત થવા જઈ રહ્યા છે. આ જ કડીમાં અમદાવાદ ઘણાં લાંબા સમયથી તૈયારીઓ કરી રહ્યું છે. પુરી આશા છે કે 2036 ના ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે અમદાવાદ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં