Monday, April 29, 2024
More
    હોમપેજદેશ‘2036માં ઓલમ્પિક્સનું આયોજન કરવા ઉત્સાહિત છે ભારત’: IOC સત્રના ઉદ્ઘાટન બાદ પીએમ...

    ‘2036માં ઓલમ્પિક્સનું આયોજન કરવા ઉત્સાહિત છે ભારત’: IOC સત્રના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીનું એલાન, પાકિસ્તાન સામે જીત બદલ ‘ટીમ ભારત’ને અભિનંદન આપ્યા

    ભારતીય ટીમને શુભેકચાપ આપતાં પીએમ મોદીએ કહ્યું, “થોડી ક્ષણો પહેલાં જ ભારતે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં શાનદાર જીત મેળવી છે. હું ટીમ ભારતને, તમામ ભારતવાસીઓને ઐતહાસિક જીતની શુભેચ્છાઓ પાઠવું છું.

    - Advertisement -

    પીએમ નરેન્દ્ર મોદી શનિવારે (14 ઓક્ટોબર, 2023) મુંબઈ પહોંચ્યા, જ્યાં તેમણે ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીના 141મા સત્રનું ઉદ્ઘાટન કર્યું. અહીં તેમણે સંબોધન પણ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે, ભારત વર્ષ 2036માં ઓલમ્પિક્સનું આયોજન કરવા માટે તૈયાર છે. સાથે તેમણે પાકિસ્તાન સામે વર્લ્ડ કપની મૅચમાં મળેલી જીત બદલ ભારતીય ટીમને શુભેચ્છાઓ પણ પાઠવી. 

    વડાપ્રધાને કહ્યું કે, 40 વર્ષ બાદ IOCનું સત્ર યોજાવું આપણા માટે ગૌરવની વાત છે. ત્યારબાદ તેમણે અમદાવાદમાં પાકિસ્તાન સામે જીત મેળવવા બદલ ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, “થોડી ક્ષણો પહેલાં જ ભારતે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં શાનદાર જીત મેળવી છે. હું ટીમ ભારતને, તમામ ભારતવાસીઓને ઐતહાસિક જીતની શુભેચ્છાઓ પાઠવું છું.

    પીએમ મોદીએ કહ્યું, આપ સૌની સામે 140 કરોડ દેશવાસીઓની ભાવના જરૂર રજૂ કરવા માંગીશ. ભારત પોતાની ધરતી પર ઓલમ્પિક્સનું આયોજન કરવા માટે અત્યંત ઉત્સાહિત છે. વર્ષ 2036માં ભારતમાં ઓલમ્પિક્સનું સફળ આયોજન થાય તે માટે ભારત પોતાના પ્રયાસોમાં કોઇ કસર બાકી નહીં રાખે. આ 140 કરોડ ભારતીયોનું વર્ષો જૂનું સપનું છે. 

    - Advertisement -

    તેમણે કહ્યું કે, રમતગમત ભારતમાં આપણી સંસ્કૃતિ અને આપણી જીવનશૈલીનો અગત્યનો હિસ્સો રહ્યો છે. રમતગમત વગર આપણો કોઇ પણ તહેવાર અધૂરો છે. સ્પોર્ટ્સમાં કોઇ લૂઝર નથી હોતું, હોય છે માત્ર વિનર્સ અને લર્નર્સ. સ્પોર્ટ્સની ભાષા યુનિવર્સલ છે, સ્પિરિટ યુનિવર્સલ છે. તેમણે ઉમેર્યું કે, રમતગમત એ માત્ર સ્પર્ધા નથી પરંતુ માનવતાને વિસ્તરવાની તકો પણ આપે છે. રેકોર્ડ કોઈ પણ તોડે પરંતુ તેનું સ્વાગત આખું વિશ્વ કરે છે. 

    પીએમ મોદીએ ગત ઓલમ્પિક્સનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેમાં ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું તો હાલમાં જ પૂર્ણ થયેલ એશિયન ગેમ્સમાં પણ ભારતે ઐતહાસિક પ્રદર્શન કર્યું છે. તે પહેલાં થયેલ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં પણ યુવા ખેલાડીઓએ અનેક નવા રેકોર્ડ બનાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, રમતગમત પર વિશેષ ધ્યાન આપીને ભારત વિશ્વસ્તરીય કાર્યક્રમોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2036માં ઓલમ્પિક્સ ભારતમાં યોજાશે તેવી ચર્ચાઓ તો ઘણા સમયથી ચાલી રહી છે અને તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે પીએમ મોદીએ પણ ઉલ્લેખ કરતાં તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં