સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ એ ગુરુવારે (15 ઓગસ્ટ,2023) સ્વતંત્રતા દિવસના અવસર પર 55.50 કરોડ રૂપિયાની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. 15મી ઓગસ્ટે કોઈપણ વર્ષમાં કોઈપણ ફિલ્મ દ્વારા કરવામાં આવેલી આ સૌથી વધુ કમાણી છે. આ રીતે સની દેઓલે શાહરુખ ખાન અને સલમાન ખાનને પાછળ છોડી દીધા છે.
CREATES HISTORY ON INDEPENDENCE DAY… Highest-ever biz on *15 August*… Yes, #Gadar2 hits the ball out of the stadium on #IndependenceDay… Fri 40.10 cr, Sat 43.08 cr, Sun 51.70 cr, Mon 38.70 cr, Tue 55.40 cr. Total: ₹ 228.98 cr. #India biz… BLOCKBUSTER RUN continues.#Gadar2… pic.twitter.com/u3jJZpa5Je
— taran adarsh (@taran_adarsh) August 16, 2023
ભારતમાં ‘ગદર 2’નું નેટ કલેક્શન 229 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, તે પણ માત્ર 5 દિવસમાં. ફિલ્મ હજુ અટકવાનું નામ નથી લઈ રહી અને આગામી વિકેન્ડમાં કમાણી હજુ પણ વધી શકે છે.
કઈ ફિલ્મ સ્વતંત્રતા દિવસ પર કેટલું કમાઈ
બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’ પણ 1975માં સ્વતંત્રતા દિવસના અવસર પર રીલીઝ થઈ હતી. પણ તેણે કમાણી કરવાની ઝડપ બીજા અઠવાડિયા બાદ પકડી હતી. 2012માં સલમાન ખાનની ‘એક થા ટાઈગર’ 15 ઓગસ્ટે રીલીઝ થઈ હતી અને તેણે 32.92 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એ જ રીતે 2019માં અક્ષય કુમારની ‘મિશન મંગલ’એ સ્વતંત્રતા દિવસ પર 29.13 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અક્ષય કુમારની ‘ગોલ્ડ’ 2018 માં આવી હતી, તેનું કલેક્શન પણ તે દિવસે 22 કરોડની આસપાસ રહ્યું હતું.
શાહરુખ ખાનની ‘ચેન્નાઈ એક્સ્પ્રેસએ’ 15મી ઓગસ્ટ 2013ના રોજ 19 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ આગળ જતા તે સમયની સૌથી વધારે કમાણી કરવાવાળી ફલ્મ બની હતી. જોકે, હવે સની દેઓલની ‘ગદર 2’ એ પોતાની આંધીમાં આ બધુ ઉડાવી દીધું છે. ‘ગદર 2’ હવે ‘પઠાણ’ ફિલ્મના 524 કરોડના લાઈફટાઈમ નેટ કનેક્શનના આંકડાનો પીછો કરી રહી છે. જો આગામી વિકેન્ડ સારું રહ્યું તો આ રેકોર્ડ પણ તૂટી જશે. ‘ગદર 2’માં અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર પણ છે
OMG 2 અને જેલરને પણ સારો પ્રતિસાદ
આ બાજુ અક્ષય કુમારની ફિલ્મ ‘OMG-2’એ સ્વતંત્રતા દિવસની રજાઓનો લાભ લઈને 18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ત્યારબાદ તેનું નેટ કેલેક્શન 73 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. બીજી તરફ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ પણ અટકવાનું નામ નથી લઈ રહી. તેણે તો સ્વતંત્રતા દિવસના અવસરે દુનિયાભરમાં 64 કરોડની કમાણી કરી હતી. ફિલ્મનું વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન હાલમાં 416 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ બાજુ રજનીકાંત પોતે 2 કલાકના ટ્રેકિંગ બાદ હિમાલય પર મહાવતાર બાબાજીની ગુફામાં પહોંચ્યા હતા અને ત્યાં સાધના કરી હતી.