Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'होइहि सोइ जो राम रचि राखा': અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા માટે પ્રભુ શ્રીરામની દિવ્ય...

    ‘होइहि सोइ जो राम रचि राखा’: અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા માટે પ્રભુ શ્રીરામની દિવ્ય મૂર્તિની થઈ પસંદગી, કર્ણાટકના પ્રસિદ્ધ શિલ્પકાર અરુણ યોગીરાજે કરી છે તૈયાર

    મૂર્તિકાર યોગીરાજના માતા સરસ્વતીએ કહ્યું કે, "આ અમારા માટે ખૂબ જ ખુશીની ક્ષણ છે. હું તેને (યોગીરાજને) પ્રસિદ્ધ મૂર્તિકાર બનતો જોવા માંગતી હતી અને આજે તેણે તે કરી બતાવ્યું."

    - Advertisement -

    અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રીરામ ગર્ભગૃહમાં પ્રવેશવા જઈ રહ્યા છે. લોકોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે તેવા સમયે એ પણ જાણવા મળી રહ્યું છે કે, પ્રાણપ્રતિષ્ઠા માટે પ્રભુ શ્રીરામની મૂર્તિની પસંદગી પણ થઈ ચૂકી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોમવારે (1 જાન્યુઆરી) આ વિશેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, કર્ણાટકના શિલ્પકાર તરફથી બનાવેલ પ્રતિમાને મંદિરમાં સ્થાન મળ્યું છે.

    વર્ષનો પ્રથમ દિવસ (1 જાન્યુઆરી) દેશ માટે સારું ભાગ્ય લઈને આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ 1 જાન્યુઆરીએ જણાવ્યું કે, પ્રભુ શ્રીરામની મૂર્તિની પસંદગી થઈ ચૂકી છે. જોશીએ કહ્યું હતું કે, કર્ણાટકના અરુણ યોગીરાજની મૂર્તિને રામ મંદિરમાં વિરાજિત કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની માહિતી આપી છે. તેમણે લખ્યું કે, “જ્યાં-જ્યાં રામ છે, ત્યાં-ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગી થઈ ચૂકી છે. આપણાં દેશના પ્રસિદ્ધ શિલ્પકાર, આપણાં અરુણ યોગીરાજ તરફથી બનાવવામાં આવેલી મૂર્તિને અયોધ્યામાં વિરાજિત કરવામાં આવશે. આ રામ અને હનુમાનના અતૂટ સંબંધોનું વધુ એક ઉદાહરણ છે.”

    આ પહેલાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા બીએસ યેદિયુરપ્પાએ માહિતી આપી હતી. તેમણે યોગીરાજનું નામ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યું હતું. યેદિયુરપ્પાએ કહ્યું કે, “મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિને અયોધ્યાના ભવ્ય શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા માટે પસંદ કરવામાં આવી છે. તેનાથી રાજ્યમાં શ્રીરામના ગૌરવની પ્રસન્નતા બમણી થઈ જશે. ‘મૂર્તિકાર અરુણ યોગીરાજ’ને હાર્દિક શુભકામનાઓ.”

    - Advertisement -

    યેદિયુરપ્પાના પુત્ર અને કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિજયેન્દ્રે પણ રાજ્ય અને મૈસૂરને ગૌરવ અપાવવા માટે યોગીરાજનીપ્રશંસા કરી છે. તેમણે કહ્યું, “આ મૈસૂરનું ગૌરવ છે, કર્ણાટકનું ગૌરવ છે કે, અદ્વિતીય મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.”

    સોમવારે (1 જાન્યુઆરી) મૂર્તિકાર યોગીરાજના માતા સરસ્વતીએ કહ્યું કે, “આ અમારા માટે ખૂબ જ ખુશીની ક્ષણ છે. હું તેને (યોગીરાજને) પ્રસિદ્ધ મૂર્તિકાર બનતો જોવા માંગતી હતી અને આજે તેણે તે કરી બતાવ્યું. હું તેને મૂર્તિ તૈયાર કરતો હોય ત્યારે જોવા માંગતી હતી પરંતુ તેણે કહ્યું હતું કે, તે મને અંતિમ દિવસે લઈને જશે. હું પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ચોક્કસ આવીશ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં