Wednesday, November 27, 2024
More
    હોમપેજદેશમુંબઈમાં યોજાશે ઇવેન્ટ, જેમાં થશે 'હલાલ મુસ્લિમ ડેટ', અમ્મી/અબ્બુ/ભૈયા પણ રહેશે સાથે:...

    મુંબઈમાં યોજાશે ઇવેન્ટ, જેમાં થશે ‘હલાલ મુસ્લિમ ડેટ’, અમ્મી/અબ્બુ/ભૈયા પણ રહેશે સાથે: જાણો શું છે આ ‘ઇસ્લામી કાર્નિવલ’

    હિજાબી યુવતીઓ વિડીયોમાં જણાવી રહી છે કે, "જો તમે મુસ્લિમ છો અને તમને ખબર નથી કે ભારતનો પહેલો 'મોડેસ્ટ' એવોર્ડ શો અને ફેશન શો આવી રહ્યો છે, તો તમે ઘણું બધું ગુમાવી રહ્યા છો." આ બંને આગળ કહી રહી છે કે, આ ઇવેન્ટની નામ 'સલામ રમઝાન 3.0' છે અને તેને અનેક સંસ્થાઓ મળીને ઓર્ગેનાઈઝ કરી રહી છે.

    - Advertisement -

    આગામી દિવસોમાં મુંબઈમાં (Mumbai) ‘ઇસ્લામિક કાર્નિવલ’ (Islamic Carnival) થવા જઈ રહ્યો છે. તેમાં ‘હલાલ ડેટ’ (Halal Date) પર જઈ શકાશે. આ હલાલ ડેટમાં યુવતીના પરિવારના સભ્યો સાથે રહી શકાશે. આ ઉપરાંત મુસ્લિમ કાર્નિવલમાં પણ ઇસ્લામિક ફેશન પ્રદર્શન પણ કરવામાં આવશે. કાર્નિવલમાં મુસ્લિમ ઇન્ફ્લ્યુએન્સરો પણ ભાગ લેશે. હાલ સોશિયલ મીડિયા દ્વારા તેનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વિડીયોમાં બે હિજાબ પહેરેલી યુવતીઓ મુંબઈમાં હલાલ ડેટ કાર્યક્રમનો પ્રચાર કરી રહી છે.

    આ બંને હિજાબી યુવતીઓ વિડીયોમાં જણાવી રહી છે કે, “જો તમે મુસ્લિમ છો અને તમને ખબર નથી કે ભારતનો પહેલો ‘મોડેસ્ટ’ એવોર્ડ શો અને ફેશન શો આવી રહ્યો છે, તો તમે ઘણું બધું ગુમાવી રહ્યા છો.” આ બંને આગળ કહી રહી છે કે, આ ઇવેન્ટની નામ ‘સલામ રમઝાન 3.0’ (Salam Ramadan 3.0) છે અને તેને અનેક સંસ્થાઓ મળીને ઓર્ગેનાઈઝ કરી રહી છે.

    બંને યુવતીઓ આગળ કહે છે કે અહીં પ્રવેશ તદ્દન મફત છે. આ પછી, તેઓ ‘હલાલ ડેટ’નો ઉલ્લેખ કરે છે. યુવતીઓ જણાવે છે કે, “જો તમારા નિકાહ નથી થયા, તો અમે તમારા માટે ‘હલાલ મુસ્લિમ ડેટ’ નું પણ આયોજન કરી રહ્યા છીએ. અહીં મુસ્લિમ છોકરા-છોકરીઓ એકબીજા સાથે સમય પસાર કરી શકશે, એ પણ અમ્મી-અબ્બુ અને પરિવારની હાજરીમાં.”

    - Advertisement -

    યુવતીઓએ વિડીયોમાં કહ્યું કે, આ ડેટ દરમિયાન છોકરીઓના ‘મેહરમ’ અથવા ‘વલી’ની હાજરી હશે. મતલબ કે ડેટતો યોજાશે, પરંતુ તેમાં ખાસ ‘હલાલ’ અને ‘હરામ’નું ધ્યાન રાખવામાં આવશે. નોંધવું જોઈએ કે હલાલ તેને કહેવામાં આવે જેની ઇસ્લામમાં અનુમતી આપવામાં આવી હોય. તેમજ હરામ એટલે જેની અનુમતી ન આપવામાં આવી હોય.

    અહીં ‘હલાલ ડેટ’નો અર્થ એ નીકળે છે કે ઇસ્લામમાં તેની મંજૂરી છે. આ પરવાનગીનો આધાર મેહરમ બનશે. મેહરમ મુસ્લિમ પરિવારમાં તે વ્યક્તિને કહેવામાં આવે છે જેની સાથે જે-તે યુવતી/મહિલા નિકાહ ન કરી શકે. સાથે જ જે ‘વલી’નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેનો અર્થ વાલી થાય છે .

    આ કાર્યક્રમ 21થી 23 ફેબ્રુઆરી, 2025 દરમિયાન મુંબઈના અંધેરીના મિલ્લત ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ કાર્યક્રમનું આયોજન અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સંસ્થાઓમાંથી એક છે ઇસ્લામોપિડિયા અને આ સિવાય હીના દાઉદ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની તેનું આયોજન કરી રહી છે. ઇવેન્ટમાં ‘હલાલ ડેટ’ સિવાય બીજા પણ ઘણા ઇસ્લામી કાર્યક્રમો યોજાવાના છે.

    નોંધવું જોઈએ કે ડેટિંગ એટલે કે અપરિણીત છોકરા-છોકરીઓનું એકબીજાને મળવું કે સાથે સમય વિતાવવો. આ અંગે સતત ચર્ચાઓ થતી રહે છે. ઘણા ઇસ્લામિક સ્કોલરો તેને હરામ માને છે. જો કે તેવામાં હવે મુંબઈમાં હલાલ ડેટ જેવો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં