અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હવે અંતિમ ચરણમાં છે. સોમવારે, 22 જાન્યુઆરીના શુભ અને પવિત્ર દિવસે ભગવાન રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થશે. કરોડો હિંદુઓ માટે તે ઘડી અતિમહત્વપૂર્ણ બની રહેશે. જ્યારે બીજી તરફ પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો આજે છઠ્ઠો દિવસ છે. આજે તમામ અનુષ્ઠાનો પૂર્ણ થશે અને ભગવાન રામચંદ્રજીના સાનિધ્યમાં જાગરણ અને કીર્તનનો કાર્યક્રમ યોજાશે. આ પહેલાં અયોધ્યા નગરીની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે. તથા શહેરની તમામ સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે.
અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને હવે માત્ર અમુક કલાકો જ શેષ રહ્યા છે. આ દરમિયાન રામ મંદિરમાં વિધિ-વિધાનથી તમામ અનુષ્ઠાનો પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. રવિવારે, 21 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો છઠ્ઠો દિવસ છે. આજે રામલલાના દિવ્ય વિગ્રહના બે અંતિમ અધિવાસ કરવામાં આવશે. આજે પ્રાતઃકાળે પ્રભુ શ્રીરામનો મધ્યાધિવાસ અનુષ્ઠાન પૂર્ણ થશે. જે બાદ સાંજે શય્યાધિવાસ સાથે અનુષ્ઠાન પૂર્ણ થશે. ત્યારબાદ પ્રભુના સાનિધ્યમાં રાતભર જાગરણ અને કીર્તનનું આયોજન કરવામાં આવશે.
Immersed in devotion, the Prana Pratishtha ceremony at Shri Ram Janmabhoomi in Ayodhya will be graced by the majestic 'Mangal Dhwani' at 10 AM. Witness over 50 exquisite instruments from different states come together for this auspicious occasion, resonating for nearly two hours.… pic.twitter.com/9YlmraFFLx
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 21, 2024
તમામ ધાર્મિક વિધિઓની વચ્ચે આજે 10 વાગ્યે મંગલ ધ્વનિવાદન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. ભક્તિભાવથી વિભોર અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ પર થવા જઈ રહેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સમાં રવિવારે (21 જાન્યુઆરી) 10 વાગ્યે મંગલ ધ્વનિનું ભવ્ય વાદન કરવામાં આવશે. વિભિન્ન રાજ્યોના 50થી વધુ વાદ્યયત્ર 2 કલાક સુધી આ કાર્યક્રમના સાક્ષી બનશે. અયોધ્યાના યતીન્દ્ર મિશ્ર આ ભવ્ય મંગલ વાદનના પરિકલ્પનાકાર અને સંયોજક છે. જેમઆ કેન્દ્રીય સંગીત નાટક અકાદમીએ પણ સહયોગ કર્યો છે.
મધ્યાધિવાસ અને શય્યાધિવાસનું શું છે મહત્વ?
અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનની વિધિના છઠ્ઠા દિવસે મધ્યાધિવાસ અને શય્યાધિવાસ વિધિ કરવામાં આવશે. મધ્યાધિવાસ વિધિમાં રામલલાની મૂર્તિની પૂજા મધુ એટલે કે મધથી કરવામાં આવશે અને શય્યાધિવાસ વિધિમાં રામલલાને સુંદર શય્યા પર સુવડાવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રાણપ્રતિષ્ઠા પહેલાં આ તમામ અધિવાસ વિધિ કરવાથી મૂર્તિને દૈવી શક્તિને ગ્રહણ કરવાની શક્તિ મળે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અધિવાસ વિધિ કરવાથી તમામ પ્રકારના પવિત્ર તત્વો ભગવાનના દિવ્ય વિગ્રહમાં સમાવિષ્ટ થઈ જાય છે અને વૈદિક મંત્રોના જાપ દ્વારા ભગવાનના નિવાસને સંપૂર્ણ રીતે યોગ્ય બનાવવામાં આવે છે.
નોંધનીય છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનના છઠ્ઠા દિવસે મુખ્ય અધિવાસની સાથે અન્ય કેટલીક નાની વિધિઓ પણ કરવામાં આવશે. જેમાં ઉત્સવ મૂર્તિની પ્રાસાદ પરિક્રમા, તત્લન્યાસ, મહાન્યાસ, આદિન્યાસ, શાંતિક-પૌષ્ટિક, અઘોર હોમ, વ્યાહતિ હોમનો સમાવેશ થાય છે. જે બાદ સાયંકાલ આરતી અને પૂજા બાદ શય્યાધિવાસ સાથે અનુષ્ઠાનો પૂર્ણ કરવામાં આવશે.
રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે, ‘રવિવારે રાત્રે 8 વાગ્યે જે પ્રતિમા 1949થી પૂજિત કરવામાં આવી રહી છે તેને મંદિરમાં લઇ જવામાં આવશે. ત્યારબાદ સોમવારે તેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.’ આ માટે આજથી ભક્તો માટે રામલલાના દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. મંગળવારથી (23 જાન્યુઆરી) ફરીથી નવનિર્મિત મંદિરમાં દર્શન શરૂ કરી દેવામાં આવશે.
#WATCH | Shri Ram Janmabhoomi Teerth Kshetra Chief Priest Acharya Satyendra Das says, "The idol of Ram Lalla which is presently in the makeshift temple will be placed in the new temple today at 8 pm, where the Pran Pratishtha of the new idol will be done tomorrow…" pic.twitter.com/QbyKhaXVgs
— ANI (@ANI) January 21, 2024
22 જાન્યુઆરીના રોજ અનુષ્ઠાનની સૌથી મહત્વપૂર્ણ વિધિ કરવામાં આવશે, દેશના કરોડો હિંદુઓ જે ક્ષણની રાહ સદીઓથી જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે પૂર્ણ થશે. ભગવાન રામલલાની દિવ્ય મૂર્તિમાં પ્રાણનું સિંચન કરવામાં આવશે.