Friday, November 22, 2024
More
    હોમપેજસ્પેશ્યલશું આપ જાણો છો કે અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં સૌથી વધુ વાર પહિંધ...

    શું આપ જાણો છો કે અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં સૌથી વધુ વાર પહિંધ વિધિ કોણે કરી છે? શું છે જગન્નાથ રથયાત્રા અને નરેન્દ્ર મોદી વચ્ચેનો વિશેષ સંબંધ?- ચાલો જાણીએ

    અમદાવાદમાં દર અષાઢી બીજે જમાલપુર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર ત્રણ રથમાં બેસીને નગરયાત્રાએ નીકળે છે જેને રથયાત્રા પણ કહે છે. આ રથયાત્રા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ અનોખો સંબંધ છે.

    - Advertisement -

    આજે અમદાવાદનાં સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી 146મી વિશ્વ રથયાત્રાનું પ્રસ્થાન થયું છે. આ રથયાત્રા છેલ્લા 146 વર્ષથી અષાઢી સુદ બીજના દિવસે યોજાય છે. અમદાવાદની આ જગન્નાથ રથયાત્રા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે અત્યંત વિશેષ સંબંધ જોવા મળે છે જેના વિષે આજે આપણે જાણીશું.

    નોંધનીય છે કે અમદાવાદનો આ જગન્નાથ રથયાત્રાનો તહેવાર PM મોદીના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે. ગત વર્ષે અમદાવાદની જગન્નાથ રથયાત્રા સાથે પોતાના સંબંધને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ ટાંકયો હતો.

    પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, “અષાઢ સુદ બીજના રોજ ગુજરાતના અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા નીકળે છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મને પણ આ યાત્રામાં સેવા કરવાનો લહાવો મળતો હતો.”

    - Advertisement -

    જગન્નાથ મંદિર ટ્રસ્ટે પીએમ મોદીને મોકલ્યું તેડું, પીએમએ મોકલ્યો પ્રસાદ

    નોંધનીય છે કે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીને રથયાત્રાનું તેડું મોકલવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી તેમણે પણ એક પરંપરા સ્વરૂપે રથયાત્રાની આગલી સાંજે મંદિરમાં પ્રસાદ મોકલાવવાનું શરૂ કર્યું હતું. આજે જયારે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે, ત્યારે ગત સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોકલવામાં આવેલો પ્રસાદ જમાલપુર જગન્નાથ મંદિરમાં લાવવામાં આવ્યો હતો. તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, ત્યારથી તેઓ દર વર્ષે પરંપરાગત રીતે મંદિરમાં પ્રસાદ મોકલાવે છે. આ પરંપરાત તેઓ દિલ્હી ગયા બાદ પણ જાળવી રાખી છે.

    આ પ્રસાદમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ મગ, કાકડી, દાડમ, જાંબુ, કેરી અને સુકા મેવાનો પ્રસાદ મોકલવામાં આવ્યો હતો. જે બાદ આજે તેને ભગવાનને ધરાવવામાં આવ્યો હતો.

    અમદાવાદની જગન્નાથ રથયાત્રા અને નરેન્દ્ર મોદી

    નોંધનીય છે કે એક અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન વર્ષોથી એક પરંપરા છે કે અષાઢી સુદ બીજના દિવસે વહેલી સવારે ગુજરાતનાં મુખ્યમંત્રી પોતે મંદિર પરિષરમાં પહિંધ વિધિ કરીને રથયાત્રા શરૂ કરાવે છે. આ વિધિમાં ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા સોનાના ઝાડુંથી મંદિરમાંથી નીકળતા રથયાત્રાના રસ્તા પર સફાઈ કરવામાં આવે છે.

    ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે સૌથી વધારે વાર પહિંધ વિધિ કરવાનો રેકોર્ડ આજે પણ નરેન્દ્ર મોદીના નામે જ છે જેમણે અમદાવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન 12 વાર પહિંધ વિધિ કરી છે.

    જે રથયાત્રા હમેશા ડરના ઓછાયામાં નીકળતી તેને મોદીએ સુરક્ષિત બનાવી

    જેમ આપણે ઉપર નોંધ્યું એમ અમદાવાદની જગન્નાથ રથયાત્રાનો ઇતિહાસ ખૂબ જૂનો છે. છેલ્લા બે દાયકાથી આ રથયાત્રા ખૂબ શાંતિપૂર્ણ તેમ જ ભવ્ય રીતે નીકળતી હોય છે. પરંતુ હંમેશાથી આમ નહોતું. ગુજરાતમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતુ ત્યારે મોટા ભાગે રથયાત્રા લોહિયાળ બનતી, કેટલીય વાર રથયાત્રા પર પથ્થરમારા થતાં અને શહેરમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવતો. ભક્તોએ પોતાના જીવને પડીકે બાંધીને રથયાત્રામાં જવું પડતું હતું.

    પરંતુ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ ચિત્ર બદલાયું હતું. 2001થી લઈને આજ સુધી આમદવાદની જગન્નાથ રથયાત્રા દરમિયાન એક પણ કાંકરીચાળો નથી થયો એ નરેન્દ્ર મોદીની જ જમાપૂંજી કહી શકાય છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન રથયાત્રાની સુરક્ષા પર વિશેષ ધ્યાન રાખ્યું હતું અને તેને વૈશ્વિક ફલક પર પણ સન્માનજનક સ્થાન અપાવ્યું હતું.

    આ વર્ષે રથયાત્રા નીકળી છે અત્યાધુનિક સુરક્ષા માપદંડો સાથે

    નોંધનીય છે કે આજે એટ્લે કે અષાઢી સુદ બીજના દિવસે અમદાવાદમાં ફરી એકવાર ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે જેના માટે અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાખ કરવામાં આવી છે. આજની આ યાત્રાને લઈને અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા અને સેવા બંને જળવાઈ રહે તે માટે પોલીસતંત્રની સજ્જતાની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરી હતી. આ વખતની રથયાત્રાને જો કોઈ બાબત અલગ પાડતી હોય તો એ છે સૌપ્રથમ વખત 3D મેપિંગ અને એન્ટી-ડ્રોન ગન સહિતની ટેકનોલોજીનો ઉપયોગ.

    આ સિવાય 45 જેટલા સંવેદનશીલ સ્થળો પર સીસીટીવી કેમેરા દ્વારા વૉચ રાખવામાં આવશે. જે માટે 250 ધાબા પોઈન્ટ અને 25 વૉચ ટાવર પણ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 2322 બોડીવોર્ન કેમેરા સાથે જવાનો તૈયાર રહેશે અને યાત્રામાં સાથે રહેનારા 25 વાહનો ઉપર CCTV, GPS સિસ્ટમ લગાવવામાં આવશે. પહેલીવાર રથયાત્રા રૂટના ભયજનક મકાનો પર એલ્યુમિનિયમ પ્લેટ પણ લગાવવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં