Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ ઓલમ્પિક્સ માટે થઈ રહ્યું છે તૈયાર, 2036માં મળી શકે યજમાની: જાણીએ...

    અમદાવાદ ઓલમ્પિક્સ માટે થઈ રહ્યું છે તૈયાર, 2036માં મળી શકે યજમાની: જાણીએ શહેરની કેવી છે તૈયારીઓ

    આ આયોજનની જ્વાબદારી શહેરને જ મળે તથા જવાબદારી મળ્યા બાદ પણ આયોજન બધી જ રીતે ઉત્તમ પ્રકારનું થાય તે માટે અત્યારથી તૈયારીઓ ચાલી રહી છે. આ આયોજનમાં ત્રણેય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મુખ્ય ભાગ ભજવશે.

    - Advertisement -

    વિશ્વની સૌથી પ્રચલિત રમત સ્પર્ધા ‘ઓલમ્પિક’ ઘણાં વર્ષોથી એશિયામાં યોજાઈ નથી. હજુ પણ એ સ્પષ્ટ નથી કે એશિયામાં ક્યારે ઓલમ્પિક્સ પરત ફરશે. 2036માં ઓલમ્પિક્સ એશિયામાં યોજાય તેવું હાલ અનુમાન છે. ઓલમ્પિક ગેમ્સ 2036 માટે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક કમિટી એશિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ એટલે કે ભારતની પસંદગી કરી શકે છે. હાલ ચીન સૌથી વધુ વસ્તી ધરાવે છે પરંતુ અનુમાન છે કે ત્યાં સુધીમાં ભારત પ્રથમ સ્થાને હશે. ભારતે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ભારત આ ગેમ્સ માટે અમદાવાદમાં યોજવા માટેની વિચારણા કરી રહ્યું છે અને વધારાની ઇવેંટ્સ માટે દિલ્હી અને બીજા અમુક શહેરોની પસંદગી થઈ શકે છે.

    ભારતીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ નરિન્દર બત્રાએ પ્રેસને જણાવ્યું હતું કે, ભારત 2036ની યજમાની કરવા માટેની રેસમાં છે. તેમણે બીજી કેટલીક વિગતો પણ આપી હતી. ભારતના સમર્થનમાં ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી (IOC)એ આવતા વર્ષ માટે તેની સંપૂર્ણ સભ્યપદ વાર્ષિક બેઠક મુંબઈમાં સુનિશ્ચિત કરી છે. તે એક સંકેત છે કે ભારતની યજમાની માટે લોબિંગ શરૂ થઈ ગયું છે.

    ઓલિમ્પિક ગેમ્સ 2036 આયોજિત કરવા માટે અમદાવાદની તૈયારીઓ

    અમદાવાદએ ઘણા સમય પહેલાથી જ ઓલમ્પિક ગેમ્સ 2036 યોજવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક પછી એક એવા પ્રોજેક્ટ્સ હાથમાં લીધા છે કે જેનાથી આ તૈયાયારીઓને જોમ મળે.

    - Advertisement -

    અમદાવાદમાં ઓલમ્પિક ગેમ્સ 2036 માટેની તૈયારીઓના ભાગરૂપે 3 ભાગમાં કામ ચાલી રહ્યું છે.

    1. સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ
    2. નારણપુરા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
    3. રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

    અમદાવાદને ઓલમ્પિક ગેમ્સ 2036ની યજમાની માટે તૈયાર કરવાનો સંપૂર્ણ ભાર આ ત્રણ પ્રોજેકટ પર છે.

    સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ

    SVP સ્પોર્ટ્સ ઓલમ્પિકની મુખ્ય હાઈલાઈટ્સ

    • 236 એકર વિસ્તાર 50 રમતોને આવરી લે છે.
    • વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તેનો એક ભાગ છે.
    • ફીફાની માર્ગદર્શિકા મુજબ 50,000 બેઠકોનું એથ્લેટિક કમ ફૂટબોલ સ્ટેડિયમ.
    • 15,000 સીટનું ફીલ્ડ હોકી સ્ટેડિયમ.
    • એક શાહી હોટેલ અને હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ
    • એક રમતવીર ગામ
    SVP સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની રૂપરેખા (ફોટો : PTI)

    2021માં સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં સૂચિત SVP સ્પોર્ટ્સ એન્ક્લેવની પણ જાહેરાત કરવામાં આવી હતી, જે એક બહુવિધ રમતનું સ્થળ હશે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે.

    SVP સ્પોર્ટ્સ એન્ક્લેવના સૂચિત બિટ-અપ એરિયામાં 93,00,000 ચોરસ ફૂટનો બિટ-અપ વિસ્તાર હશે. કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 4600 કરોડ (રૂ. 3200 કરોડનું સરકારી રોકાણ અને રૂ. 1400 કરોડનું સંભવિત PPP/ખાનગી રોકાણ). આ પ્રોજેક્ટને તબક્કાવાર વિકસાવવાની કલ્પના યોજના છે અને ઘણું કામ થઈ પણ ચૂક્યું છે.

    સૂચિત એન્ક્લેવ આ પ્રકારનો એક જ હશે, જે 20થી વધુ ઓલમ્પિક રમતો માટે સ્થળ ઓફર કરશે.

    SVP સ્પોર્ટ્સ એન્ક્લેવની કેટલીક વિશેષતાઓમાં, ટ્રેક અને ફિલ્ડ અને ફૂટબોલ માટે 400 મીટરના સ્ટાન્ડર્ડ ટ્રેક સાથે 50,000 સીટનું એથ્લેટિક્સ સ્ટેડિયમ, બહુવિધ પ્રેક્ષકોની રમતો માટે 10-12,000 સીટનું ઇન્ડોર એરેના, 350,000-400,000 ચોરસ ફૂટ ઇન્ડોર સ્પોર્ટ્સ સેન્ટર અને ફ્લેક્સ સપોર્ટ સાથેનો સમાવેશ થાય છે. બહુવિધ રમતો માટે જગ્યા, 100,000 – 120,000 ચોરસ ફૂટ ઇન્ડોર એક્વેટિક સેન્ટર જેમાં 50m x 25m ઇન્ડોર અને આઉટડોર પૂલ, 15,000 સીટનું ફીલ્ડ હોકી સ્ટેડિયમ અને અન્ય ઘણી ઇન્ડોર અને આઉટડોર રમતો (બેડમિન્ટન, વોલીબોલ અને ટેબલ ટેનિસ). ઇન્ડોર સ્પોર્ટ્સ સેન્ટર બાસ્કેટબોલ, બેડમિન્ટન, કુસ્તી, ટેબલ ટેનિસ, કબડ્ડી, સ્ક્વોશ, બોક્સિંગ વગેરે માટે બહુહેતુક સુવિધા હશે.

    SVP સ્પોર્ટ્સ એન્ક્લેવની વિશેષતાઓ (ફોટો : રિપબ્લિક મીડિયા)

    સેન્ટ્રલ સ્ટેડિયમ અને 12 આઉટડોર કોર્ટ સાથે ટેનિસ સેન્ટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ એન્ક્લેવથી શિલ્પપૂર્ણ પેડેસ્ટ્રિયન બ્રિજ દ્વારા જોડાયેલ પીપીપી ધોરણે સિગ્નેચર હોટેલ, આઉટડોર પ્રેક્ટિસ કોર્ટ, મિશ્ર-ઉપયોગ અને હોસોઇટાલિટી ડિસ્ટ્રિક્ટ, FIFA માર્ગદર્શિકા મુજબ 50,000 બેઠકોનું એથ્લેટિક કમ ફૂટબોલ સ્ટેડિયમ પણ આયોજન કરવામાં આવ્યું છે.

    આ પ્રોજેક્ટમાં કુલ 3,000 એપાર્ટમેન્ટ્સ (કુલ 12,500 પથારી) ધરાવતા એથલેટ વિલેજમાં 2, 3, 4 બેડરૂમની વ્યવસ્થા, મુલાકાત લેવા માટે સ્થળ, વહીવટી અને મીડિયા કચેરીઓ, હોટેલ્સ, રિટેલ, સુવિધાઓ અને ફૂડ કોર્ટ અને લગભગ 7,500 કાર અને 15,000 ટુ-વ્હીલર માટે પાર્કિંગનો પણ સમાવેશ થાય છે.

    નારણપુરા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ

    નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની વિશેષતાઓ.

    • 20 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલ છે.
    • અંદાજે 584 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
    • પ્લોટને એવી રીતે પસંદ કર્યો છે કે આંતરરાષ્ટ્રીય રમતગમતના સ્થળને હોસ્ટ કરવા માટેના તમામ માપદંડો ખેલાડીઓ અને મુલાકાતીઓની ગતિશીલતા યોજનાના સંદર્ભમાં મેળ ખાય છે.
    નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું સંભવિત દ્રશ્ય (ફોટો : અમદાવાદ મીરર)

    2021માં કેન્દ્રીય નાણા મંત્રાલયે વરદાન ટાવર નજીક નારણપુરા ખાતે મલ્ટી-સ્પોર્ટ્સ સુવિધા માટે રૂ. 584 કરોડનું બજેટ મંજૂર કર્યા બાદ સંકુલના બાંધકામ પૂરજોશમાં શરૂ થઈ ગયું હતું. આ સંકુલ, જે 82,509 ચોરસ મીટરમાં બનશે, જેમાં અનેક અત્યાધુનિક સુવિધા હશે અને તેનું સંપૂર્ણ સંચાલન કેન્દ્રીય રમતગમત મંત્રાલય દ્વારા કરવામાં આવશે.

    સંકુલનો માસ્ટર પ્લાન (ફોટો : TOI)

    સંકુલની મુખ્ય વિશેષતાઓમાં ઓલમ્પિક-કદનું એકવેટિક સેન્ટર, ટેનિસ કોર્ટ, એથ્લેટિક સ્ટેડિયમ વગેરેની સુવિધાઓ હશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ આ સંકુલનો મુખ્ય હેતુ સ્થાનિક રહેવાસીઓમાં રમતગમતનું પ્રમાણ વધારવા અને પ્રતિભાને ઓળખવાનો છે. સેન્ટર ઓફ એક્સેલન્સમાં રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ અને ટ્રેનર્સ શહેરની મુલાકાત લેતા જોવા મળશે. ઇન્ડોર સ્પોર્ટ્સ સુવિધામાં એક ખાસ ટેબલ ટેનિસ રૂમનો સમાવેશ કરવામાં આવશે જ્યાં એક સાથે 12 મેચ રમી શકાશે. સંકુલમાં 850 ટુ-વ્હીલર અને 800 કાર માટે પાર્કિંગની સુવિધા પણ હશે.

    રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ

    રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુખ્ય વિશેષતાઓ.

    • બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: પૂર્વ કાંઠે શાહપુર પાસે, પશ્ચિમ કાંઠે NID પાસે
    • 4 ક્રિકેટ પિચ, 4 ટેનિસ કોર્ટ અને 4 બાસ્કેટબોલ પિચ હશે.
    • તેમજ બાળકો માટે સ્કેટબોર્ડ, સિન્થેટિક જોગિંગ ટ્રેક, ઓપન જિમ અને પ્લે એરિયા જેવી સુવિધાઓ હશે.
    NID પાસેની રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ (ફોટો : દેશગુજરાત)

    સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાબરમતી રિવરફ્રન્ટની સાથે બે સાઈટ પર સમાવવામાં આવેલ છે, એક પૂર્વ કિનારે, શાહપુરમાં અને બીજી, પાલડીમાં પશ્ચિમ કિનારે. સાબરમતી રિવરફ્રન્ટના વ્યાપક વિકાસની સાથે આ પ્રોજેક્ટ અમદાવાદના મધ્ય વિસ્તારના સામાજિક અને સાંસ્કૃતિક હબને સમૃદ્ધ બનાવવાના વિશાળ વિઝનનો એક ભાગ બનાવે છે. વર્ષ 2019 માં HCP દ્વારા હાથ ધરવામાં આવેલ આ પ્રોજેક્ટ ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, અને સાબરમતીની ગતિશીલ અને જીવંત ધારમાં એક અનોખો ઉમેરો કરે છે.

    પાલડીમાં રમતગમતની સુવિધા 8 એકર જમીન પર આવેલી છે, અને તે ઇવેન્ટના મેદાન અને વરિષ્ઠ નાગરિક અને ચિલ્ડ્રન્સ પાર્કની વચ્ચે આવેલું છે. તેમાં ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, ક્રિકેટ અને કબડ્ડી માટે આંતરરાષ્ટ્રીય ધોરણની તાલીમ અને સ્પર્ધાની સુવિધાઓ છે, આ તમામ એક કેમ્પસમાં છે. આ સુવિધામાં બાળકોના મનોરંજન ઝોનની સાથે જાહેર ફિટનેસ જગ્યાઓ પણ છે. આ જગ્યાઓની બહારની સીમા સાથે પથરામાં આવેલ 400 મીટરનો છાંયડો ધરાવતો જોગિંગ ટ્રેક છે અને તેની સરહદે લીલાછમ વૃક્ષો છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ સુવિધાથી ગુજરાતના પ્રથમ સ્કેટબોર્ડિંગ પાર્કનું નિર્માણ થશે જેમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ઇનલાઇન સ્પીડ સ્કેટિંગ રિંક હશે.

    શાહપુરમાં સુવિધા રિવરફ્રન્ટના પૂર્વ કિનારે 2 એકરમાં ફેલાયેલી છે. આ સુવિધા આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ બાસ્કેટબોલ, વોલીબોલ અને ક્રિકેટની સુવિધાઓ પણ ધરાવે છે. છાંયડાવાળા જોગિંગ ટ્રેક સાથે, આ સુવિધા બાળકોના રમતના વિસ્તારો અને સાર્વજનિક ફિટનેસ અને રિલેક્સેશન ઝોનમાં પણ પૂરી પાડવામાં આવી છે.

    આમ ઓલમ્પિક ગેમ્સ 2036 આયોજવા માટે અમદાવાદ થનગની રહ્યું છે. અમદાવાદ ખુદને દરેક રીતે તૈયાર કર્યું છે. આ આયોજનની જ્વાબદારી શહેરને જ મળે તથા જવાબદારી મળ્યા બાદ પણ આયોજન બધી જ રીતે ઉત્તમ પ્રકારનું થાય તે માટે અત્યારથી તૈયારીઓ ચાલી રહી છે. આ આયોજનમાં ઉપરના ત્રણેય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મુખ્ય ભાગ ભજવશે.

    ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી (IOC)ના સભ્યો 2025માં અમદવાદની મુલાકાત લઈને આ તૈયારીઓ પર નાંખશે ત્યારે આશા કરીએ કે ઓલમ્પિક ગેમ્સ 2036ની યજમાની અમદાવાદને જરૂર મળે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં